આ ૫ બાબતોમાં મહિલાઓ હોય છે પુરુષોથી આગળ, તમે પણ જરૂર જાણો

એક જમાનો હતો જ્યારે મહિલાઓ અને પુરુષો વચ્ચે ખૂબ જ ભેદભાવ કરવામાં આવતો હતો. જોકે હવે ધીરે ધીરે બંનેને સમાન અધિકાર મળવા લાગ્યા છે. વિશ્વમાં ઘણી જગ્યાએ મહિલાઓના સશક્તિકરણને લઈને પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ આ દુનિયામાં અમુક પછાત માનસિકતા વાળા લોકો છે જે મહિલાઓને પુરુષો કરતા હજુ પણ પાછળ સમજે છે.

પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહિલાઓ પુરુષોથી પાછળ રહી નથી. પરંતુ અમુક વિશેષ ચીજો તો એવી હોય છે જેમાં પુરુષ પાછળ અને મહિલાઓ વધારે સારું પ્રદર્શન કરે છે. આ વાતને જ ધ્યાનમાં રાખતા આજે અમે તમને એવા કામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં સ્ત્રીઓ હંમેશા પુરુષોથી આગળ જ રહી છે. અમને વિશ્વાસ છે કે આ પોઈન્ટને વાંચ્યા બાદ તમે પણ અમારી વાતો સાથે સહમત થશો.

વધારે કાળજી રાખનાર

મહિલાઓને વિશે એવું કહેવામાં આવે છે કે તે પુરુષોની તુલનામાં વધારે કાળજી લેનાર સ્વભાવની હોય છે. તેમનું હૃદય ખૂબ જ નરમ હોય છે. તેને ઘરની અને બહારની ચીજોની ચિંતા હોય છે. જો કોઇ બીમાર પડી જાય છે તો તે સૌથી વધારે સંભાળ રાખતી હોય છે. તેની સાથે જ તમારા ખાવા પીવાથી લઈને અન્ય ચીજોમાં પણ તે ધ્યાન રાખે છે.

વધારે પ્રેમ બતાવવો

પોતાના બાળકના પ્રેમની વાત હોય કે પોતાના જીવનસાથીને દિલથી પ્રેમ કરવાની વાત હોય. દરેક ક્ષેત્રમાં એક મહિલા પુરુષોની તુલનામાં આગળ જ હોય છે. એક માં નો પ્રેમ કેવો હોય છે તે બતાવવાની લગભગ જરૂર નથી. તે જગજાહેર વાત છે. વળી પ્રેમ સંબંધોમાં પણ મહિલાઓ જ વધારે સંવેદનશીલ હોય છે.

વધારે કાર્યક્ષમતા

જ્યારે તાકાતની વાત આવે છે તો આપણે બધા જ એવું કહીએ છીએ કે પુરુષો મહિલાઓથી વધારે સ્ટ્રોંગ હોય છે. પરંતુ જ્યારે સ્ટેમિના કે કાર્યક્ષમતાની વાત આવે છે તો મહિલાઓનો મુકાબલો કોઈ કરી શકતું નથી. એક પુરુષ તો પોતાની ૮ થી ૧૦ કલાકની નોકરી પછી પોતાને થાકેલ મહેસૂસ કરવા લાગે છે. ત્યારબાદ તેનાથી કોઈ બીજું કામ થઈ શકતું નથી. વળી એક મહિલા દિવસમાં ૧૬ થી ૧૮ કલાક કામ જ કરતી હોય છે. નોકરી કરનાર મહિલાઓની વિશે વાત કરવામાં આવે તો તે પોતાની નોકરીની સાથે સાથે ઘર અને બાળકોની દેખભાળ પણ કરતી હોય છે. ખરેખર આ બધા જ કામ એક સાથે કોઈ પુરુષ કરી શકતો નથી.

અભ્યાસમાં આગળ

જો તમે સ્કૂલ અને કોલેજમાં થનારી પરીક્ષાના પરિણામો પર એક નજર ફેરવશો તો તમને જાણવા મળશે કે તેમાં થી ૬૦ થી ૭૦ ટકા યુવતીઓ જ ટોપ કરતી હોય છે. યુવતીઓ વાંચવા લખવાને લઈને ગંભીર હોય છે. તેમની મેમરી પાવર પણ પુરૂષોથી વધારે તેજ હોય છે. એક પુરુષ પોતાની એનિવર્સરીની તારીખ ભૂલી શકે છે પરંતુ એક મહિલા તેને ક્યારેય પણ ભૂલી શકતી નથી.

વધુ રક્ષણાત્મક

એક મહિલા પોતાના નજીકના લોકોને લઈને ખૂબ જ રક્ષણાત્મક હોય છે. તે પોતાની સુરક્ષા અને માન-સન્માનને લઈને પુરી દુનીયા સાથે લડવાની તાકાત રાખતી હોય છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ તેમના બાળકને પરેશાન કરે છે તો તે કઈ રીતે સામેવાળાને ઠપકો આપતી હોય છે. સાથે જ વાતચીત વાળા ઝઘડામાં પણ મહિલાઓનો કોઈ મુકાબલો કરી શકતું નથી.