આ મુસ્લિમ દેશના લોકો કરે છે ભગવાન શ્રી કૃષ્ણની પુજા, નામ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

એ વાતની સાબિતી ઘણીવાર લોકો સામે રજૂ કરવામાં આવી છે કે એક સમયે સંપૂર્ણ વિશ્વમાં એક જ ધર્મ પાળવામાં આવતો હતો. તે ધર્મ કોઈ બીજો નહી પરંતુ સનાતન ધર્મ હતો. તે સમયમાં લોકો સનાતન ધર્મ પ્રમાણે જ પોતાનું જીવન જીવતા હતા. પરંતુ આજે અમે તમને એક એવા મુસ્લિમ દેશ વિશે બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં રહેવા વાળા લોકો દ્વારા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરવામાં આવે છે. આ દેશમાં રહેવા વાળા લોકોના હ્રદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ જોવા મળે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એવો તે ક્યો મુસ્લિમ દેશ છે જ્યાં રહેવા વાળા લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવી દઈએ તે મુસ્લિમ દેશ વિશે વિસ્તારમાં.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે દેશની વાત આજે અમે કરી રહ્યા છીએ તે દેશ કોઈ બીજો નહી પણ મધ્ય એશિયાનો પ્રાચીન સંસ્કારી દેશ ઉજ્બેકિસ્તાન છે. જો તમે આ દેશના પ્રાચીન ઇતિહાસને વાંચવાનું શરૂ કરશો તો એવામાં તમને એ વાતનો ખ્યાલ તો આવી જ જશે કે આ દેશનો સનાતન ધર્મમાથી જ ઉદ્ભવ થયો છે. આ દેશમાં હાજર શિવા શહેર આજે પણ પોતાની અંદર હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ શહેરમાં રહેવા વાળા લોકો આજે પણ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ભગવાન માનીને તેમની પુજા કરે છે. તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં રહેવા વાળા લોકોને મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા વિશેની બધી જ જાણ છે.

આ મુસ્લિમ દેશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને તેમની પુજા કરવાને લીધે આજના સમયમાં અમુક કટ્ટરવાદી લોકોને આ બધી વાતોથી ખૂબ જ તકલીફ થાય છે. તેમ છતાં પણ ત્યાં રહેવા વાળા લોકો પર કટ્ટરવાદી લોકોના વિચારોનો કોઈ પ્રભાવ પડતો નથી. પરંતુ અહિયાં એ વાત આપણને જરૂર જોવા મળશે કે અહિયાના લોકો આજના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણની મુર્તિ પોતાના ઘરોમાં રાખવાથી ડરે છે. તેમની અંદર રહેલા ભય પાછળનું કારણ લગભગ તમને જણાવવાની જરૂર નથી.

ભલે અહિયાના લોકો પોતાના ઘરોમાં અથવા તો પોતાની પાસે ભગવાનની મુર્તિ કે ફોટો રાખતા ના હોય તેમ છતાં પણ તેમના હ્રદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ જ વધારે લગાવ અને પ્રેમની ભાવના રહેલી છે. તમારા મનમાં એવો સવાલ પણ અત્યાર સુધીમાં જરૂર આવ્યો હશે કે અહિયા રહેવા વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણની પુજા શા માટે કરે છે ? તો ચાલો તમને જણાવી દઈએ તેની પાછળની કહાની વિશે.

ઉજ્બેકિસ્તાનના શિવા શહેરમાં રહેવા વાળા લોકો અનુસાર અહિયાં રહેવા વાળા લોકોના ઘર થી લઈને રીતિ-રિવાજ સુધી ભારતીય સમુદાયના લોકો સાથે મળતા આવે છે. અહિયાં રહેવા વાળા લોકો વૃક્ષોની પણ પુજા કરે છે. જો કે આ દેશમાં મોટી સંખ્યામાં વૃક્ષો નથી. તેમ છતાં પણ લોકો ત્યાં હાજર રહેલા વૃક્ષોની પુજા કરે છે.

ઈરાની લોકોનું માનીએ તો તેમણે સૌથી પહેલા આ શહેરને શોધી કાઢ્યું હતું. પરંતુ તેમને આ શહેરમાં સંપૂર્ણ સત્ય નજર નથી આવતું. કારણકે અહિયાના લોકોનો વિશ્વાસ સૌથી વધારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે છે. અહિયાના લોકોનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની આસ્થાને જોતાં એ વાત તો પૂર્ણ રૂપથી સિદ્ધ થઈ જાય છે કે સનાતન ધર્મ ફક્ત ભારતમાં જ નહી પરંતુ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલ હતો. કદાચ એ જ કારણ છે કે આ દેશના લોકો આજે પણ સનાતન ધર્મ મુજબ ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરે છે.