આ વૃદ્ધ મહિલા સામે મોટા મોટા સ્ટાર્સનું પણ ઝૂકી જાય છે માથું, કારણ જાણીને થઈ જશો સ્તબ્ધ

Posted by

કહેવામા આવે છે કે જ્યારે માણસનો સમય બદલાય છે તો વાર નથી લાગતી અને ના તો તેને ખબર પડે છે. સફળતા એ નથી જોતી કે તે માણસ ગરીબ છે કે અમીર. બસ જેને સફળતા મળવાની હોય છે તેને રાતોરાત સફળતા મળી જાય છે અને ચમકતા સિતારાની જેમ તે આકાશમાં છવાઈ જાય છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ વૃદ્ધ છે પરંતુ તેની લોકપ્રિયતા કોઈ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. ભલે તેમના ચહેરા પર ચમક ના હોય પરંતુ તેમની કિસ્મત ખૂબ જ ચમકદાર છે. કદાચ એટલા માટે જ બોલીવુડ સ્ટાર તેમને ત્યાં જઈને જમીન પર બેસીને ચા નો આનંદ માણે છે. બોલીવુડના ઘણા સ્ટાર્સને તેમના હાથની ચા ખૂબ જ પસંદ છે. તેથી તેની પાસે જઈને તેમના હાથની ચા પીવે છે. તો ચાલો જાણીએ કે આ વૃદ્ધ મહિલા કોણ છે અને તેમની ચા આટલી પ્રખ્યાત શા માટે છે.

ચા નો કમાલ તો તમે જોઈ જ ચૂક્યા છો. વાત કરીએ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની તો એવું કહેવામા આવે છે કે અને કદાચ તે સાચું પણ હોય શકે કે તે પહેલા ચા બનાવતા હતાં અને બધાને ચા પીવડાવતા હતાં. પરંતુ આજે તેમનું નસીબ એવું ચમક્યું કે તે આજે ભારત દેશના પ્રધાનમંત્રી છે. આજે નરેન્દ્ર મોદીજી એ પોતાની ઓળખાણ ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ એ રીતે બનાવી છે કે લોકો તેમના નામથી જ તેમના કામને ઓળખી લે છે.

પરંતુ આજે આપણે શ્રી નરેન્દ્ર મોદી વિશે વાત નથી કરી રહ્યા. મુદ્દો તો ચા નો છે. ફક્ત ચા થી માણસ કેટલો લોકપ્રિય થઈ શકે છે તે આ વૃદ્ધ મહિલાની ચમક જોઈને તમે જાણી શકો છો. જે વૃદ્ધ મહિલાને તમે આ તસવીરોમાં જોઇ રહ્યા છો તે કોઈ મામૂલી મહિલા નથી પરંતુ એક એવી મહિલા છે. જેને ત્યાં મોટા મોટા સેલિબ્રિટીઝ આવીને જમીન પર બેસીને ચા નો આનંદ માણે છે. તમે પણ આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા હશો પરંતુ તે સત્ય છે.

ખરેખર જે મહિલાને તમે જોઈ રહ્યા છો તે મહિલા નો ફોટો શેખર કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને આ મહિલાની તસવીર જોઈને બધા જ સેલિબ્રિટીઝ ને જાણવું હતું કે આ મહિલા કોણ છે કે જેને ત્યાં મોટા મોટા બોલિવૂડ સ્ટાર્સ જઈને જમીન પર બેસીને ચા પીવે છે. જ્યારે આ વૃદ્ધ મહિલા પાસે તો એટલા પૈસા પણ નથી. જેટલા બીજા ચા વાળા લોકો પાસે હોય છે. એક નાની એવી ઝૂંપડીમાં રહેવા વાળી આ વૃદ્ધ મહિલા ચા બનાવવાનું કામ કરે છે અને બધાને ચા પીવડાવે છે.

હકીકતમાં થોડા વર્ષો પહેલા આ વૃદ્ધ મહિલાના પતિ નું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ પોતાના ઘરને ચલાવવા માટે ઝૂંપડીની બહાર એક નાની એવી જગ્યામાં ચા બનાવવાનું કામ શરૂ કર્યું હતું. એકવાર જ્યારે જેકી શ્રોફ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે આ વૃદ્ધ મહિલાના હાથની ચા પીધી હતી અને તે પણ જમીન પર બેસીને. ત્યારબાદથી તે તેમની ચા ના દિવાના થઇ ગયા હતાં. અત્યારે આ વૃદ્ધ મહિલાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે મોટા મોટા સ્ટાર્સ પણ તેમની પાસે કઈ જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *