કહેવામાં આવે છે કે સુખ અને દુઃખની અવરજવર થતી રહે છે. તે તમારી કિસ્મત અને રાશિ સાથે જોડાયેલ હોય છે. દરેક રાશિનો સંબંધ આકાશગંગાના ગ્રહો સાથે હોય છે, જે પોતાની સ્થિતિ બદલીને તમારા જીવનમાં સુખ કે દુઃખની એન્ટ્રી કરાવે છે. તેવામાં આવનારા સમયમાં અમુક ખાસ રાશિઓના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી શકે છે. જો તમારી રાશિ પણ તેમાં સામેલ હોય તો જરાપણ ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમે તમને તેનાથી બચવાના ઉપાયો પણ જણાવીશું. આ રીતે તમે તેમાંથી બચી શકો છો.
મિથુન રાશિ
આ લોકોને ઘણા બધા દુ:ખોનો એકસાથે સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે તમારે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને ઘી નો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ. સાથે જ ઘરમાં એકવાર સત્યનારાયણની કથા પણ કરાવવી જોઇએ, જેનાથી તમને આ દુઃખોમાંથી છુટકારો મળી શકે છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોએ હવે પછીના ૩ મહિના થોડું સંભાળીને રહેવું પડશે. આ દરમિયાન તમારા દુશ્મનો સૌથી વધારે એક્ટિવ રહેશે. તેમના પુરા પ્રયત્નો રહેશે કે તમારા જીવનમાં દુઃખોને વધારવામાં આવે. ખાસ કરીને જો તમે કોઈ નવું કે મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહ્યા હોય તો તેમાં અડચણો જરૂર ઉત્પન્ન કરી શકે છે. આ ચીજથી બચવા માટે તમારે દર મંગળવાર કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને આરતી કર્યા બાદ માથા પર કુમકુમ તિલક લગાવો. હનુમાનજી તમારા દુશ્મનોથી તમારી રક્ષા કરશે.
મકર રાશિ
આ રાશિવાળા જાતકોને ઓછામાં ઓછા બે મહિના સુધી પૈસાનું કોઈપણ રોકાણ કરવાથી બચવું જોઈએ. તમારી રાશિમાં થોડા સમય માટે ધન હાનિ લખેલી છે. તેથી તમે કોઈ પ્રોપર્ટી, વાહન કે અન્ય કોઈ વસ્તુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો બે મહિના માટે તમારે તેમને સ્થગિત કરી દેવો જોઈએ. તેના સિવાય તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી પણ બચવું જોઈએ અને પોતાના ઘરે રાખેલ કિમતી સામાન અને રોકડાનું પણ વિશેષ ધ્યાન રાખવું. તેમની ચોરી કે ગુમ થવાના પણ યોગ છે. આ ધનના નુકસાનથી બચવાનાં હેતુથી શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી અને કોઇ ગરીબને પીળા વસ્ત્રોનું દાન કરવું.
વૃશ્ચિક રાશિ
આ લોકો ખરાબ નસીબનાં લીધે આગળના એક મહિના સુધી પરેશાન રહી શકે છે. તમે જે પણ કામ કરશો તે તમારા ખરાબ નસીબના લીધે બગડી જશે, એવામાં તમારે આ મહિને વધારે જરૂરી કામો કરવાથી બચવું જોઈએ. તેના સિવાય તમારે પોતાના ખરાબ ભાગ્યને સુધારવા માટે શનિવારનાં દિવસે શનિ મંદિરમાં જઈને સરસોનું તેલ ચઢાવવું, તેનાથી તમારા પર આવનારા સંકટ ટળી જશે.
મીન રાશિ
આ રાશીવાળા જાતકોને આગલા ૪૫ દિવસો સુધી સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પરેશાની થઇ શકે છે તેથી તમારે આ દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને ખાણીપીણી પર વિશેષ રૂપથી ધ્યાન આપવું. જો કંઈક એવું થાય છે તો તેની ખૂબ જ જલ્દી અને સારી સારવાર કરાવવી. આ સમસ્યાથી બચવા માટે તમારે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં મોદકનો પ્રસાદ ચઢાવવો.