પ્રેમ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. કોઈપણ વ્યક્તિનું જીવન પ્રેમ વગર ખુબ જ નિસ્તેજ બની જતું હોય છે. પ્રેમ જીવનમાં ઉમંગ અને તરંગ લાવે છે. પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. તેના માટે ઉંમર ક્યારેય પણ અવરોધ બનતી નથી. જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય છે તો તે પોતાનો પૂરો સમય પોતાના પાર્ટનરની સાથે જ પસાર કરવા માંગે છે. તેમને તેમની સિવાય કંઇ પણ સારું લાગતું નથી.
અમુક લોકોને હોય છે ફક્ત શારીરિક આકર્ષણ
પ્રેમ થઇ ગયા બાદ વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે પોતાના દિલની બધી જ વાતો શેર કરવા માંગે છે. જ્યારે તેનાથી ઊલટું અમુક એવા લોકો પણ હોય છે જેમને યુવતીઓની ઉપર ક્રશ તો હોય છે પરંતુ પ્રેમના લીધે નહી ફક્ત શારીરિક આકર્ષણના લીધે હોય છે. ખૂબ જ સરળતાથી શારીરિક આકર્ષણના સંકેતોને ઓળખી શકાય છે. જો તમે પણ તે જાણવા માંગતા હોય કે તમારો પાર્ટનર હકીકતમાં તમને પ્રેમ કરે છે કે તેમને ફક્ત તમારા પ્રત્યે શારીરિક આકર્ષણ છે તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો.
વધારે વાત ના કરતા હોય
જ્યારે તમારો પાર્ટનર તમારી સાથે વધારે વાતો કરતો નથી અને ફક્ત સામે બેસીને તમે બંને એકબીજાને ફક્ત જોતાં જ રહો છો તો સમજી જાઓ કે તમારા બંનેની વચ્ચે ફક્ત શારીરિક આકર્ષણ જ વધારે છે.
નજીક આવવા પર થાય છે અજીબ અહેસાસ
જ્યારે બંને આસપાસ હોય છે તો અજીબ વાતાવરણ બની જાય છે. એકબીજાની સામે આવવા પર બંનેના હૃદયના ધબકારા વધવા લાગે છે અને તેમને જોતા જ શારીરિક સંબંધ બનાવવાની મનમાં ઈચ્છા થવા લાગે છે તો સમજી જાઓ કે પ્રેમથી વધારે શારીરિક આકર્ષણ છે.
વધારે પડતું જોવાની આદત
જ્યારે સામેવાળી વ્યક્તિ તમને લાંબા સમય સુધી ઘુરતી રહે છે અને જો તમે પણ તેમની તરફ એવી રીતે જ જોવા લાગો છો અને થોડા સમય બાદ અજીબ લાગણીનો અહેસાસ થવા લાગે છે. જો આવું થાય છે તો સમજી જાઓ કે શારીરિક આકર્ષણ જ છે જે એકબીજાને ખેંચી રહ્યું છે.
હાવ-ભાવ
જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈ સાથે ફક્ત શારીરિક આકર્ષણ હોય છે તો તેમનો હાવ-ભાવ બદલતો રહે છે. તેમની બોડી લેંગ્વેજ પણ સમય સમય પર બદલતી રહે છે.