આ વ્યક્તિના પ્રપોઝલથી દેશ છોડીને ભાગી ગઈ હતી મીનાક્ષી, આજે પણ દેખાઇ રહી છે આટલી સુંદર, જુઓ તસ્વીરો

Posted by

ફેમસ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી આજે ૫૭ વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૬૩ના રોજ ઝારખંડના સિંદરીમાં થયો હતો. જન્મના સમયે તેમનું નામ શશીકલા શેષાદ્રી રાખવામાં આવ્યું હતું, જોકે બાદમાં તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. ૮૦ અને ૯૦નાં જમાનામાં મીનાક્ષી શેષાદ્રીનું નામ બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાં ગણવામાં આવતું હતું અને તેમણે દેવાનંદ, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, મિથુન ચક્રવતી, સની દેઓલ, અનિલ કપૂર જેવા સુપરસ્ટારની સાથે ફિલ્મો કરી હતી પરંતુ તેમણે વચ્ચે જ પોતાના ફિલ્મી કરિયરને અલવિદા કહી દીધુ હતું અને રાતોરાત ભારત છોડીને અમેરિકા ચાલી ગઇ હતી.

કહેવામાં આવે છે કે ડાયરેક્ટર રાજકુમાર સંતોષીનું દિલ મીનાક્ષી શેષાદ્રી પર આવી ગયું હતું અને તેમણે મીનાક્ષી શેષાદ્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પરંતુ મીનાક્ષી શેષાદ્રીએ લગ્ન કરવાની મનાઈ કરી દીધી હતી અને જરા પણ રાહ જોયા વગર વર્ષ ૧૯૯૫માં ઇન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસૂરની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તરત જ તે અમેરિકાના ટેક્સાસમાં જઈને રહેવા લાગી હતી. આ લગ્નથી તેમને બે બાળકો થયા હતાં. જેમાં તેમના દિકરાનું નામ જોશ અને દિકરીનું નામ કેન્દ્રા છે.

જીતી હતી મિસ ઈન્ડિયાનો ખિતાબ

તેમણે ૧૭ વર્ષની ઉંમરમાં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો ત્યારબાદ તે વર્ષે એટલે કે ૧૯૮૧માં ટોક્યોમાં મિસ ઈન્ટરનેશનલ કોન્ટેસ્ટ માટે ભારતને રીપ્રેઝન્ટ કર્યું હતું. મીનાક્ષીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૩માં કરી હતી. તેમની પહેલી ફિલ્મ “પેન્ટર બાબુ” હતી. ત્યારબાદથી સુભાષ ઘાઈની ફિલ્મ “હીરો” માં જેકી શ્રોફની સાથે નજર આવી હતી અને તે ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. મીનાક્ષી શેષાદ્રીનું અંગત જીવન તે દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહેતું હતું અને તેમનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું હતું. સિંગર કુમાર સાનુ અને અંદાજ અપના અપના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીનું દિલ મીનાક્ષી શેષાદ્રી પર આવી ગયું હતું.

કહેવામાં આવે છે કે મીનાક્ષીની ફિલ્મ “જૂર્મ” માં કુમાર સાનુએ “જબ કોઈ બાત બીગડ જાયે” ગીત ગાયું હતું. આ ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન કુમાર સાનુની મુલાકાત મીનાક્ષી સાથે થઈ હતી. આ મુલાકાત બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં કુમાર સાનુએ પોતાની પહેલી પત્નીને મીનાક્ષી માટે છોડી દીધી હતી. તે સમયે તેમની પત્નીને છઠ્ઠો મહિનો ચાલતો હતો. જોકે થોડા સમય બાદ જ મીનાક્ષી કુમાર સાનુથી અલગ થઈ ગઈ હતી.

કુમાર સાનુથી અલગ થયા બાદ મીનાક્ષી શેષાદ્રીએ પોતાનું ધ્યાન ફિલ્મોમાં લગાવી દીધું. આ દરમિયાન ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને મીનાક્ષી શેષાદ્રી સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે મીનાક્ષી શેષાદ્રીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું, પરંતુ મીનાક્ષી શેષાદ્રીએ લગ્ન કરવાની મનાઈ કરી દીધી હતી. હકીકતમાં મીનાક્ષી રાજકુમાર સંતોષીની ફિલ્મ “ઘાયલ” માં કામ કર્યું હતું અને ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રાજકુમારને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજકુમાર સંતોષીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હા હું તેમને પ્રેમ કરતો હતો. મેં તેમને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું પરંતુ તેમણે મને સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.

હાલના સમયમાં આ અભિનેત્રી ટેક્સાસના ડૈલસ શહેરમાં રહે છે. અહીયા પર તેમણે પોતાની એક ડાન્સ સ્કુલ પણ ખોલી રાખી છે. જેનું નામ મીનાક્ષી ચૈરિશ ડાન્સ સ્કુલ છે. અહીંયા પર તે દરેક ઉંમરના લોકોને ડાન્સ શીખવે છે. મીનાક્ષી શેષાદ્રી ક્લાસિકલ ડાન્સની ચાર વિદ્યાઓ ભરતનાટ્યમ, કુચીપુડી, કત્થક અને ઓડિસી ખૂબ જ સારી રીતે જાણે છે. મીનાક્ષી શેષાદ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર પણ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *