આ રીતે પીપળાની ૧૦૮ પરિક્રમા કરવાથી બદલી જાય છે ભાગ્ય, દૂર થઈ જાય છે દરિદ્રતા

હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ વૃક્ષોની પૂજા કરવાથી અને તેમની પરિક્રમા કરવાથી વિશેષ લાભ મળે છે. પીપળાના વૃક્ષની પરિક્રમાનું પણ ખૂબ જ મહત્વ છે અને આ વૃક્ષની પરિક્રમા કરવાથી તમને ઇચ્છિત ફળ મળે છે. પરિક્રમા નો અર્થ વૃક્ષની ચારે બાજુ ફરવાનો થાય છે. શાસ્ત્રોમાં પરિક્રમાને “પ્રદક્ષિણા કરવી” પણ કહેવામાં આવે છે અને તેને પૂજાનું જ એક અંગ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવા સાથે ઘણા લાભ જોડાયેલા છે. તેથી તમારે આ વૃક્ષની પરિક્રમા જરૂર કરવી જોઈએ. એવી માન્યતા છે કે પીપળાના વૃક્ષની ૧૦૮ પરિક્રમા કરવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. તો ચાલો જાણીએ પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાના લાભ.

શરીર રહે છે સ્વસ્થ

પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. શાસ્ત્રોના અનુસાર આ વૃક્ષની છાયામાં ઉભા રહેવાથી શરીરને શુદ્ધ હવા અને ભરપૂર ઑક્સિજન મળે છે તેથી જે લોકો આ વૃક્ષની પરિક્રમા કરે છે તેમને શ્વાસ સંબંધિત બિમારી અને કફની સમસ્યા થતી નથી.

દેવતાઓની મળે છે કૃપા

સ્કંદપુરાણમાં પીપળાના વૃક્ષના વિશે ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે આ વૃક્ષ પર બધા જ દેવતાઓનો વાસ હોય છે તેથી આ વૃક્ષની પરિક્રમા કરવાથી બધા દેવતાઓની કૃપા થાય છે. તેથી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન સમયથી લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષની પૂજા કરે છે અને તેમની પરિક્રમા કરે છે.

દરિદ્રતા થાય છે દૂર

પીપળાના વૃક્ષ પર વિષ્ણુજી અને મા લક્ષ્મી નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર મંગળ મુહૂર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને તેને જળ અર્પિત કરવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. તેથી જે લોકો ગરીબી કે ધનની હાનિનો સામનો કરી રહ્યા હોય તેમણે આ વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ.

જીવનમાં આવે છે સુખ

પીપળાની પૂજા કરવાથી દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે અને જીવન સુખોથી ભરાઈ જાય છે. જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે દરરોજ આ વૃક્ષની પૂજા કરવી જોઈએ અને આ વૃક્ષ પર ચોખા ચઢાવવા જોઈએ. આ ઉપાય સતત ૧૧ દિવસો સુધી કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જશે.

શનિદેવથી થાય છે રક્ષા

જે જાતકોની કુંડળીમાં શનિની દિશા યોગ્ય ચાલી રહી નથી તેમણે પીપળાના ઝાડની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિવાર કે અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને આ વૃક્ષની સાત પરિક્રમા કરવાથી શનિની પીડાથી મુક્તિ મળી જાય છે. વળી પરિક્રમા બાદ આ વૃક્ષ પર કાળા તલ પણ ચઢાવો.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

  • પરિક્રમા કરતા પહેલા પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરો. પૂજા કરતા સમયે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવો અને લાલ રંગની મૌલીનો દોરો બાંધો. ત્યારબાદ પરિક્રમા કરો.
  • ઓછામાં ઓછી ત્રણ વાર આ વૃક્ષની પરિક્રમા કરો. વળી ૧૦૮ વાર પીપળાની પરિક્રમા કરવાથી ખૂબ જ જલ્દી શુભ ફળ મળે છે.
  • પરિક્રમા કર્યા બાદ આ વૃક્ષને સ્પર્શ જરૂર કરો.