આજનું લવ રાશિફળ ૨૮ જુન ૨૦૨૩ : આજે મેષ રાશિ વાળા લોકોએ પોતાના પાર્ટનરને આપવી થોડી સ્પેસ, આ રાશિ વાળા લોકોની સગાઈ રદ્દ થઈ શકે છે

મેષ રાશિ : નવા કામ નવા સંબંધની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે અનુકુળ રહેશે. આજે બપોર બાદ તમારું મન ઉદાસ રહેશે, તેનાં લીધે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહી. હાલનાં સમયે તમે અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. બની શકે તો થોડો સમય આરામ કરવો. મિત્રો, લવ પાર્ટનર અને સંબંધઓ સાથે શાંતિથી સાંજ પસાર કરી શકશો.

વૃષભ રાશિ : આજે તમે તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આજે લવ લાઇફમાં તમારા ઉત્સાહમાં વધારો થશે. મન પણ સંવેદનશીલતાથી ભરેલું રહેશે. આજે તમારી કલ્પના શક્તિથી કોઈ સારું કામ કરવાની સ્થિતિમાં રહેશો. પારિવારિક બાબતમાં રુચિ લેશો. કોઈ નાની યાત્રાનું આયોજન થઈ શકે છે. આજે લંચ કે ડિનર ડેટ પર જવાની સંભાવના રહેલી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

મિથુન રાશિ : આજે તમને લવ લાઈફમાં સફળતા મળશે. પ્રેમજીવન સકારાત્મક દિશામાં આગળ વધશે. જોકે તેમાં થોડો વિલંબ થશે પરંતુ પ્રયાસ ચાલુ રાખવા. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. બહાર ખાવાપીવાથી ઋતુ સંબંધિત બિમારીઓ થવાની સંભાવના રહેલી છે.

કર્ક રાશિ : આજે મિત્રો અને લવ પાર્ટનર સાથે આજનો દિવસ ખુબ જ સુખમય રીતે પસાર થશે. લવ લાઇફમાં રોમાન્સ વધશે. કંઈક ખરીદવાની યોજના બની શકે છે. શ્રેષ્ઠ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. કોઈ વાતને લઈને આજે લાગણીશીલ રહેશો. પરિવારનાં લોકોની જરૂરિયાત પર પૈસા ખર્ચ કરવાથી ખુશી મળશે. આજનાં દિવસે ઉત્સાહથી ભરપુર રહેશો.

સિંહ રાશિ : તમારી ભાવુકતાનાં કારણે તમારી લવલાઇફમાં ચિંતા રહેશે. આજે મિત્રો અને લવ પાર્ટનર સાથે ખુબ જ સંભાળીને વાતચીત કરવી પડશે, તેમની સાથે વિવાદ થવાની સંભાવના નજર આવી રહી છે. તમારા વ્યવહારમાં સંયમ અને વિવેક રાખવા પડશે. પરિજનો સાથે કોઈ નાની વાત પર વિવાદ થઈ શકે છે. આજે વધારે સમય મૌન રહેવું, તમારા માટે સારું રહેશે.

કન્યા રાશિ : આજનાં દિવસે લવ લાઈફ આનંદ-ઉલ્લાસમાં પસાર થશે. તેમાં તમારા લવ પાર્ટનરની ભુમિકા તમારા માટે મહત્વપુર્ણ સાબિત થશે. આજે નવા કામ, નવા સંબંધની શરૂઆત પણ કરી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. પરિજનો સાથે સમય સારી રીતે પસાર થશે.

તુલા રાશિ : લવલાઇફ માટે આજનો દિવસ તમારા માટે સારો પસાર થશે. તમને તમારા પ્રેમી સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. મિત્રો અને લવ પાર્ટનર સાથે તમે મહત્વપુર્ણ ચર્ચા કરશો. તમને પ્રમોશન મળવાની પણ સંભાવના નજર આવી રહી છે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક રાશિ : થાક, આળસ અને ચીંતાનાં લીધે લવ લાઈફમાં ઉત્સાહ મંદ પડી શકે છે. મિત્રો અને લવ પાર્ટનર સાથે વાદવિવાદ થવાની સંભાવના છે. મિત્રો અને સ્વીટહાર્ટનો નકારાત્મક વ્યવહાર તમારી અંદર હતાશા ઉત્પન્ન કરશે. આજે મહત્વપુર્ણ નિર્ણય ના લેશો તો સારું રહેશે. સ્વાસ્થય મધ્યમ રહેશે. બહારની ખાણીપીણીથી પેટમાં કોઈ મુશ્કેલી થઇ શકે છે.

ધન રાશિ : મિત્રો અને લવ પાર્ટનર સાથે ખુબ જ સંભાળીને વાતચીત કરવી પડશે, તેમની સાથે બોલાચાલી થવાની સંભાવના રહેલી છે અને બિનજરૂરી ચિંતા, બિમારી, ક્રોધથી તમારો માનસિક વ્યવહાર હતાશપુર્ણ રહેશે. ઝઘડા અને વિવાદોથી દુર રહેવું. પરિજનો સાથે નાનો વિવાદ લાંબો ચાલી શકે છે એટલા માટે મૌન રહેવું. આ દરમિયાન યોગ, મેડીટેશન થી તણાવને દુર કરો.

મકર રાશિ : લવ લાઈફમાં સંતુષ્ટી રહેશે. મિત્રો અને લવ પાર્ટનર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરી શકશો. તમે વિચાર તથા વ્યવહારથી ઈમોશનલ રહેશો. શારીરિક અને માનસિક તાજીગીનો અનુભવ થશે, તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. સમાજમાં તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે પ્રવાસનો આનંદ લેશો. ભાગ્ય તમને ભરપુર સાથ આપશે.

કુંભ રાશિ : આજે તમે મિત્રો અને લવ પાર્ટનર સાથે વાતચીતમાં વધારે સમય પસાર કરશો. તમારા કામ માં સફળતાની સાથે તમને યશ પણ મળશે. પારિવારિક સદસ્યોની સાથે પ્રેમપુર્વક વ્યવહાર કરવો. ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધીત થોડી બેદરકારીથી આગળ તમને મોટું નુકસાન થઈ શકે છે.

મીન રાશિ : આજે તમે તમારા કામમાં ઘણા રચનાત્મક રહેશો. તમારો લાગણીશીલ સ્વભાવ તમને તમારા મિત્રો અને લવ પાર્ટનરની નજીક લાવશે. તમે કોઈ વાતને લઈને ભાવુક રહેશો. સંક્રમક બિમારીથી પોતાને બચાવવા પડશે. માનસિક સંતુલન અને વાણી પર નિયંત્રણ રાખવું તમારા માટે આવશ્યક રહેશે. બપોર બાદ પરિવારનાં લોકો સાથે સારો સમય પસાર થશે.