હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર આજે ૬૪ વર્ષના થઈ ચૂક્યા છે. ૨૪ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ અનિલ કપૂરનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. અનિલ કપૂરની ગણતરી હીન્દી સિનેમાનાં સૌથી ફિટ અને હિટ અભિનેતાઓમાં થાય છે. બોલીવુડમાં અનિલ કપૂર ૩૭ વર્ષોથી કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીને અનિલ કપૂરે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.
એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે જ અનિલને નિર્માતાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અનિલ કપૂરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આજે ૬૪ વર્ષની ઉંમરમાં પણ તેમના અંદર ૨૪ વર્ષ જેવા યુવાન જેવી ઊર્જા જોવા મળે છે. ૯૦ના દશકમાં એક સમય એવો હતો જ્યારે એક પછી એક અનિલ કપૂરે સતત ૧૩ હિટ ફિલ્મો આપી હતી. તેમણે પોતાનાં સમયના દરેક મોટા કલાકારોની સાથે કામ કર્યું છે.
એક સમય એવો હતો જ્યારે અનિલ કપૂરે રાજ કપૂરના ગેરેજમાં દિવસો પસાર કર્યા હતાં, પરંતુ આજે ભારત સહિત લંડન, અમેરિકા અને દુબઈમાં તે શાનદાર ઘરના માલિક છે. તો ચાલો તેમના ઘર પર એક નજર નાખી લઈએ.
મુંબઈ
પોતાના પરિવારની સાથે અનિલ કપૂર મુંબઈ સ્થિત આ ઘરમાં રહે છે. તેમનું આ ઘર મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલું છે. આ ઘરમાં અનિલ પોતાની પત્નિ સુનીતા કપૂર, દિકરો હર્ષવર્ધન અને દિકરી રિયા કપૂરની સાથે રહે છે. આ ઘરની ડિઝાઇન સુનિતા કપૂર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
અનિલ કપૂરના આ જુહુ સ્થિત ઘરમાં એક મૂવી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તેમનો સંપૂર્ણ પરિવાર ઘણીવાર અહીંયા બેસીને ફિલ્મો જુએ છે. તમે જોઈ શકો છો કે આ ઘરના લિવિંગ રૂમને ટ્રેડિશનલ લુકમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઘરમાં એક ડ્રેસિંગરૂમ પણ છે જ્યાંથી ઘણીવાર સોનમ અને હર્ષવર્ધનએ પોતાના ફોટોઝ શેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ ઘરમાં અનિલ કપૂરના બધા જ બાળકોનો રૂમ તેમની પસંદ અનુસાર જ તૈયાર કરવામાં આવ્યો છે.
કેલિફોર્નિયા
અનિલ કપૂરે અમેરિકાના કેલિફોર્નિયામાં શાનદાર ઘર ખરીદ્યું છે. જણાવી દઈએ કે અનિલ કપૂરનાં દિકરા હર્ષવર્ધન કેલિફોર્નિયામાં અભ્યાસ કરવા માટે ગયા હતાં. તેવામાં તેમને એક ઘરની જરૂર હતી. અનિલએ પોતાના દિકરા માટે અહીંયાના ઓરેન્જ કાઉન્ટીમાં એક 3-BHK ઘર ખરીદ્યું હતું.
કેલિફોર્નિયાનાં આ ઘરની કિમત એક મિલિયન ડોલરથી પણ વધારે જણાવવામાં આવે છે. આ ઘરની ખાસ વાત એ છે કે તે બેકયાર્ડમાં દરિયા કિનારે બનાવવામાં આવેલું છે.
દુબઈ
દુનિયાના સૌથી ફેમસ સ્થાનોમાંથી એક દુબઈમાં પણ અનિલ કપૂરે એક સુંદર અને શાનદાર ઘર ખરીદી રાખ્યું છે. જોકે જણાવી દઈએ કે અહીયા અનિલ જ નહી પરંતુ હિન્દી સિનેમાના ઘણા કલાકારોએ પણ ઘર ખરીદ્યા છે. ઘણીવાર બોલીવુડ સિતારાઓ દુબઈમાં સરળતાથી જોવા મળી જાય છે.
અનિલ કપૂર દુબઈમાં જ્યારે ફિલ્મ “૨૪” ની શૂટિંગ કરી રહ્યા હતાં તે દરમિયાન તેમણે અહીંયા પર 2BHK ફ્લેટ ખરીદ્યો હતો. જાણકારી અનુસાર અભિનેતા અનિલ કપૂરનું આ ઘર ડિસ્કવરી ગાર્ડનની પાસે અલ ફુરજાનમાં આવેલું છે. અનિલએ તેમને લઇને કહ્યું હતું કે આ ઘર ખૂબ જ સસ્તું છે અને ખૂબ જ સુંદર જગ્યા પર આવેલું છે.
લંડન
લંડનમાં પણ અનિલ કપૂર એક શાનદાર ઘરના માલિક છે. તે અહીયાનાં મેફેયર એપાર્ટમેન્ટમાં ઘણીવાર નજર આવી ચૂક્યા છે. તેમના દિકરા હર્ષવર્ધનને પણ અહીંયા ઘણીવાર જોવામાં આવ્યા છે. અનિલ કપૂર લંડન સ્થિત આ ઘરને લઈને જણાવે છે કે આ ઘર મને જૂની દુનિયામાં લઈ જાય છે. આ ઘરને તે ખૂબ જ પસંદ પણ કરે છે.