આ વ્યક્તિ છે રિયલ લાઈફ “ગજની”, આમિર ખાનની જેમ જ દર ૬ કલાકમાં બધું જ ભુલી જાય છે, આ વ્યક્તિની કહાની સેમ ટુ સેમ “ગજની” ફિલ્મ જેવી જ છે

બોલિવુડ એક્ટર આમિર ખાનની ફિલ્મ “ગજની” તમને તો યાદ જ હશે. જેમાં તે દરેક વસ્તુ થોડા સમયમાં ભુલી જાય છે. જ્યારે ફિલ્મ “ગજની” રિલીઝ થઈ તો દરેકનાં મનમાં એવો સવાલ જરૂર આવ્યો હશે કે જો આવું રિયલ લાઇફમાં થાય તો શું થાય?. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે રિયલ લાઇફમાં “ગજની” છે એટલે કે તેને હકિકતમાં “શોર્ટ ટાઈમ મેમરી લોસ” ની બિમારી છે.

કલાકમાં બધું જ ભુલી જાય છે

ફિલ્મ “ગજની” ની જેમ થોડા જ સમયમાં દરેક વસ્તુને ભુલી જવા વાળા આ વ્યક્તિનું નામ “ડેનિયલ સ્મિત” છે. ડેનિયલ જર્મનીનનો રહેવાસી છે. ડેનિયલ ૬ કલાકમાં પોતાનાં પસાર કરેલાં સમયને ભુલી જાય છે. ડેનિયલને કંઈપણ યાદ રહેતું નથી એટલા માટે તે બધી વસ્તુ ડાયરીમાં લખે છે. ડેનિયલની બિમારી એટલી ખતરનાક છે કે જો તેની ડાયરી તેની પાસે ના હોય તો તે કોઈને ઓળખી પણ શકતા નથી.

દિકરાને પણ ભુલી ગયા ડેનિયલ

ડેનિયલને પોતાની આ બિમારીનાં કારણે ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. ડેનિયલની બિમારી એટલી ગંભીર થઈ ગઈ છે કે તેમને એ પણ યાદ નથી કે તેનો દિકરો આ દુનિયામાં ક્યારે આવ્યો હતો. એક પિતા માટે આ ખુબ જ દુઃખભર્યું જીવન છે કારણકે તે પોતાનાં દિકરાનાં આ મહત્વપુર્ણ સમયને પણ યાદ રાખી શકતા નથી.

કારે મારી હતી જોરદાર ટક્કર

ડેનિયલને બાળપણથી જ આ બિમારી નહોતી. તે પહેલા એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન પસાર કરતાં હતાં પરંતુ એક દિવસ જ્યારે તે પોતાની બહેનને મળવા માટે કારમાં જઈ રહ્યા હતાં, તે સમયે પાછળથી એક કાર એ તેમની કારને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં ડેનિયલનાં મગજ પર ઘણી ગંભીર અસર થઇ હતી અને બાદમાં આ ઈજાનાં કારણે તે પોતાની યાદશક્તિ ગુમાવી બેસ્યા હતાં.

ધીરે ધીરે હાલતમાં સુધારો થઇ રહ્યો છે

ડેનિયલ તે ઘટના બાદ લોકોને ઓળખી શકતા નહોતા. ધીરે-ધીરે તેમની બિમારીની ગંભીરતા ડોક્ટરને સમજમાં આવી અને ત્યારબાદ પરિવારને ખબર પડી કે ડેનિયલને શોર્ટ ટર્મ મેમરી લોસની બિમારી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ડેનિયલ ફિઝિયોથેરાપી લઈ રહ્યા છે, જેનાં લીધે તેઓ જલ્દી સારા થઈ જશે. ડેનીયલનાં સ્વાસ્થ્યમાં ઘણા હદ સુધી સુધારો આવ્યો છે. તે પોતાની સાથેનાં લોકો અને વિતાવેલા સમયને જાણકારી એક ડાયરીમાં નોંધ કરી રાખે છે, જેનાં લીધે તેઓ બધાને યાદ રાખી શકે.

શું છે આ શોર્ટ ટર્મ મેમરી લોસ બિમારી ?

ડોક્ટરો પ્રમાણે આ એક ગંભીર બિમારી છે. આ બિમારીથી પીડિત વ્યક્તિ થોડા કલાકોમાં કોઈપણ ઘટનાને અને પસાર કરેલાં સમયને ભુલી જાય છે. જો કે આજે પણ અમુક સામાન્ય લોકો ભુલી જાય છે કે તેમણે કાલે જમવામાં શું જમ્યુ હતું પરંતુ જ્યારે આ ભુલવાની પ્રક્રિયા વધારે થઈ જાય છે તો તે સમયે તે ગંભીર રૂપ લઈ લે છે. એવી જ સમસ્યાને શોર્ટ ટર્મ મેમરી લોસ કહેવાય છે. જો તેનાં કારણની વાત કરીએ તો તેના ઘણાં કારણ હોય શકે છે. ક્યારેક કોઇ ઘટના થવી તો ક્યારેક મગજ પર વધારે પડતો તણાવ લેવો પણ તેનું કારણ બની જાય છે.