ઇન્ટરનેટની દુનિયા પર હંમેશા કોઈને કોઈ વસ્તુ વાયરલ થતી રહે છે. અમુક એવી વસ્તુઓ હોય છે, જે મનુષ્યનાં મગજને ગોટાળે ચડાવી દે છે તો તમારી સાથે ઘણીવાર એવું પણ થયું હશે કે તમારી સામે કોઈ વસ્તુ રાખી હોય પરંતુ સામે તે વસ્તુ હોતી નથી, તેને જ નજરનો દગો કહેવામાં આવે છે. ઘણીવાર એવું લાગે છે કે હમણાં જ આપણે પોતાની નજર સામે જે વસ્તુ આપણે જોઈ હતી તે ખરેખર નજરનો દગો હતો એટલે કે ઘણીવાર જે વસ્તુ આપણને દેખાય છે, હકિકતમાં તે હોતી નથી.
ઘણીવાર આપણને આંખોનો દગો પણ થઈ જાય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન તેનું જ એક ઉદાહરણ છે. હાલનાં દિવસોમાં ઇન્ટરનેટ પર ઓપ્ટિકલ ઇલ્યુઝન વળી તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકો પણ આ કોયડાને ઉકેલવાનું ખુબ જ પસંદ કરે છે. હાલનાં સમયમાં ઈન્ટરનેટ પર એક એવી જ તસ્વીર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે, જેને જોઈને મોટાભાગનાં લોકોની આંખો દગો ખાઈ રહી છે.
આ તસ્વીરમાં તમને શું દેખાય રહ્યું છે, તેને શોધવામાં તમારું મગજ ચકરાઈ જશે. હકિકતમાં જેણે પણ આ તસ્વીર શેર કરી છે, તેનું કહેવાનું છે કે તસ્વીરમાં બિલાડી કે હરણ નજર આવી રહ્યા છે પરંતુ જે લોકો પણ આ તસ્વીરમાં જાનવરને શોધવાની કોશિશ કરી રહ્યા છે, તેમને તેમાં માત્ર આડી-ત્રાસી લાઈન સિવાય કંઈપણ દેખાઇ રહ્યું નથી. આ કોયડાને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે કોઈપણ મનુષ્યનું મગજ ફરી જાય.
તસ્વીર જોઈને માથું ચકરાઈ જશે
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસ્વીરને તમે જોઈ શકો છો. હકિકતમાં આ તસ્વીરમાં જે દેખાઈ રહ્યું છે, વાસ્તવિકતામાં એવું જરા પણ નથી અને જે આ તસ્વીરની અંદર છે, તે આપણે જોઈ શકતા નથી. તેમાં એક જાનવર છે, જેને આપણી નજર જોઈ શકતી નથી. આ કોયડાનો સવાલ ઉકેલવામાં તમારું મગજ ચકરાઈ જશે. આ તસ્વીર ટ્વિટર યુઝર્સ @tlhicks713 એ શેર કરી છે, જેને ઘણા લોકો દ્વારા લાઈક કરવામાં આવી ચુકી છે. આ તસ્વીરને ઘણા લોકોએ ખુબ જ ધ્યાનથી જોઇ છે પરંતુ મોટાભાગનાં લોકો આ તસ્વીરમાં છુપાયેલા જાનવરને શોધવામાં નિષ્ફળ ગયાં છે.
આ તસ્વીરને શેર કરતા ટ્વિટર યુઝર્સે લખ્યુ કે, “નિર્ભર કરે છે કે તમારું દિમાગ (ડાબુ કે જમણુ મસ્તિષ્ક) કેવી રીતે કામ કરે છે. આ પેટર્નમાં તમે એક બિલાડી કે પછી એક હરણને જોઈ શકશો. તેમાં સૌથી મહત્વની વાત એ છે કે તમને જે પણ જાનવર નજર આવશે, તે આ તસ્વીરનો ભાગ નથી. તે માત્ર તમારા મસ્તિષ્ક દ્વારા રચવામાં આવેલું એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. જો તમે પેટર્નનાં કોઈપણ ભાગ ને ઝુમ કરશો તો ઇલ્યુઝન (ભ્રમ) ગાયબ થઈ જશે.
સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે આવા જવાબ
વાયરલ થઇ રહેલી આ તસ્વીરને લોકોએ ઘણી ધ્યાનથી જોઈ અને અમુક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું કે, “મને તો પેટર્નમાં બિલાડી દેખાઈ રહી નથી”. વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “મને એક બિલાડી દેખાઈ પરંતુ બાદમાં હું આ તસ્વીરને બિલાડી વગર પણ જોઈ શકું છું”. હવે તમને લોકોને તેમાં કંઈક દેખાયું કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.