આ સિતારાઓ પર ચડી ગયો હતો સફળતાનો નશો, ફિલ્મો હિટ થતાં જ વધારી દીધી ફી

Posted by

બોલીવુડ સિતારાઓ હંમેશા પોતાની ફિ ને લઈને ચર્ચામાં બનેલા રહે છે. તમે બધા જ જાણતા હશો કે સિતારાઓને ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા મળે છે. વળી ઘણીવાર એવું પણ બને છે કે બોલીવુડ સિતારાઓ જો હિટ ફિલ્મો આપવામાં સફળ થઈ જાય છે તો તે તરત જ પોતાની ફી માં વધારો કરે છે. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં ક્યા ક્યા સ્ટાર્સ સામેલ છે.

દિપીકા પાદુકોણ

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓનાં લિસ્ટમાં સામેલ દિપીકા પાદુકોણ આ લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. આમ તો દિપીકા ફિલ્મોમાં કામ કરવા માટે મોટી રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે તેમણે ફિલ્મ “પદ્માવત” માં એક્ટિંગ કરી હતી તો તેમના માટે દિપીકાએ ૧૩ કરોડ રૂપિયાની મોટી રકમ લીધી હતી અને તે સમયની સૌથી વધારે ફી લેવાવાળી અભિનેત્રી બની ગઇ હતી. વળી શાહિદ અને રણવીરને આ ફિલ્મ માટે ૧૦-૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા. “પદ્માવત” એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ “પદ્માવત” ના હિટ થયા બાદ દિપીકાએ પોતાની ફી માં વધારો કર્યો હતો. હવે તે ફિલ્મ “૮૩” માટે ૧૪ કરોડ રૂપિયા વસૂલ કરી રહી છે.

રણવીર સિંહ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી દમદાર અભિનેતા રણવીર સિંહ પણ આ મામલામાં કોઈથી પાછળ રહે તેમ નથી. તેમણે અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાં “પદ્માવત” પણ સામેલ છે, જેમાં રણવીર એ ખીલજીના કિરદારને ખૂબ જ સારી રીતે નિભાવ્યું હતું. તેમના માટે તેમને ૧૦ કરોડ રૂપિયાની ફી મળી હતી. ફિલ્મમાં જબરદસ્ત રોલ પ્લે કર્યા બાદ તેમની ખૂબ જ પ્રશંસા થઇ હતી તેથી તેમણે પોતાની ફિ માં વધારો કર્યો હતો. ખબરોનું માનીએ તો ફિલ્મ ૮૩ માટે રણવીર સિંહને ૧૩ કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

કંગના રનૌ

બોલિવૂડ ક્વીન કંગના હંમેશા પોતાના બિન્દાસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. તે દરેક મુદ્દાઓ પર ખુલીને પોતાનું મંતવ્ય આપે છે. જોકે ફિલ્મ “ક્વીન” થી કંગનાની કિસ્મત જ પલટાઈ ગઈ અને તે બોલિવુડમાં સૌથી વધારે ફી લેવાવાળી અભિનેત્રી બની ગઈ. મીડિયા રિપોર્ટસનું માનીએ તો કંગના પોતાની આવનારી ફિલ્મ “થલાઈવી” માટે ૨૪ કરોડ રૂપિયા લઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના તામિલનાડુની દિવંગત મુખ્યમંત્રી જયલલીતા ના કિરદારમાં નજર આવશે. ફિલ્મના અમુક પોસ્ટરો સામે આવી ચૂક્યા છે, જેમાં કંગના ખૂબ જ દમદાર નજર આવી રહી છે.

આયુષ્માન ખુરાના

લીકથી હટીને ફિલ્મ કરવા માટે મશહૂર આયુષ્માન ખુરાના ફિલ્મ “ડ્રીમગર્લ” ની સફળતા બાદ પોતાની ફી માં ખૂબ જ વધારો કર્યો હતો. રિપોર્ટનું માનીએ તો પહેલા આયુષ્માનને એક ફિલ્મ માટે ૨ કરોડ રૂપિયા મળતા હતાં પરંતુ હવે તેમને ૧૦ કરોડ રૂપિયા જેવી ફી મળે છે.

રણબીર કપૂર

બોલીવૂડના સૌથી ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર પણ આ લીસ્ટમાં સામેલ છે. ૨૦૧૮ માં આવેલી તેમની ફિલ્મ “સંજુ” એ બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી અને આ ફિલ્મમાં રણબીરએ પોતાના આલોચકોને જોરદાર જવાબ આપ્યો હતો. આ ફિલ્મમાં તેમના કિરદારને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ જબરદસ્ત હિટ રહી અને ત્યારબાદથી તેમણે પોતાના વિજ્ઞાપનની ફી ૩ કરોડ રૂપિયાથી વધારીને ૬ કરોડ રૂપિયા કરી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *