૧૮ નવેમ્બરે ઇન્ડિયામાં લોન્ચ થશે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કુટર, બદલાઇ જશે ઇલેક્ટ્રિક વ્હિકલનું બજાર

Posted by

ઇલેક્ટ્રિક વ્હિકલનું માર્કેટ ઇન્ડિયામાં ઝડપથી પોતાની પકડ બનાવી રહ્યું છે. ઘણા જાણીતા નામ દેશનાં ઇલેક્ટ્રિક વ્હિકલ બજારમાં પોતાનું ભવિષ્ય અજમાવવાની કોશિશ કરી રહ્યાં છે અને ભારતીય જનતાની રુચિ પણ ઇલેક્ટિકથી ચાલવા વાળા વાહનોમાં વધવા લાગી છે. થોડા દિવસો પહેલાં જ મારુતિ સુઝુકીની તરફથી એવી ખબર મળી છે કે કંપની વર્ષ ૨૦૨૫ માં પોતાની ઇલેક્ટ્રિક કાર ઇન્ડિયામાં લોન્ચ કરશે.

વળી કોઈ નવા અને સારા ઈલેક્ટ્રીક સ્કુટરની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે કે આગામી ૧૮ મી નવેમ્બરે ઇન્ડિયામાં Suzuki Burgman ઇલેક્ટ્રિક સ્કુટર પણ લોન્ચ થવા જઈ રહ્યું છે. Suzuki Burgman ઇલેક્ટ્રિક સ્કુટર આગામી ૧૮ મી નવેમ્બરે ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવશે. કંપની દ્વારા પહેલા લોન્ચ કરવામાં આવી ચુકેલા પેટ્રોલ મોડલનું જ તે બીજું સંસ્કરણ હશે, જે ઈલેક્ટ્રીક સ્કુટરનાં રૂપમાં બજારમાં ઉતારવામાં આવશે.

કંપનીએ ઘોષણા કરી દીધી છે કે, ૧૮ નવેમ્બરનાં રોજ બપોરે ૩ વાગ્યે સુઝુકી તરફથી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે અને આ ઇવેન્ટનાં મંચ પર તે નવા ઈલેક્ટ્રીક સ્કુટરને ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. Suzuki Burgman E -Scooter નાં ફીચર્સ વગેરેની તમામ જાણકારી સામે આવી નથી પરંતુ ઘણા હદ સુધી હાલનાં મોડેલ જેવું જ નજર આવી રહ્યું છે. હાલમાં ૧૮ નવેમ્બરે અમે આ ઈલેક્ટ્રીક સ્કુટરની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ જાણકારી તમારા સુધી પહોંચાડી શકીશું.

Maruti Suzuki Electric Car

મારુતિ ઇન્ડિયન મારુતિ અને જાપાની સુઝુકી બંને સાથે મળીને ઈલેક્ટ્રીક  વ્હિકલનાં કાર સેગમેન્ટમાં પણ પોતાના હાથ અજમાવવાની છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઇન્ડિયામાં પોતાની ઇલેક્ટ્રિક કાર જરૂર લોન્ચ કરશે, જેને વર્ષ ૨૦૨૫ સુધીમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. કંપની પોતાના ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ પર કામ શરૂ કરી ચુકી છે અને તેનો પ્લાન ઇન્ડિયામાં દર મહિને ૧૦ હજાર ઇલેક્ટ્રિક કાર વેચવાનો છે. મારુતિ સુઝુકીનું કહેવાનું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર દેશમાં રહેલી અન્ય ગાડીઓની તુલનામાં સસ્તી હશે.

E-Amrit Web Portal

તમને જણાવી દઈએ કે ભારત સરકારે આજે ઇલેક્ટ્રિક વાહનો માટે નવું વેબપોર્ટલ E-Amrit  લોન્ચ કર્યું છે. આ વેબસાઈટ ઈલેક્ટ્રીક વાહન સાથે જોડાયેલી તમામ સુચનાઓ જેમકે, ઇવી ની ખરીદી, રોકાણનાં અવસર, નીતિઓ અને સબસીડી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે અને વીજળીથી ચલાવવા વાળા વાહનોની તમામ જાણકારી પ્રાપ્ત કરી શકાશે. માત્ર એટલું જ નહી, આ વેબપોર્ટલ ઈલેક્ટ્રીક વાહનોની જાગૃતતાને પ્રોત્સાહન આપશે, સાથે જ ઈલેક્ટ્રીક ગાડીને લઈને ચાલી રહેલી અફવાઓને પણ દુર કરશે.