આ રીતે શીખો પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખતા, કોઈપણ સમસ્યાને સરળતાથી હલ કરી શકશો

Posted by

કોઈપણ વ્યક્તિ માટે ગુસ્સો ખૂબ જ હાનિકારક હોય છે જો તમે કોઈપણ વાત પર વારંવાર ગુસ્સો કરતા હોય તો નિશ્ચિત રૂપથી કોઈને કોઈ જગ્યા પર તે તમારું કામ બગાડી શકે છે. એવું પણ જોવા મળ્યું છે કે ઘણીવાર લોકો પોતાનો ગુસ્સો પોતાની ઓફિસમાં બોસ, સહકર્મીઓ ઉપર વ્યક્ત કરી નાખે છે.

જણાવી દઈએ કે ઘણીવાર લોકો પોતાના ઘરની સમસ્યાઓને લઈને પણ કોઈના પર ગુસ્સે થઈ જતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે જ્યારે તમારું કોઇ પોતાનું અથવા તો કોઈ નજીકનું વ્યક્તિ તમારી મનપસંદ વસ્તુને તોડી નાખે છે કે બગાડી નાખે છે અથવા તો એવું પણ હોય છે કે કોઈ બાળકો સાથે તર્ક-વિતર્કને લઈને તમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તેવામાં તમે તમારું અથવા તો સામેવાળાનું કંઈક ખરાબ કરી નાખો છો.

તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા એક જ પ્રકારની સામાન્ય પરિસ્થિતિ રહેતી નથી અને હંમેશાં પરિસ્થિતિઓ સમયની સાથે બદલાતી રહે છે. તે સામાન્ય વાત કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોય તો ઘણીવાર એવું પણ બને છે કે તે વ્યક્તિને નાની-નાની વાતો પર ચિડાઇ જવું અથવા તો ગુસ્સો આવી જતો હોય છે.

તેવામાં પોતાના ગુસ્સાને નિયંત્રણ કરવા માટે એક ખૂબ જ સારો ઉપાય છે. જેનાથી તમે પોતાને એકદમ શાંત રાખી શકો છો. સૌથી પહેલા તમને એ જણાવી દઈએ કે જ્યારે પણ તમારી સામે ઘર, ઓફિસ કે રસ્તામાં કોઈ સમસ્યા આવી જાય તો તમારે ગુસ્સાની પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. તે સમયે તમારે હંમેશા એ વિચારવું જોઈએ કે તે સમસ્યાના નિવારણ કરવા માટે તમે શું કરી શકો છો.

જો તમે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવા માંગો છો તો પ્રયાસ કરો કે પોતાને એ વસ્તુઓથી દૂર રાખો જે તમારા ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યારે આપણે ગુસ્સામાં આવીને કોઈ પણ સમસ્યાનું સમાધાન વિશે વિચારવાનો પ્રયાસ કરીએ છીએ અને તે દરમિયાન જો તે વસ્તુ બરાબર ના થાય તો આપણો ગુસ્સો ખુબ જ વધારે વધી જાય છે અને તેવામાં આપણે આપણો વિવેક ગુમાવી દઈએ છીએ. એક સમય એવો પણ આવે છે જ્યારે વ્યક્તિ પોતાના ઉપરથી સંપૂર્ણરીતે નિયંત્રણ ગુમાવી દે છે. આવું કરવાથી ક્યારેક એવું બની જતું હોય છે કે જેને લઇને તમને ત્યારબાદ ખૂબ જ પસ્તાવો કરવો પડે છે.

ગુસ્સો કરવાથી આપણું નુકસાન તો થાય જ છે પરંતુ સાથે જ આપણું બ્લડપ્રેશર પણ વધી જાય છે. જો તમે આ સ્થિતિમાં શાંત અને સંયમ બનાવી રાખશો તો તે સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકે છે. જ્યારે આપણે આપણા ગુસ્સાને નિયંત્રણમાં કરી લઈએ છીએ ત્યારે આપણને બધું જ યોગ્ય લાગવા માંડે છે અને તે સમસ્યાનો રસ્તો પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આપણે કોઈપણ સમસ્યાને વધારે ઊર્જાથી હલ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *