આ ૫ રીતોથી તમારા ભયંકરમાં ભયંકર ગુસ્સાને કરો દૂર, અપનાઓ આ અચૂક ઉપાયો

Posted by

ગુસ્સો વ્યક્તિના બધા જ ભાવમાં સૌથી વધારે ખતરનાક સમજવામાં આવે છે. કારણ કે તે દરમિયાન લોકો ઘણી એવી કડવી વાતો કહી દેતા હોય છે જે સાંભળવા વાળાને તકલીફ આપતી હોય છે પરંતુ બાદમાં જ્યારે તે ગુસ્સાનો અહેસાસ થાય છે તો પોતાને પણ સારી લાગતી નથી. ગુસ્સો વ્યક્તિની અંદર મળી આવતો ખૂબ જ કડવો ભાવ હોય છે પરંતુ આપણા ગુસ્સાથી તે લોકોને વધારે પરેશાની થાય છે જે આપણને પ્રેમ કરતા હોય છે અને આપણું સારું ઈચ્છતા હોય છે. અમુક લોકોને બિલકુલ પણ ગુસ્સો આવતો નથી તો અમુક લોકોને એટલો ગુસ્સો આવે છે કે તે પછી કોઈને કંઈ જ સમજતા નથી અને પોતાના મનનું જ કરતા હોય છે. જો તમને પણ ભયંકર ગુસ્સો આવે છે તો આ પાંચ રીતોથી તમે પણ તમારા ભયંકર ગુસ્સાને દૂર કરી શકો છો. આ નુસખો તમને જરૂર કામ આવશે.

ક્રિશિયન બાઇબલ મુજબ ગુસ્સો વ્યક્તિ દ્વારા કરવામાં આવતું સૌથી મોટું ઘાતક પાપ હોય છે. બૌદ્ધ ધર્મની શિક્ષામાં પણ ગુસ્સાને પીડા આપવા માટેનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે. પરંતુ આપણે ગુસ્સાના ઘાતક પરિણામોને જાણવા માટે ક્યારેય પણ ધાર્મિક સાહિત્યને વાંચતા નથી. આપણે ગુસ્સાને પોતાના દૈનિક જીવનમાં પણ અનુભવ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ગુસ્સો વ્યક્તિના જીવનમાં ઘણી મહત્વપૂર્ણ સંબંધોને ખાઈ જાય છે અને બાદમાં માણસ ખૂબ જ પસ્તાય છે. તેથી જો તમે પણ પોતાના ગુસ્સાને ખતમ કરવા માંગતા હોય તો આ ઉપાયો જરૂર અપનાવવા જોઈએ.

ગુસ્સાનું અસલી કારણ ઓળખો

પોતાના ગુસ્સા વાળા ભાવને નિયંત્રિત કરવાની સૌથી પહેલી રીત એ હોય છે કે તે સ્વીકાર કરવો કે તમે ગુસ્સો કર્યો છે. સમજી લો કે તમે ગુસ્સામાં છો અને ગુસ્સાને પોતાની અંદર કોઈપણ હલનચલન કરવા દો. ત્યારબાદ પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારી અંદર પણ સચેતનનો સંચાર થવા લાગશે. તેનાથી તમને પોતાના ગુસ્સાના કારણને ઓળખી શકશો અને બાદમાં તમે પોતાના ગુસ્સાના કારણને અલગ કરવાનું શીખી લો અને તેમની સાથે વાત કરવી જેમણે તમને ગુસ્સો અપાવ્યો હોય.

ધ્યાન ભટકાવવાનું કામ કરો

એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમને ખૂબ જ ગુસ્સો આવી જાય તો પોતાના ધ્યાનને આજુબાજુ ભટકાવવાની કોશિશ કરવી. જેટલું બની શકે પોતાના ગુસ્સાને સહન કરતા શીખવું કારણકે ગુસ્સો કરવાથી કંઈ યોગ્ય થતું નથી. ધ્યાન ભટકાવવું તરત જ પ્રતિક્રિયાને સમાપ્ત કરી શકે છે અને તેનાથી સંભવિત રૂપથી સમસ્યા બગડી શકે છે. શરૂઆતનો આવેશ શાંત થયા બાદ તમે સમસ્યાની તરફ પરત ફરીને સમાધાન શોધી શકો છો.

પોતાના પાર્ટનર સાથે વાત કરવી

જો તમારો ગુસ્સો એક કલાક પછી પણ શાંત થઇ રહ્યો ના હોય તો તમારે પોતાના કોઈ મિત્ર કે કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ. એક એવા વ્યક્તિ સાથે વાત કરો જે તમારી દરેક સમસ્યાને ધ્યાનથી સાંભળતા હોય. પોતાની વાત તેમની સાથે શેર કરો અને તે સમસ્યાના સમાધાન પર ચર્ચા કરવી જોઈએ.

લખીને કાઢી નાખો ગુસ્સો

જો તમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હોય તો લખવાનું શરૂ કરી દેવું જોઈએ. લખીને પોતાના ગુસ્સાને બહાર કાઢવો સૌથી સારી રીત માનવામાં આવે છે. જેના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે કે તે પણ આવું જ કરે છે. ધ્યાન કેન્દ્રિત અને રચનાત્મક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેવાથી તમે ગુસ્સાની પોતાની ભાવનાથી બહાર આવી શકો છો.

કસરત કરવી

ઝઘડો કે મૂળ ખરાબ થયા બાદ સામાન્ય શારીરિક અભ્યાસમાં સામેલ થઈને તમે તમારા ગુસ્સાને ખતમ કરી શકો છો. જ્યારે તમે કસરત કરો છો તો તમારી બોડીમાંથી ઈન્ડો ફર્મ રિલીઝ થાય છે. જેને પ્રાકૃતિક રૂપથી ફિલગુડ કેમિકલ કહેવામાં આવે છે જે તમને ખુશ અને સકારાત્મક મહેસૂસ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *