આ પાણી પીવાથી ખતમ થઈ શકે છે કોરોના વાયરસ : રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો

વિશ્વમાં લગભગ દોઢ કરોડ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકેલ કોરોના વાયરસને વધારે ફેલાતો રોકવા માટે ૧૬૦ થી વધારે જૂથો કોવિડ-૧૯ ની વેક્સિન શોધી રહ્યા છે. દરેક પસાર થતાં નવા દિવસની સાથે તબીબી સમુદાય અને સંશોધન જૂથો આ બંને આ ખતરનાક કોરોના વાયરસ વિશે કઈક ને કઈક નવું શીખી રહ્યા છે. જો કે આ મહામારી ને રોકવા માટે વેક્સિન બનાવવા માટે ની દોડ હજુ પણ શરૂ છે. પરંતુ રશિયાના વૈજ્ઞાનિકોએ ખરેખર નોવલ કોરોના વાયરસની નબળી કડીને પકડવાનું શરૂ કર્યું છે. હાલમાં જ એક રિપોર્ટ અનુસાર સાઈબેરિયાના નોવોસિબિસર્ક સ્થિત રશિયાના વેકટર એન્ડ રિસર્ચ બાયોટેક્નોલોજીના રિસર્ચ સેંટર પરથી રિસર્ચ ટીમને જાણવા મળ્યું છે કે જો રૂમના તાપમાનમાં રાખવામા આવેલ પાણીને પીવામાં આવે તો આ ખતરનાક વાયરસને વધારે ફેલાવવાથી રોકી  શકાય છે.

શું કહે છે અધ્યયન

વેકટર સ્ટેટ રિસર્ચ સેંટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજીના શોધકર્તાઓ એ સંશોધન કર્યું છે કે સામાન્ય અથવા તો સાદું પાણી નોવલ કોરોના વાયરસને રોકવા માટે મદદ કરી શકે છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે કોરોના વાયરસના ૯૦ ટકા કણ ૨૪ કલાકની અંદર જ રૂમના તાપમાનના પાણીમાં નષ્ટ થઈ ગયા હતા. જ્યારે ૯૯.૯ ટકા જેટલા કણો ૭૨ કલાકની અંદર નષ્ટ થઈ ગયા હતાં.

કોવિડ-૧૯ ને તરત જ ખતમ કરી શકે છે ગરમ પાણી

રુસના સંશોધનકર્તાઓને આ અધ્યયનમાં જાણવા મળ્યું કે ગરમ પાણી નોવલ કોરોના વાયરસને ખતમ કરવાનો આ એક ઉપાય છે. કારણકે તે આ વાયરસને ખૂબ જ ઝડપથી અને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે.

ક્લોરીન પાણી પણ વાયરસને ખતમ કરવામાં અત્યંત પ્રભાવી

સ્પૂતનિક ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ અધ્યયનના શોધકર્તાઓની ટીમને એ પણ જાણવા મળ્યું કે ક્લોરીનયુક્ત પાણી વાયરસને ખતમ કરવામાં ખરેખર પ્રભાવી છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે કોરોના વાયરસ ક્લોરીનયુક્ત પાણી અને સમુદ્ર જળમાં પોતાના કણોને વધારી શકતા નથી. જો કે તે થોડા સમય માટે તેમાં જીવિત રહી શકે છે. આ વાયરસનું જીવન સીધું પાણીના તાપમાન પર નિર્ભર કરે છે.

કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં રશિયા સૌથી આગળ

રશિયા દુનિયાભરમાં ફેલાયેલ આ મહામારી સામે લડવા માટે વેક્સિન બનાવવા વાળા દેશોમાં સૌથી આગળ છે અને તે આ દિશામાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. હાલીયા રિપોર્ટના અનુસાર રશિયા ઓક્ટોબર મહિનામાં નોવલ કોરોના વાયરસની સામે સામૂહિક વેક્સિન અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે વેક્સિન પ્રાપ્ત કરવાવાળા લોકોમાં ડોક્ટર અને શિક્ષકો સહિત કોરોના વોરિયર સૌથી આગળ હશે.

ઓક્ટોબરમાં કોરોનાની વેક્સિન લોન્ચ કરશે રશિયા

રશિયાના વૈજ્ઞાનિકોએ  ૧૫ જુલાઇના રોજ જાહેરાત કરી હતી કે ગામાલેયા સંસ્થાન દ્વારા વિકસિત તેમની એડેનોવાયરસ બેસ્ડ વેક્સિનના પ્રારંભિક પરીક્ષણ પૂરું થઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ પહેલા જ ઓક્ટોબરમાં પૂરતા પ્રમાણમા વેક્સિન શરૂ કરવાને લઈને નિવેદન આપ્યું હતું. ત્યારબાદ વિશ્વના વિશેષજ્ઞોએ નિવેદન પર શંકા વ્યક્ત કરી હતી. જો કે તે વાતને લઈને કોઈ જ અંદાજો ના લગાવી શકે કે વેક્સિન ક્યારે લોન્ચ થઈ શકે.