કોઈને પ્રેમ કરવો અને અને કોઈને ફક્ત પસંદ કરવું તે બંને અલગ અલગ બાબત છે. પરંતુ લોકો ઘણીવાર આ બાબતમાં કંફ્યૂઝ થઈ જતાં હોય છે. જિંદગીમાં ઘણા તમને એવા લોકો મળ્યા હશે જે તમને ખૂબ જ પસંદ આવ્યા હોય છે. પરંતુ તેમનો મતલબ એવો નથી કે તમને તેનાથી પ્રેમ છે. ઘણીવાર લોકોમાં પ્રેમ અને પસંદને લઈને આવી રીતે જ અસમંજસની સ્થિતિ બની જતી હોય છે. જે ખૂબ જ તકલીફ આપે છે. જો તમારે જાણવું હોય કે સામે વાળો વ્યક્તિ તમને પસંદ કરે છે કે તમને પ્રેમ કરે છે તો આ વાતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ વાતો પર થી તમે આસાનીથી જાણી શકશો કે તે ફક્ત તમને પસંદ કરે છે કે તમને પ્રેમ કરે છે.
તમારો પાર્ટનર તમારી સાથે વાતો તો ઘણી કરે છે પરંતુ ભાવનાત્મકથી તમારી સાથે જોડાયેલ નથી તો મતલબ કે કઈક ખૂટે છે. તે તમારા દુખ પર સહાનુભૂતિ તો દર્શાવે છે પરંતુ જો તે તમારું દુખ હ્રદયથી વ્યક્ત નથી કરી શકતા તો સમજી જાઓ કે તે તમને પ્રેમ નથી કરતાં. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેમનું દુખ પણ આપણને આપણું દુખ લાગવા માંડે છે. પરંતુ જો તે વાત ફક્ત પસંદ સુધી જ સીમિત હોય તો તે વાતને મન થી મહેસુસ નથી કરતાં.
તમે સામે વાળી વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરો છો તેથી તમે વારંવાર પ્રેમને વ્યક્ત કરો છો. બીજી તરફ જો તમારો પાર્ટનર તમારા આઈ લવ યુ નો જવાબ નથી આપતા કે પછી પહેલા ક્યારેય આઈ લવ યુ નથી બોલતા તો સમજી જાઓ કે તે તમને પ્રેમ નહીં પણ ફક્ત તમને પસંદ જ કરે છે. પરંતુ ઘણા લોકો બોલીને પણ પ્રેમ ને વ્યક્ત નથી કરી શકતા. એવામાં જો તે કોઈ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા તો તે પ્રેમ એકતરફી કહી શકાય.
જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો આંખોમાં શરમ થોડી વધારે આવી જતી હોય છે. પરંતુ આ ફક્ત શરૂઆતના દિવસોમાં જ હોય છે. જો તમે એકબીજાને સારી રીતે જાણી ગયા પછી પણ તે તમારી આંખોમાં જોવા નથી માંગતા અથવા તો આઈ લવ યુ બોલતા સમયે પણ તે તમારી સાથે નજર નથી મેળવી શકતા તો સમજી જાઓ કે તેને તમારાથી પ્રેમ નથી.
પ્રેમ ભલે બોલીને કે કહીને વ્યક્ત કરી શકતા હોય પરંતુ તેમનો અહેસાસ અંદરથી હોય છે. જો તમારો પાર્ટનર તમને પ્રેમ કરે છે તો તે વાત તમને આપોઆપ ખબર પડી જશે. જો તમને તેમની વાતો પર થી પણ પ્રેમ નો અહેસાસ જોવા નથી મળતો તો તમે આ વાત ને ખુલ્લીને તમની સાથે ચર્ચા કરી શકો છો. આ વાતને લઈને મૂંઝવણમાં રહેવાથી સારું છે કે તે વાત ક્લિયર થઈ જાય.
ઘણીવાર લોકો રિલેશનશિપમાં ઉતાવળ કરવા માંગતા નથી હોતા તેથી તેમના પરિવાર સામે બંનેને ફક્ત એકબીજાના દોસ્ત જણાવે છે. પરંતુ દોસ્તો સામે લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરતાં ડરતા નથી. પરંતુ જો તમારો પાર્ટનર મિત્રો સામે પણ તમને તમારો મિત્ર જ જણાવે છે તો સમજી જાઓ કે તેમને તમારા થી પ્રેમ નથી અને તે આ વાતને લઈને ગંભીર પણ નથી. બીજી તરફ જો તમારો પાર્ટનર તમને પ્રેમ કરે છે તો તે ફક્ત મિત્રો સામે જ નહીં પરંતુ તેમના પરિવાર સામે પણ તમારો હાથ પકડવામાં જરાપણ સંકોચ નહીં કરે.