આ પાંચ બોલિવૂડ અભિનેત્રીઓ અને તેમની બહેનો જે ચેહરાથી લાગે છે એકબીજાની કાર્બન કોપી

Posted by

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઘણા સંબંધો ઉપહાર સ્વરૂપે મળતા હોય છે. આ સંબંધોમાં બહેન-ભાઈનો સંબંધ સૌથી પ્રેમાળ હોય છે. ખાસ કરીને જ્યારે વાત બે બહેનોના સંબંધની આવે છે ત્યારે તે વધારે ખાસ બની જાય છે. બે બહેનોની વચ્ચેનો સંબંધ જ એટલો અનોખો હોય છે. વાતોથી લઈને કપડા સુધી બહેનોમાં દરેક ચીજ શેર થઈ જતી હોય છે. ફક્ત એટલું જ નહીં અમુક બહેનો તો એકબીજાના લુક પણ શેર કરતી હોય છે. આજે અમે અમુક એવી જ બોલિવૂડ એક્ટ્રેસની વિશે વાત કરીશું જેમની બહેનો તેમની કાર્બન કોપી લાગે છે અને તેમને જોઈને કોઈપણ દગો ખાઈ શકે છે.

ભૂમિ પેડનેકર અને સમીક્ષા પેડનેકર

બોલિવૂડની અભિનેત્રી ભૂમિ પેડનેકરે પાછલા દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમની બહેન સમીક્ષા પેડનેકરની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરને જોઈને કોઈપણ ઓળખી નહીં શકે કે તસવીરમાં ભૂમિ કોણ છે અને સમીક્ષા કોણ છે. ખરેખર સમીક્ષા ભૂમિની કાર્બન કોપી લાગે છે. તમને જણાવી દઈએ કે સમીક્ષા પોતાની બહેન ભૂમિની જેમ જ ખૂબ જ સ્ટાઇલિશ છે પરંતુ સમીક્ષા બોલિવૂડમાં નહી પરંતુ લો માં પોતાની કારકિર્દી બનાવવા માગે છે અને તે લો નો અભ્યાસ પણ કરી રહી છે.

તાપસી પન્નુ અને શગુન પન્નુ

તાપસી પન્નુ એ બોલીવુડમાં પોતાની એક્ટિંગના હુન્નરથી પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. તાપસી પન્નુની જેમ જ તેમની નાની બહેન શગુન પન્નુની પણ એક અલગ ઓળખાણ છે. જોકે બંને બહેનો જોવામાં એક જેવી જ દેખાય છે પરંતુ શગુનને બોલિવૂડમાં ઇન્ટરેસ્ટ નથી. શગુનની પોતાની એક વેડિંગ પ્લાનિંગ કંપની છે. શગુનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને કોઈપણ એ વાતનો અંદાજ લગાવી શકે છે કે તે ફેશન અને સ્ટાઇલના મામલામાં પોતાની બહેન તાપસીથી જરા પણ પાછળ નથી. શગુન ખૂબ જ સુંદર અને ફેશનેબલ છે.

કંગના રનૌત અને રંગોલી ચંદેલ

બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત અને તેમની મોટી બહેન રંગોલી ચંદેલ બંને હંમેશા કોઇને કોઇ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. જ્યાં કંગના રનૌતને બોલિવૂડમાં તેમના બિન્દાસ અંદાજના કારણે ઓળખવામાં આવે છે તો વળી રંગોલી ચંદેલ પણ પોતાની બહેનના રસ્તા પર આગળ વધી રહી છે અને કોઈપણ સોશિયલ કે બોલીવુડ સાથે જોડાયેલા મુદ્દા પર પોતાનું મંતવ્ય રાખવામાં પાછળ રહેતી નથી. રંગોલી ચંદેલ અને કંગના રનૌત દેખાવમાં એકબીજાની કાર્બન કોપી લાગે છે. જો કે રંગોલી પર એસિડ એટેક થવાના કારણે તેમના ચહેરાનો એક બાજુનો ભાગ થોડો દાઝેલો છે. રંગોલી તેમની બહેન કંગનાની મેનેજર પણ છે અને ફિલ્મ સાથે જોડાયેલ કંગનાના બધા જ કામ તે સંભાળે છે.

કૃતિ સેનન અને નુપુર સેનન

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની જેમ જ તેમની બહેન પણ ખૂબ જ લોકપ્રિય છે. નૂપુર એક લાજવાબ સિંગર હોવાની સાથે-સાથે ખૂબ જ જલ્દી “બરેલી કી બરફી” થી એક્ટિંગમાં ડેબ્યુ પણ કરવાની છે. નૂપુર દેખાવમાં પોતાની બહેન કૃતિ સેનનની જેમ જ ખૂબ જ સુંદર છે અને તેના ફિચર્સ પણ ખૂબ જ મળતા આવે છે.

રેખા અને રાધા ઉસ્માન સૈયદ

બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ કહેવાતી રેખા અને તેમની બહેન રાધા ઉસ્માન સૈયદને જોઈને કોઈપણ દગો ખાઈ શકે છે. બંનેના ચહેરા એકબીજા સાથે ખૂબ જ મળતા આવે છે. જોકે રાધા ની હાઈટ રેખાથી થોડી ઓછી છે. પરંતુ દેખાવમાં તે એકદમ રેખા જેવી જ નજર આવે છે. રાધા ઘણા વર્ષોથી વિદેશમાં રહે છે. રેખાની જેમ જ રાધા પણ મોડલ રહી ચૂકી છે. ફક્ત એટલું જ નહીં રાધા એક ખૂબ જ સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. થોડા દિવસ પહેલા જ રાધાને રેખાની સાથે કરીના કપૂરના કઝિન અરમાન જૈનના લગ્નના રિસેપ્શનમાં જોવામાં આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *