આ વૃક્ષની ૨૪ કલાક કરવામાં આવે છે સુરક્ષા, તેનું એક પાંદડું પણ તુટે છે તો ટેન્શનમાં આવી જાય છે સરકાર, જાણો કારણ

Posted by

કદાચ જ તમે સાંભળ્યું હશે કે કોઈ વૃક્ષની સુરક્ષામાં ૨૪ કલાક સિક્યુરિટી ગાર્ડ હાજર રહે છે. કોઇ વીઆઇપી વ્યક્તિની જેમ જ તેની સુરક્ષા કરવામાં આવે છે. જો આ વૃક્ષનું એક પાન પણ તુટે છે તો પ્રશાસન ટેન્શનમાં આવી જાય છે. ખાસ વાત એ પણ છે કે આ વૃક્ષનું કોઈ વીઆઇપી વ્યક્તિની જેમ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ એક વીવીઆઇપી વૃક્ષ વિશે, જેની સુરક્ષા પણ વીઆઇપી થી ઓછી હોતી નથી.

આ વૃક્ષ એટલા માટે પણ ખાસ છે કારણકે તે એક બોધી વૃક્ષ છે. તેને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિએ અહીં આવીને રોપ્યું હતું. જણાવવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ ગુરુઓ માને છે કે ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષની નીચે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વળી ભારત થી સમ્રાટ અશોક પણ આ વૃક્ષની શાખાઓને શ્રીલંકા લઈ ગયા હતાં.

દર ૧૫ દિવસે થાય છે મેડિકલ ચેકઅપ

સાંચી સ્તુપ એક પહાડી પર એક વિરાન સ્થાન પર આ વૃક્ષને રોપવામાં આવ્યું છે જ્યારે આ વૃક્ષ મોટું થઈ જશે તો ઘણા કિલોમીટર દુર થી તેનાં દર્શન કરી શકાશે. આ વૃક્ષનાં સ્વાસ્થ્યનું ધ્યાન કોઈ મનુષ્યની જેમ જ રાખવામાં આવે છે. દર ૧૫ દિવસે એકવાર સરકાર તપાસ કરાવે છે. જરૂરી ખાદ્ય અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

૨૪ કલાક રહે છે સુરક્ષા

સરકાર પણ કોશિશ કરતી રહે છે કે વૃક્ષનું એક પાન પણ તુટી ના જાય એટલા માટે ૨૪ કલાક સુરક્ષા કરવામાં આવે છે. આ વૃક્ષને ચારેય તરફ ફેન્સીંગથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે. જો એક પાન પણ તુટે છે તો પ્રસાશન ટેન્શનમાં આવી જાય છે.

કારણથી બની ગયું વીવીઆઇપી વૃક્ષ

સામાન્ય રીતે લોકો તેને પીપળાનું વૃક્ષ માને છે પરંતુ તેની કડક સુરક્ષાને જોઈને દરેક લોકોનાં મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠે છે કે આ વૃક્ષ આટલું ખાસ કેમ છે ?. ૧૫ ફુટ ઉંચી  જાળીઓથી ઘેરાયેલું અને આસપાસ ઉભેલા પોલીસ જવાનોને જોઈને આ વૃક્ષ કોઈ વીવીઆઈપી જેવું જ લાગે છે. તેની સુરક્ષા અને તેનાં સ્વાસ્થ્યનું ધ્યાન જ્યારે સરકાર રાખે છે તો લોકો તેને વીવીઆઇપી વૃક્ષ કહેવા લાગ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા માટે આ અતિવિશિષ્ટ વૃક્ષ મધ્યપ્રદેશની રાજધાની પાસે સ્થિત સાંચી ની પહાડી પર સ્થિત છે. અહીં પર્યટકો પણ જોવા માટે મોટી સંખ્યામાં આવે છે.

સરકાર રાખે છે ધ્યાન

સરકારે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરી રાખી છે. તેની દેખરેખ ઉધ્યનિકી વિભાગ, રાજસ્વ, પોલીસ અને સાંચી નગર પરિષદ મળીને કરે છે. આ તમામ વિભાગ આ બોઘી વૃક્ષનું ધ્યાન રાખવા માટે હંમેશા એલર્ટ મોડમાં રહે છે.

એક નજર

  • ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨માં શ્રીલંકાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દ્ર રાજપક્ષે તેને રોપ્યું હતું.
  • મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે તેમણે પહાડી બોઘી વૃક્ષ રોપ્યું હતું.
  • ભગવાન ગૌતમ બુદ્ધે પીપળાનાં આ વૃક્ષ નીચે બેસી બૌધિત્વને પ્રાપ્ત કર્યું હતું.
  • બૌદ્ધ ધર્મમાં તેને બોધિવૃક્ષ કહેવામાં આવે છે. બૌદ્ધ અનુયાયીઓ માટે આ વૃક્ષ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.
  • બૌદ્ધ યુનિવર્સિટીની પહાડી પર આ વૃક્ષ સ્થિત છે.
  • શરૂઆતથી લઈને અત્યાર સુધી આ વૃક્ષ પર લાખો રૂપિયા ખર્ચ થઇ ચુક્યા છે.
  • તેનું એક પાન પણ સુકાઈ જાય છે તો પ્રશાસનમાં ચિંતા પ્રસરી જાય છે.