ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોના વાયરસ ની મહામારી ને ખતમ કરવા માટે ૫ ઓગસ્ટ સુધી દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરવાનો રસ્તો બતાવ્યો છે. ૫ ઓગસ્ટે જ અયોધ્યામાં રામમંદિર નું ભુમિ પૂજન થવાનું છે અને પ્રજ્ઞા ઠાકુરે દેશવાસીઓને આ દિવસ દિવાળીની જેમ જ ઉજવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે બધા દેશવાસીઓ એકસાથે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો દેશ ને કોરોના વાયરસ માંથી મુક્તિ મળી જશે.
રોજ પાંચ વાર કરો હનુમાન ચાલીસાનો પાઠ – પ્રજ્ઞા ઠાકુર
શુક્રવારે સાંજે ટ્વીટ કરતા પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે, ચાલો આપણે બધા મળીને કોરોના મહામારી ને ખતમ કરવા માટે અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજથી ૫ ઓગસ્ટ સુધી પ્રતિ દિવસ સાંજે સાત વાગ્યે પોતાના ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ પાંચ વાર કરીએ. તેમણે ૫ ઓગસ્ટના રોજ ધાર્મિક વિધિ કરીને રામજી ભગવાનની આરતી કરવા અને ઘરોમાં દીવો પ્રગટાવીને તેમનું સમાપન કરવાની અપીલ પણ કરી હતી.
કોરોનાને ફેલાવાથી રોકવાનો પ્રયાસ કરી રહી છે મધ્ય પ્રદેશ સરકાર – પ્રજ્ઞા ઠાકુર
પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પ્રજ્ઞા ઠાકુરે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે દેશવાસીઓને હનુમાન ચાલીસા નો પાઠ કરવાની અપીલ કરતા જોવા મળે છે. તેમાં તે કહી રહ્યા છે કે મધ્ય પ્રદેશ ની ભાજપા સરકાર કોરોનાને ફેલાવાથી રોકવાના તમામ પ્રયાસ કરી રહી છે અને તે અંતર્ગત ભોપાલમાં ૪ ઓગસ્ટ સુધી લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આપણે પણ કોરોનાને રોકવા માટે આધ્યાત્મિક પ્રયાસ કરવો જોઈએ.
એક સાથે પાઠ કરીશું તો મળશે કોરોનાથી મુક્તિ
વીડિયોમાં પ્રજ્ઞા ઠાકુર લોકોને ૫ ઓગસ્ટ ને દિવાળી ની જેમ ઊજવવાની અપીલ કરી રહી છે અને સાંજે સાત વાગ્યે દીવો પ્રગટાવીને ધાર્મિક વિધિ કરવાનું કહી રહી છે.
તેમણે કહ્યું કે ભોપાલ અને દેશભરમાં જ્યારે બધા જ હિન્દુઓ આ ધાર્મિક વિધિ કરશે તો અને એક અવાજમાં ગાવા માં આવેલ હનુમાન ચાલીસાનો પાઠ નિશ્ચિત રૂપથી સિદ્ધ થશે અને આપણને કોરોના ની મહામારી માંથી મુક્તિ મળશે. તેવી ભગવાન રામચંદ્રજી ને પ્રાર્થના છે.
કેન્દ્રીય મંત્રી એ “ગો કોરોના ગો” ના લગાવ્યા હતા નારા
આ પહેલા બીજા ઘણા નેતાઓએ પણ કોરોના ને લઈને વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. જ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ કોરોના ને ભગાડવા માટે “ગો કોરોના ગો” ના નારા લગાવ્યા હતા. જ્યારે બીજા ઘણા નેતાઓએ કોઈપણ પુરાવા વિના આયુર્વેદિક સારવારનું સૂચન કર્યું હતું.