આ સસ્તા “દેશી ફ્રીજ” ની આગળ મોંઘા ફ્રીજ છે ફેઇલ, જાણો માટીના ઘડાથી પાણી પીવાના ફાયદાઓ

ગરમીની સિઝન ચાલી રહી છે. કાળઝાળ ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે. આ કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી પીવાથી જ શરીરને સંતોષ થાય છે. સામાન્યતઃ લોકો ફ્રીઝમાં રાખેલું પાણી પીવાનું વધારે પસંદ કરે છે પરંતુ ફ્રીજનું પાણી સ્વાસ્થ્ય માટે સારું  નથી. ઘણીવાર તેને પીવાથી ગળું પણ ખરાબ થઈ જાય છે. વળી ફ્રીઝના પાણીથી ગેસની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. તેવામાં ગામમાં “દેશી ફ્રીઝ” એટલે કે માટીનો ઘડો સૌથી સારો હોય છે.

ફ્રીજ આવ્યા પહેલા બધા જ લોકો માટીના ઘડામાં રાખેલું પાણી જ પીતા હતા. ગામમાં તો આજે પણ ફ્રીઝથી વધારે માટીના ઘડાને જ મહત્વ આપવામાં આવે છે. તેમાં સ્ટોર કરવામાં આવેલું પાણી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું નથી. વળી માટીના ઘડાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. તેનાથી ના તો ગળું ખરાબ થાય છે અને ના પેટ, એટલું જ નહીં તે તમારો થાક દૂર કરવામાં પણ તમારી મદદ કરે છે.

માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાની પણ પોતાની એક રીત હોય છે. જો તમે આ ખાસ રીતે તેમા પાણી સ્ટોર કરશો તો પાણી વધારે સમય સુધી ઠંડુ રહેશે. તેનાં સિવાય તે ફ્રેશ અને સ્વચ્છ પણ રહેશે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાની ટ્રીક જાણી લઈએ.

જ્યારે પણ માટલું ખરીદવા જાવ તો એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તે બધુ દૂરથી સારી રીતે પાકેલું હોય. તે ક્યાંયથી પણ ચટકેલું હોવું જોઈએ નહીં. જ્યારે માટલું ખરીદીને લાવો તો તેને એક-બે વાર ઠંડા પાણીમાં પલાળીને રાખી દો. એક વાતનું ધ્યાન રહે કે તમારે માટલાને અંદરથી હાથ નાખીને ધોવાનું નથી, નહિતર માટલાનું પાણી ઠંડુ થશે નહી.

જો તમે ઈચ્છો છો કે માટલાનું પાણી વધારે સમય સુધી ઠંડુ રહે તો તેમાં પાણી ભરતા પહેલા તેને ભીના કપડાંથી લપેટી દો. માટલાને કોઈ છાયા વાળા સ્થાન પર રાખવું જોઈએ. આ રીતે તેનું પાણી સંપૂર્ણ દિવસ ઠંડુ રહેશે.

માટલાને હંમેશા ઢાંકીને રાખવું જોઇએ. તેની સફાઈ પણ સમયસર પર થવી જોઈએ. બે થી ત્રણ અઠવાડિયામાં માટલું ખાલી કરી તેને સારી રીતે સાફ કરી લેવું જોઈએ. ત્યારબાદ તેને થોડા સમય સુધી તડકામાં રાખી દેવું જોઈએ. તેનાથી તેની અંદર રહેલા ઝેરી તત્વો સમાપ્ત થઈ જશે.