આ સુંદર જગ્યા પર ૭ ફેરા ફરશે વરુણ અને નતાશા, એક રાતનું ભાડું સાંભળીને ઉડી જશે તમારા હોશ

Posted by

હિન્દી સિનેમાનાં અભિનેતા વરુણ ધવન પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ચૂકી છે. ૨૪  જાન્યુઆરીનાં રોજ બંનેનાં લગ્ન ધામધૂમથી થશે. જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ અને નતાશાનાં લગ્ન પંજાબી રીતિ-રિવાજોથી સંપન્ન થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ લગ્ન ખૂબ જ પ્રાઇવેટ સેરેમનીનાં રૂપમાં સંપન્ન થશે. આ લગ્નમાં પરિવાર  અને નજીકના મિત્રોની સાથે જ બોલીવુડથી પણ અમુક મોટા નામ સામેલ થશે.

ખબરો મળી રહી છે કે વરુણ પોતાની દુલ્હનિયા નતાશાની સાથે ૨૪ જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રના અલીબાગની આ સુંદર જગ્યા પર ૭ ફેરા ફરશે. આ લગ્ન અલીબાગનાં “ધ મેંશન હાઉસ” માં થશે. તો ચાલો જાણી લઈએ “ધ મેંશન હાઉસ” સાથે જોડાયેલ અમુક ખાસ વાતોના વિશે.

અલીબાગનાં “ધ મેંશન હાઉસ”ને ખૂબ જ સુંદર જગ્યાનાં રૂપમાં જાણવામાં આવે છે. જણાવવામાં આવે છે કે તેમાં લગભગ ૨૫ રૂમ બનેલા છે. આલીશાન રૂપથી કોઈપણ સમારોહ, કાર્યક્રમ વગેરે માટે આ બેસ્ટ જગ્યા હોઈ શકે છે. “ધ મેંશન હાઉસ” સફેદ રંગમાં બનેલ છે. શાનદાર અનુભવ માટે તેમાં એક સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે.

અલીબાગની આ જગ્યા ખૂબ જ સુંદર અને દર્શનીય છે. અહીં આરામથી કોઈપણ કાર્યક્રમ સરળતાની સાથે સંપન્ન કરી શકાય છે. પ્રાપ્ત જાણકારીના અનુસાર આ મેંશન Sasawane બીચથી વોકિંગ ડિસ્ટન્સ પર સ્થિત છે. ખર્ચની વાત કરવામાં આવે તો આ સંપૂર્ણ મેંશનને એક રાત માટે બુક કરાવવા માટે લગભગ ૪ લાખ રૂપિયા જેવી ભારે ભરખમ રકમ ચૂકવવી પડે છે. તેમાં ભોજન પણ સામેલ રહે છે.

Sasawane બીચથી “ધ મેંશન હાઉસ” પહોંચવા માટે હોડીનો પણ સહારો લઇ શકાય છે. આ મેન્શનમાં Sky Deck Rooms, Cove Rooms અને Palm court Rooms સહિત ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે આ શાનદાર જગ્યા પર ઘણા રેસ્ટોરન્ટ પણ બનેલા છે. જેમાં The Secret Garden માં તમે નાસ્તો પણ કરી શકો છો અને The Poolside Cabana Cove માં તમે રાતનું ભોજન પણ કરી શકો છો.

આ રેસ્ટોરન્ટ સિવાય The West Coast Terrace અને The Living Room and The verandah પણ અહીંયા સ્થિત છે. આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવાની સાથે જ પુલ સાઈડનો આનંદ પણ ઉઠાવી શકો છો. ખૂબ જ જલ્દી અહીંયા બોલીવુડના મોટા સિતારાઓનો જમાવડો લાગવાનો છે. બધા જ સિતારાઓ વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નમાં સામેલ થવા માટે આવી રહ્યા છે.

આ સિતારાઓ થશે સામેલ

વરુણ અને નતાશા ના લગ્ન માટે કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સારા અલી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોડા, જ્હાન્વી કપૂર-ખુશી કપૂર, કેટરીના કૈફ, નીતુ કપૂર, કિયારા આડવાણી, અનિલ કપૂર, રિયા કપૂર, હર્ષવર્ધન કપુર, સલમાન ખાન, આલિયા ભટ્ટ, અભિનેતા રણબીર વગેરે સામેલ થશે. તમને જણાવી દઈએ કે શુક્રવારના રોજ વરુણ અને નતાશા ના લગ્નમાં સંગીત સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે. બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતાં અને તેમની વચ્ચે સ્કૂલના સમયથી જ મિત્રતા થઈ ગઈ હતી. બંને જ્યારે થોડા મોટા થયા તો બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ પાંગરવા લાગ્યો. બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં. વરુણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ ૯ વર્ષથી કામ કરી રહ્યા છે અને તે કરિયરના શરૂઆતના દિવસોમાં પોતાના સંબંધને લઈને વાત કરતા ના હતાં. તેમને ઘણીવાર નતાશાની સાથે સ્પોટ કરવામાં આવ્યા હતાં.

વર્ષ ૨૦૧૮ માં વરુણે ફિલ્મ મેકર કરણ જોહરના ટોક શો “કોફી વિથ કરણ” દરમિયાન નતાશા સાથે પોતાના સંબંધની વાત કબૂલી હતી. સાથે જ તે ત્યારબાદ અભિનેત્રી કરિના કપૂર ખાનના ચેટ શો માં પણ નતાશા સાથેના સંબંધને લઈને વાત કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *