આ ૭ બોલીવુડ સિતારાઓ મૃત્યુ બાદ કરશે પોતાના અંગોનું દાન, લિસ્ટમાં છે મોટા મોટા નામ

Posted by

બોલિવૂડના સિતારાઓ ફિલ્મોમાં કામ કરીને કેટલા અઢળક રૂપિયા કમાય છે. એ તો આપણે બધા જ જાણીએ છીએ. તેમની શાહી અને આલીશાન લાઇફ સ્ટાઇલ પણ ઘણીવાર આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ શું તમે જાણો છો તે પોતાના અંગત ખર્ચા સિવાય પણ આ બોલિવૂડ સિતારાઓ જરૂરિયાત લોકોની મદદ માટે પણ પૈસા ખર્ચ કરતા હોય છે. હાલમાં જ કોરોના કાળમાં તેઓએ ઘણા લોકોને પૈસા આપીને આર્થિકરૂપથી મદદ કરી હતી. આ લોકો ઘણા એનજીઓ સાથે પણ જોડાયેલા રહે છે. જેના માધ્યમ દ્વારા સહાયતા યોગ્ય લોકો સુધી પહોંચતી રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી અમુક બોલિવૂડ સ્ટાર્સ એવા પણ છે. જેમણે પોતાના મૃત્યુ બાદ પણ જરૂરિયાત લોકોની સહાયતા કરવાનો પ્રણ લીધો છે. તે આ મદદ પોતાનું અંગદાન કરીને કરશે. અંગદાનનો પ્રણ લેવાનો અર્થ એ છે કે તમારા મૃત્યુ પછી તમારા દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવેલ કોઈ અંગ જરૂરિયાત વ્યક્તિને દાન કરી દેવામાં આવે. તે એક ઉત્તમ કાર્ય કહી શકાય. તેનાથી કોઇ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવી શકે છે. આજે અમે તમને એ બોલિવુડ સિતારાઓ વિશે જણાવીશું. જેમણે પોતાના મૃત્યુ પછી પોતાનું અંગને દાન કરવાનો પ્રણ લીધો છે.

એશ્વર્યા રાય બચ્ચન

મિસવર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચૂકેલી એશ્વર્યારાયની સુંદરતાની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. તેમની પીંગળી અને સુંદર આંખો પૂરી દુનિયામાં ફેમસ છે. પરંતુ એશ્વર્યાએ પોતાની આંખોને દાન કરવાનું વચન લીધેલું છે. ઘણા વર્ષો પહેલા તેમણે તેમની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે મારા ગયા બાદ મારી આંખો દાન કરવામાં આવે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા તો અંગ દાન કરવામાં સૌથી આગળ નીકળી ગઈ. તેમણે કહ્યું કે મારા શરીરના બધા જ અંગો મારા ગયા પછી દાન કરી દેવામાં આવે. એકવાર ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દાનનું મહત્વ શું હોય છે તે હું સારી રીતે જાણું છું. મારા પિતાજીને પણ તેમની જરૂર પડી હતી. જો મારા મૃત્યુ બાદ કોઈનું ભલું થતું હોય તો તે સારી વાત છે. હું જીવતા સારી વ્યક્તિ ના બની શકું તો મૃત્યુ બાદ તો કોઈનું સારુ કરીને જઈશ.

સલમાન ખાન

બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને પણ મૃત્યુ પછી પોતાનું અંગદાન કરવાનો પ્રણ લીધો છે. તે પોતાના બોન માન દાન કરશે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ પોતાની પુત્રવધૂ ઐશ્વર્યારાયની જેમ જ પોતાની આંખો દાન કરવાનો પ્રણ લીધેલ છે.

આમિર ખાન – કિરણ રાવ

બોલિવૂડમાં સતત સફળ ફિલ્મો આપવા માટે લોકપ્રિય આમિરખાને પોતાની કિડની, લિવર, હૃદય, આંખો, સ્કિન અને હાડકાઓ સહિત તે બધા જ અંગોને દાન કરવાનો પ્રણ લીધો છે. જે તેમના ગયા પછી કોઈ વ્યક્તિના કામમાં આવી શકે. અમીર સિવાય તેમની પત્નિ કિરણ રાવે પણ અંગદાન કરવાનું વચન આપ્યું છે.

આર માધવન

“રહેના હૈ તેરે દિલ મે” અને ૩ ઈડિયટ્સ ફેમ આર.માધવને પણ પોતાના મૃત્યુ બાદ શરીરના બધા જ અંગોને દાન કરવાનો પ્રણ લીધો છે.

રાની મુખર્જી

એશ્વર્યારાયની જેમ જ રાની મુખર્જી પણ પોતાના મૃત્યુ બાદ પોતાની સુંદર આંખો દાન કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *