બોલિવૂડમાં આજે પણ ૯૦ના દશકની ઘણી એવી અભિનેત્રી છે, જે આજે ફિલ્મોમાં તો એક્ટિવ નથી પરંતુ તેમ છતાં પણ તે પોતાના ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બનતી રહે છે. બોલિવૂડમાં ૯૦નું દશક ઘણી રીતે મહત્વ રાખે છે. બોલિવૂડના ૯૦નાં દશકને ખૂબ જ સફળ માનવામાં આવે છે અને ઘણા કલાકારોએ આ દરમિયાન એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તેમાં સામેલ છે બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ જુહી ચાવલા.
આજે ૫૩ વર્ષની ઉંમરમાં પણ જુહી ચાવલા વધુ સુંદર નજર આવે છે. તે હવે ફિલ્મોમાં ખૂબ જ ઓછી નજર આવે છે. તે પોતાના પતિ જય મહેતાની સાથે સુખી લગ્નજીવન પસાર કરી રહી છે. જણાવી દઈએ કે જુહી અને જયનાં લગ્નને ૨૫ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. બંનેએ વર્ષ ૧૯૯૫માં લગ્ન કર્યા હતા. પરંતુ શું તમને જાણો છો કે એક સમયે સલમાન ખાન પણ જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે જુહીના પિતા પાસે જુહી ચાવલાનો હાથ માંગવા ગયા હતા.
અભિનેતા સલમાન ખાને એકવાર એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ જુહીના પિતાના લીધે વાત આગળ વધી શકી નહી. સલમાન ખાને પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જુહી ખૂબ જ શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે ખૂબ જ સ્વીટ છે. મે તો તેમના પાપાને પણ પૂછ્યું હતું કે શું તે જુહીના લગ્ન મારી સાથે કરાવશે પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી.
સલમાન અને જુહીના લગ્નની વાતો આગળ ચાલી શકી નહીં પરંતુ જુહી ચાવલા જય મહેતાને પોતાનું દિલ આપી બેઠી હતી. જુહી પોતાની અને જયની પ્રેમ કહાનીના વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમારી પહેલી મુલાકાત મારા બોલિવૂડમાં આવવા પહેલા થઈ હતી, જો કે ફિલ્મોમાં આવ્યા બાદ મારી તેમની સાથે વાતચીત થઈ શકતી ના હતી. પરંતુ થોડા વર્ષો બાદ મિત્રો દ્વારા રાખવામાં આવેલી એક ડિનર પાર્ટીમાં અમે ફરીથી મળ્યા. ત્યારબાદ અમારી વાતચીત શરૂ થઈ ગઈ. ત્યારબાદ હું જ્યાં પણ જતી હતી ત્યાં મને જય જ દેખાતા હતા.
બર્થ-ડે પર લાવ્યા હતા ટ્રક ભરીને લાલ ગુલાબ
જુહીને જયએ તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી હતી, જેના લીધે જુહી સંપૂર્ણ રીતે જય મહેતાના પ્રેમમાં ગિરફ્તાર થઈ ગઈ હતી. જુહીએ આગળ જાણકારી આપતા જણાવ્યું હતું કે, મને યાદ છે મારા બર્થ-ડે પર જય એક ટ્રક ભરીને લાલ ગુલાબ લઇ આવ્યા હતા. હું તે બધું જોઈને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. તે મારા માટે જે પણ કરી શકતા હતા, તેમણે તે કર્યું હતું. બાદમાં એક વર્ષ બાદ તેમણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.