આ નગરમાં ભગવાન શ્રીરામે વનવાસ દરમિયાન પસાર કર્યા ૧૧ વર્ષ, પરિક્રમા કરવા માત્રથી ધોવાઈ જાય છે જન્મો જન્મનાં પાપ

જેમકે તમે બધા જ લોકો જાણતા હશો કે રામાયણની કહાનીમાં ભગવાન શ્રી રામજીએ પોતાના પિતાના વચનોનું પાલન કરવા માટે ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામજીને ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડયું હતું, પરંતુ તેમણે પોતાના પિતાના વચનોનું પાલન કર્યું અને બધા જ સુખ-વૈભવ છોડીને વનવાસ ભોગવવા ચાલ્યા ગયા હતાં. જો અમે તમને સીધો સવાલ પૂછીએ કે ભગવાન શ્રી રામજીએ વનવાસનો સૌથી વધારે સમય કઈ જગ્યાએ પસાર કર્યો હતો ? તો લગભગ તમારા લોકોમાંથી કોઇપણ વ્યક્તિને આ સવાલનો જવાબ ખબર નહી હોય.

ઘણા લોકો એવા હશે જે આ સવાલને સાંભળ્યા બાદ ખૂબ જ વિચારમાં પડી ગયા હશે. પરંતુ હિન્દુ ધર્મને માનવાવાળા અને ભગવાન શ્રીરામજી સમક્ષ પોતાનું માથું નમાવવા વાળા લોકોને આ વાતની જાણ હોવી ખૂબ જ આવશ્યક છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી તે સ્થાનના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન શ્રી રામજીએ વનવાસના પુરા ૧૧ વર્ષ પસાર કર્યા હતાં. ભગવાન શ્રીરામજી અને માતા સીતાને આ જગ્યા ખૂબ જ પ્રિય થઈ ગઈ હતી. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણી લઈએ કે આખરે તે કયું સ્થાન છે.

હકીકતમાં અમે જે સ્થાનનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તેને ભારતના પ્રાચીન તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ સ્થાનને ચિત્રકુટધામનાં નામથી જાણવામાં આવે છે. ચિત્રકુટધામ જે મંદાકિની નદીના કિનારે સ્થિત છે. આ સ્થાન એક સમયે શ્રી રામજીનું સૌથી પ્રિય સ્થાન રહ્યું હતું. ભગવાન શ્રી રામજી જ્યારે વનવાસ પસાર કરી રહ્યા હતાં તે દરમિયાન વનવાસના પુરા ૧૪ વર્ષ માંથી ૧૧ વર્ષ આ સ્થાન પર પસાર કર્યા હતાં. આ સ્થાન ચારેય તરફથી વિંધ્યા પર્વતોથી ઘેરાયેલું છે. આ સ્થાનને આશ્ચર્યોની પહાડીનાં નામથી પણ જાણવામાં આવે છે.

આ સ્થાન પર ભગવાન શ્રીરામજી સિવાય એવું કહેવામાં આવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પણ સતી અનસુઇયાને ત્યાં જન્મ લીધો હતો. આ વાતને જાણ્યા બાદ તમને એ વાતની જાણકારી તો થઈ જ ગઈ હશે કે ચિત્રકૂટધામ કેવી પ્રસિદ્ધ જગ્યા છે. પરંતુ આજકાલના સમયમાં ઇતિહાસના વિશે વધારે લોકોને જાણકારી ના હોવાના લીધે તેમના વિશે ઘણા લોકોને જાણ નથી. આ સ્થાન પર પહાડના સૌથી ઊંચા શિખર પર હનુમાન ધારા એક સ્થાન છે. જ્યાં મહાબલી હનુમાનજીની એક વિશાળ મૂર્તિ રહેલી છે અને આ મૂર્તિની એકદમ સામે એક પવિત્ર તળાવ આવેલું છે, જેમાં ઝરણાઓથી સતત પાણી વહેતું રહે છે. તેમના વિશે કહેવામાં આવે છે કે આ સ્થાનનું નિર્માણ ભગવાન શ્રી રામજીએ યુદ્ધમાંથી પરત ફર્યા બાદ હનુમાનજીનાં વિશ્રામ માટે કરાવ્યું હતું.

જો તમે ક્યારેય પણ ચિત્રકુટધામ ફરવા માટે જાઓ છો તો અહીંયા પર સ્થિત કામદગિરિ પર્વતની તમારે પરિક્રમા જરૂર કરવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે તેની પરિક્રમા માત્રથી જ વ્યક્તિના જન્મો જન્મનાં પાપ-કર્મ સમાપ્ત થઈ જાય છે. આ પરિક્રમા માત્ર ૫ કિલોમીટરની જ છે. આ સ્થાન પર ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે. જે આ સ્થાનને વધારે ખાસ બનાવે છે. હિન્દુ શાસ્ત્રોમાં ચિત્રકુટધામને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ભગવાન શ્રી રામજી પહેલા આ સ્થાન બ્રહ્મા અને વિષ્ણુજી સાથે જોડાયેલું હતું. લગભગ આ જ કારણ હોઈ શકે છે કે ભગવાન શ્રીરામજી પણ પોતાના વનવાસ માટે આ સ્થાન પર રોકાયેલા હતાં અને તેમણે વનવાસના ૧૧ વર્ષ પસાર કર્યા હતાં.