૧૦ લાખ રૂપિયાથી સસ્તી આ ૭ સીટર કારમાં મળે છે શાનદાર માઇલેજ, તસ્વીરમાં પસંદ કરો તમારી ફેવરિટ કાર

Posted by

ભારતીય બજારમાં ૭-સીટર કારની માંગ માં ખુબ જ વધારો થઈ રહ્યો છે. આ વાતનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે બજારમાં ૭-સીટર SUV અને MPV ની સંખ્યા ઘણી વધી ચુકી છે. તેવામાં આજે અમે તમને તે ૭ સીટર કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆતની કિંમત ૧૦ લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ કારમાં Maruti Suzuki Ertiga, Renault Triber, Datsun Go Plus થી લઈને Mahindra Bolero અને Mahindra Bolero Neo સામેલ છે. આજે અમે તમને આ સસ્તી અને શાનદાર માઇલેજ વાળી ૭-સીટર કારનાં પરફોર્મન્સ અને કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેનાં પર એક નજર નાખી લઈએ.

Renault Triber

આ કાર ફ્રાંસીસી વાહન નિર્માતા તરફથી બનાવવામાં આવેલી ભારતીય બજારમાં સૌથી સસ્તી ૭-સીટર કાર માંથી એક છે. આ મોડલ ૭-સીટર વિકલ્પ સાથે આવે છે. જો કે ગ્રાહકો ઇચ્છે તો કેબિનની અંદર વધારે જગ્યા બનાવવા માટે છેલ્લી સીટ ને હટાવી શકે છે. આ ભારતમાં વેચાતી સૌથી સસ્તી ૭-સીટર કારમાંથી એક છે કારણ કે તેના બેઝ વેરિએન્ટની કિંમત ૫.૫૦ લાખ રૂપિયા છે. તેનાં ટોપ વેરીએન્ટની કિંમત ૭.૯૫ લાખ રૂપિયાની આસપાસ છે.

Renault Triber MPV 1.0 લીટર ૩ સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે વધારેમાં વધારે 70 bhp પાવર આઉટપુટ અને 96 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમીશન વિકલ્પોમાં ૫-સ્પીડ મેન્યુઅલ અને ૫-સ્પીડ એએમટી (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન) સામેલ છે.

Datsun Go Plus

નિશાન એ વૈશ્વિક બજારમાંથી Datsun બ્રાન્ડને ધીમે-ધીમે સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ભારતમાં હજુ પણ ડેટસન કારનું વેચાણ ચાલુ છે. આ બ્રાન્ડની એન્ટ્રી લેવલ MUV, ડેટસન ગો પ્લસ હાલમાં ભારતની સૌથી સસ્તી ૭-સીટર કાર છે. તે ૪.૨૬ લાખ રૂપિયાની શરૂઆતની કિંમતમાં પણ ઉપલબ્ધ છે, જે ટોપ સ્પેક મોડલ માટે ૭ લાખ રૂપિયા સુધી જાય છે. ડેટસન ગો પ્લસ ૧.૨ લીટર ૩-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પર ચાલે છે. તે 76 bhp નો પાવર અને 104 nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પમાં ૫-સ્પીડ મેન્યુઅલ અને સિવિટી ઓટોમેટીક સામેલ છે.

Mahindra Bolero

નાના શહેર અને ગ્રામીણ ભાગમાં મહેન્દ્રાની ટફ લુકિંગ બોલેરોની ખુબ જ માંગ છે. આ ભારતની સૌથી વધારે વેચાતી SUV  છે. વર્ષ ૨૦૦૦ માં લોન્ચ થયા બાદ કંપનીએ તેની ૧૩ લાખથી વધારે કારનું વેચાણ કર્યું છે. બોલેરો ત્રણ વેરિએન્ટમાં આવે છે, જેમાં B4, B6 અને B6 Opt સામેલ છે, તેની કિંમત ક્રમશઃ ૮.૬૨ લાખ રૂપિયા, ૯.૩૬ લાખ રૂપિયા અને ૯.૬૧ લાખ રૂપિયા છે. તેમાં 1.5 લીટર mHawk 75 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 75 બીએચપીનો પાવર અને 210 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં ૫-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે, જેના દ્વારા પાવરને છેલ્લા પૈડા સુધી પહોંચાડવામાં આવે છે.

Mahindra Bolero Neo

મહેન્દ્રની નવી બોલેરો Neo ના રૂપમાં TUV300 કોમ્પેક્ટને ફરી એકવાર રજુ કરવામાં આવી છે. આ TUV-300 જેવી દેખાય છે. જોકે તેમાં નવા ગ્રીલ, નવી લાઇટિંગ સિસ્ટમ અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે ડિઝાઇનને કંઈક અલગ જ બનાવે છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં આવે છે, જેમાં N4, N8 અને N10 સામેલ છે. તેની ક્રમશઃ કિંમત ૮.૪૮ લાખ રૂપિયા, ૯.૪૮ લાખ રૂપિયા અને ૯.૯૯ લાખ રૂપિયા છે.

પાવર માટે આ સબ કોમ્પેક્ટ SUV માં BS 6 કંપ્લાઈન્ટ વાળું 1.5 લીટર, ૩-સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 100 BHP નો પાવર અને 260 NM નો ટોર્ક જનરેટ કરે છે. તેનો ટોર્ક આઉટપુટ  પોતાના જુના વર્ઝનની તુલનામાં 20 NM વધારે છે. નવી બોલેરો NEO ૭-સીટર SUV ને સ્ટાન્ડર્ડ રીતે RWD મળે છે અને ટોપ એન્ડ N10 ટ્રિમ માટે મિકેનિકલ લોકીંગ ડીફ્રેન્શિયલ મળે છે.

Maruti Suzuki Ertiga

Maruti Suzuki Ertiga ભારતની સૌથી વધારે વેચાતી MPV છે. તે ભારતીય બજારમાં પેટ્રોલ અને સીએનજી બંને વર્ઝનમાં આવે છે. જણાવી દઈએ કે BS 6 એન્જિન આવવા પર તેના ડીઝલ વર્ઝનને બંધ કરવામાં આવ્યું છે. Ertiga MPV ની કિંમત ૭.૭૮ લાખ રૂપિયાથી ૧૦.૫૬ લાખ રૂપિયા વચ્ચે છે. CNG વર્ઝન VXI ટ્રિમ પર રજુ કરે છે, તેની કિંમત ૯.૪૭ લાખ રૂપિયા છે.

આ SHVS માઈલ્ડ હાઇબ્રીડ સિસ્ટમ સાથે ૧.૫ લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેનું એન્જિન 103 BHP પાવર અને 138 NM ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ સાથે 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. સીએનજી ની વાત કરીએ તો તેમાં 1.5 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. જે 91 BHP પાવર અને 122 NM નો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ થી લેસ છે.