આ રાશિવાળા લોકો માટે કાલનો દિવસ રહેશે વિશેષ, શનિદેવની દ્રષ્ટિથી બચવું હોય તો ક્યારેય ના કરવા આ કામ

શનિની દૃષ્ટિ અને શનિની છાયાને શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે શનિની દ્રષ્ટિ થી સ્વયં ભગવાન શિવ પણ બચી શક્યા નહોતા. વળી શનિદેવને એવું વરદાન પ્રાપ્ત છે કે તેમની છાયાથી ફક્ત મનુષ્ય જ નહી પરંતુ દેવતા પણ પ્રભાવિત થયા વગર રહી શકતા નથી. આ જ કારણ છે કે શનિની દ્રષ્ટિથી દરેક લોકો બચવા માંગે છે. વર્તમાન સમયમાં અમુક રાશિવાળા લોકો પર શનિની વિશેષ દ્રષ્ટિ છે. તો ચાલો જાણી લઈએ તે રાશિઓ વિશે.

શનિની સાડાસાતી અને શનિની ઢૈય્યા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની ચાલને ખુબ જ ધીમી બતાવવામાં આવી છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી ગોચર કરે છે. શનિ વર્તમાન સમયમાં મકર રાશિમાં વિરાજમાન છે. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧ માં શનિનું કોઈ રાશિ પરિવર્તન નથી. હાલનાં સમયમાં ધન રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે તો વળી મિથુન અને તુલા રાશિવાળા લોકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ પાંચ રાશિવાળા લોકો માટે ૨૭ નવેમ્બરનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ રહેશે.

૨૭ નવેમ્બર ૨૦૨૧ પંચાંગ

૨૭ નવેમ્બર ૨૦૨૧ શનિવારનાં રોજ પ્રતિપદાની તિથિ છે. આ દિવસે રોહિણી નક્ષત્ર અને ચંદ્રમા વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. આ દિવસે શિવ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. શનિદેવ ભગવાન શિવનાં પરમ ભક્ત છે તેથી આ યોગમાં શનિદેવની પુજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારનાં દિવસે સંપુર્ણ દિવસ શિવ યોગ રહેશે.

શનિનાં ઉપાય

શનિવારનાં દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ વિશેષ લાભકારી માનવામાં આવે છે. તેની સાથે જ આ દિવસે શનિદેવ સાથે જોડાયેલ ચીજોનું દાન પણ શનિની અશુભતાને ઓછી કરે છે. નજીકનાં સાંઈ મંદિરમાં શનિદેવને સરસોનું તેલ ચઢાવવાથી શનિદેવ ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે.

ભુલમાં પણ ના કરવા આ કામ

મહેનત કરવા વાળા લોકોનું ક્યારેય પણ અપમાન કરવું નહી. કમજોર વ્યક્તિને પરેશાન કરવા પર શનિદેવ ખુબ જ જલ્દી નારાજ થઈ જાય છે.

નોંધ : અહીંયા આપવામાં આવેલી માહિતી ફક્ત માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે અમે કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.