આપણી જે આદતો હોય છે તેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર પડતી હોય છે. તેથી તે ખૂબ જ જરૂરી છે કે તમે ફક્ત સારી આદતોનું જ પાલન કરો અને ખરાબ આદતો તરત જ છોડી દો. આજે અમે તમને અમુક એવી જ ખરાબ આદતોના વિશે જણાવીશું કે જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી જો તમને નીચે જણાવવામાં આવેલી કોઇપણ આદત છે તો તેને તમે તરત જ બદલી નાખો. કારણ કે તમારે આગળ જતાં પસ્તાવું ના પડે અને તમારું શરીર નબળું ના પડે.
આલ્કોહોલ અને ધુમ્રપાન કરવું
શરીર માટે આલ્કોહોલ ખૂબ જ હાનિકારક હોય છે. તેથી જે લોકોને આલ્કોહોલનું સેવન કરવાની આદત હોય તો તેમણે તરત જ છોડી દેવી જોઈએ. વધારે આલ્કોહોલ પીવાથી લીવર પર અસર પડે છે સાથે જ હ્રદય સાથે જોડાયેલી બિમારી થવાનું પણ જોખમ વધારે રહે છે. આલ્કોહોલની જેમ જ ધૂમ્રપાન પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ધુમ્રપાન કરવાથી હાડકાઓ કમજોર થવા લાગે છે અને કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. એક રિપોર્ટના અનુસાર ૮૦ થી ૯૦ ટકા લોકોને ફેફસાનું કેન્સર ધૂમ્રપાનના કારણે જ થાય છે.
પેઇનકિલર્સ ખાવી
ઘણા લોકોને પેઇનકિલર્સ ખાવાની આદત હોય છે. ખાવાથી દુખાવો તો ચાલ્યો જાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. ડોક્ટરોના અનુસાર જે લોકો વધારે પ્રમાણમાં પેઇનકિલર્સનું સેવન કરે છે તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે તેથી દુખાવો થવા પર તમે ઘરેલુ નુસખા અજમાવીને દુખાવાને ભગાડવાની કોશિશ કરી શકો છો.
સારી ઊંઘ ના લેવી અને સમય પર ના સૂવું
આપણા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે. સારી ઊંઘ ના લેવાથી મગજ પર ખરાબ અસર પડે છે અને મગજનો વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. અપર્યાપ્ત ઊંઘ લેવાથી સ્વભાવ ચીડિયો થવા લાગે છે સાથે જ ડિપ્રેશનની સમસ્યા પણ વધી જાય છે. તેથી તમારે દરરોજ યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ અને ઓછામાં ઓછું આઠ કલાક સુધી સુવું જોઈએ.
પાણી ઓછું પીવું
પાણી શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. જોકે ઘણા લોકો ઓછું પાણી પીતા હોય છે. જો તમને પણ ઓછું પાણી પીવાની આદત હોય તો તમે તેને તરત જ બદલી નાખો અને દરરોજ ઓછામાં ઓછું બે લીટર પાણી જરૂર પીવું જોઈએ. પાણી પીવાથી શરીર અંદરથી સાફ રહે છે અને કિડની તેમજ રોગ પ્રતિરોધક ક્ષમતા પણ યોગ્ય રીતે જળવાઈ રહે છે.
લીલા શાકભાજી ખાવા જોઈએ
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. જો કે અમુક લોકોને લીલા શાકભાજી ખાવાની આદત હોતી નથી. જે યોગ્ય નથી. તમે રોજ ઓછામાં ઓછું એક સમયે લીલા શાકભાજી ખાવા જોઈએ. લીલા શાકભાજી ખાવાથી હાડકાઓ મજબૂત બને છે તેમજ આંખોની રોશની પણ સારી જળવાઈ રહે છે. લીલા શાકભાજી સિવાય દરરોજ એક-એક ફળનું પણ સેવન કરવું જોઈએ.
યોગાસન ના કરવા
યોગ શરીરને ફિટ રાખે છે અને યોગા કરનાર વ્યક્તિઓને રોગ થવાનું જોખમ ઓછું હોય છે. તેથી જે લોકો યોગા કરતા નથી તેમણે દરરોજ સવારે યોગા કરવા જોઈએ. જો તમે યોગા કરી શકતા નથી તો સવારે ચાલવું જરૂર જોઈએ.
ગંદા હાથોથી ભોજન કરવું
ભોજન કરતા પહેલા હાથોને સાફ જરૂર કરવા જોઈએ. ઘણા લોકો હાથને સાફ કર્યા વગર જ ભોજન કરી લેતા હોય છે. જે ખરાબ આદત છે. ગંદા હાથોથી ભોજન કરવાથી તબિયત ખરાબ થઈ જાય છે અને પેટમાં ઘણીવાર દુખાવો થાય છે. ભોજન કરતા પહેલા જો તમને હાથ ધોવાની આદત ના હોય તો તેને તરત જ બદલી નાખો અને હંમેશા હાથ સાફ કરીને જ ભોજન કરો.
દૂધ ના પીવું
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. દૂધ પીવાથી હાડકાઓ કમજોર પડતા નથી. જોકે ઘણા લોકોને દૂધ પીવું પસંદ હોતું નથી અને તે તેનું સેવન કરતા નથી. જો તમે પણ રોજ દૂધનું સેવન કરતા ના હોય તો તેવું કરવું જોઈએ નહી. દરરોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ જરૂર પીવું જોઈએ. બની શકે તો રાત્રે સૂતા પહેલાં પણ દૂધ પીવું જોઈએ.
ખાલી પેટ ચા પીવી
ઘણા લોકો સવારે સૌથી પહેલા ચા પીતા હોય છે. ખાલી પેટ ચા પીવાની આદત ખતરનાક હોય છે. કંઈપણ ખાધા વગર ચા પીવાથી પેટમાં ગેસની સમસ્યા થવા લાગે છે અને ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી. ડોક્ટરોના અનુસાર ચા પીતા પહેલા બે બિસ્કીટ જરૂર ખાઓ અને ત્યારબાદ જ ચા નું સેવન કરો. તેના સિવાય ઘણા લોકોને ભોજન કર્યાના તરત જ ચા પીવાની આદત હોય છે અને આ આદતને પણ ખરાબ માનવામાં આવે છે. ભોજન કર્યાના તુરંત બાદ ચા પીવાથી ભોજનમાં રહેલા પોષક તત્વ શરીરને મળી શકતા નથી અને લોહીની ઉણપ રહે છે.
વધારે પડતી કોફીનું સેવન
દિવસમાં બે કપથી વધારે કોફી પીવાથી શરીરને નુકસાન પહોંચે છે. વધારે કોફી પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સાથે જોડાયેલ રોગ થવાનું જોખમ પણ વધી જાય છે તેથી બની શકે તો દિવસમાં એક કપ જ કોફીનું સેવન કરવું જોઈએ.