આજે પણ અહિયાં જોવા મળે છે ભગવાન શ્રીરામની નિશાનીઓ, જાણો ક્યાં ક્યાં છે સ્થિત

Posted by

હિન્દુ ધર્મમાં રામાયણ સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મહાકાવ્યોમાંથી એક છે. જગત કલ્યાણ માટે ત્રેતાયુગમાં ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી રામ અને માતા લક્ષ્મી સીતાના રૂપમાં ધરતી પર અવતરિત થયા હતાં. આજે પણ રામાયણ કાળના એવા ૮ સ્થાન આવેલા છે જ્યાં ભગવાન શ્રીરામે પોતાના દિવસો પસાર કર્યા હતાં અને હવે જુઓ આ સ્થાન કેવી હાલતમાં છે.

અયોધ્યા

ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રામાયણમાં અયોધ્યા કૌશલ સામ્રાજ્યની રાજધાની હતી. શ્રીરામનો જન્મ અયોધ્યાના દક્ષિણ ભાગમાં થયો હતો. વર્તમાન સમયમાં અયોધ્યા ઉત્તર પ્રદેશમાં છે. જે આજે પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંથી એક છે. જ્યાં આજે પણ તેમના જન્મકાળનાં ઘણા પ્રમાણ મળી આવે છે. અહીયા હજારો ભક્તો દરરોજ ભગવાનનાં દર્શન કરવા આવે છે.

પ્રયાગ

પ્રયાગ એ જગ્યા છે જ્યાં શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા એ ૧૪ વર્ષનાં વનવાસ માટે પોતાનું રાજ્ય છોડ્યા બાદ પહેલીવાર વિશ્રામ કર્યો હતો. વર્તમાન સમયમાં આ સ્થળ ઇલાહાબાદના નામથી જાણીતું છે અને તે ઉત્તરપ્રદેશનો ભાગ છે. આ સ્થાનનું વર્ણન પવિત્ર પુરાણો, રામાયણ અને મહાભારતમાં કરવામાં આવ્યું છે. અહી આજે પણ હિન્દુ ધર્મનો સૌથી મોટો કુંભ મેળો ભરાય છે.

ચિત્રકૂટ

રામાયણ અનુસાર ભગવાન રામે પોતાના ૧૪ વર્ષના વનવાસમાં લગભગ ૧૧ વર્ષ ચિત્રકૂટમાં જ પસાર કર્યા હતાં. આ એ જ સ્થળ છે જ્યાં વનમાં નીકળી ચૂકેલા ભગવાન શ્રી રામને મળવા ભરતજી આવ્યા હતાં. ત્યારે તેમણે શ્રીરામને રાજા દશરથના નિધનની સૂચના આપી હતી અને તેમને ઘરે પરત આવવાનો અનુરોધ કર્યો હતો. ચિત્રકૂટમાં આજે પણ ભગવાન શ્રીરામ અને માતા સીતાના ઘણા પદચિહ્ન રહેલાં છે. વર્તમાન સમયમાં આ જગ્યા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની વચ્ચે સ્થિત છે. અહી આજના સમયમાં ભગવાન શ્રીરામના ઘણા મંદિર આવેલા છે.

જનકપૂર

જનકપુર માતા સીતાનું જન્મ સ્થળ છે અને અહી ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતાં. જનકપુર શહેરમાં આજે પણ તે વિવાહ મંડપ અને વિવાહ સ્થળનાં દર્શન કરી શકીએ છીએ જ્યાં માતા સીતા અને શ્રીરામજીનાં વિવાહ થયા હતાં. જનકપુરની આજુબાજુના ગામના લોકો લગ્નના અવસર પર અહીંથી સિંદૂર લઈને આવે છે જેને દુલ્હનની માંગમાં ભરવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી પતિની ઉંમર લાંબી થાય છે. વર્તમાન સમયમાં તે ભારત-નેપાળ બોર્ડરથી લગભગ ૨૦ કિલોમીટર આગળ નેપાળમાં કાઠમંડુના દક્ષિણ-પૂર્વમાં છે.

રામેશ્વરમ

રામેશ્વરમ એ જગ્યા છે જ્યાંથી હનુમાનજીની સેનાએ લંકાપતિ રાવણ સુધી પહોંચવા માટે રામસેતુનું નિર્માણ કર્યું હતું. આ સિવાય સીતા માતાને લંકાથી પરત લાવવા  માટે ભગવાન શ્રીરામે આ જગ્યા પર શિવજીની આરાધના કરી હતી. વર્તમાન સમયમાં રામેશ્વરમ દક્ષિણ ભારત તામિલનાડુમાં સ્થિત છે. રામેશ્વરમ આજે દેશમાં એક પ્રમુખ તીર્થયાત્રી કેન્દ્ર છે. આ સેતુ ભારતમાં રામસેતુ અને દુનિયામાં ઇડમ્સ બ્રિજ (આદમનો પુલ) ના નામથી જાણીતો છે. આ પુલની લંબાઈ લગભગ ૩૦ મિલ (૪૮ કિલોમીટર) છે. અહી ઢાંચા મન્નારની ખાડી અને પોંક સ્ટ્રેટને એકબીજાથી અલગ કરે છે.

કીશકિન્ધા

વાલ્મીકિ રામાયણમાં કીશકિન્ધાને વાનરરાજ બાલીનું તથા તેમનાં નિધન બાદ સુગ્રીવનું રાજ્ય બતાવવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામચંદ્રજીએ બાલીને મારીને સુગ્રીવનો અભિષેક લક્ષ્મણ દ્વારા કરવામાં આવ્યો હતો. કીશકિન્ધાથી એક મીલ પશ્ચિમમાં પંપાસર નામનું તળાવ છે,  જેના તટ પર શ્રીરામ અને લક્ષ્મણ થોડા સમય માટે રોકાયા હતાં. વર્તમાન સમયમાં તે કર્ણાટકમાં હમ્પી શહેરની આજુબાજુના વિસ્તારમાં માનવામાં આવે છે. યુનેસ્કોને આ જગ્યાને વિશ્વ ધરોહરમાં સામેલ કર્યું છે.

ડણ્ડીકારણ્યશ

અહીંયા ભગવાન રામે રાવણની બહેન શુપર્ણખાનાં પ્રેમના પ્રસ્તાવને નકાર્યો હતો અને લક્ષ્મણે તેમનું નાક કાપી નાખ્યું હતું. આ ઘટના બાદ જ ભગવાન શ્રીરામ અને રાવણનાં યુદ્ધનો પાયો નખાયો હતો. ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢની વચ્ચે ફેલાયેલા વિશાળ હર્યા-ભર્યા આ ક્ષેત્રમાં આજે પણ શ્રીરામના નિવાસના ચિન્હ મળે છે અને અહીં પર આવીને પરમ શાંતિ અને ઐશ્વર્ય ઉપસ્થિતિનો અહેસાસ થાય છે.

તાલીમન્નાર

ભગવાન શ્રીરામ શ્રીલંકા પહોંચ્યા બાદ પ્રથમ વખત અહી તેમણે શિબીરની સ્થાપના કરી તાલીમન્નાર એ જ જગ્યા છે. એક લાંબી લડાઇ બાદ ભગવાન શ્રીરામે રાવણનાં વધ પછી શ્રીલંકાનું સિંહાસન રાવણના નાના ભાઈ વિભીષણને આપ્યું હતું. અહી જ માતા સીતાની અગ્નિપરીક્ષા થઈ હતી. અહી રામેશ્વરથી આવીને રામસેતુને જોડવાના ચિન્હ પણ મળે છે. આ સ્થાન શ્રીલંકાના મન્નાર આઈલેન્ડ પર સ્થિત છે.