આજનું લવ રાશિફળ ૦૧ જુલાઇ ૨૦૨૩ : આજે તમે તમારા પ્રેમ જીવનને લઈને આશાવાદી રહેશો, પ્રેમ સંબંધમાં અપાર સફળતા મળશે

મેષ રાશિ : લવ પાર્ટનર પાસેથી તમારા વખાણ સાંભળીને તમારું દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે. આજનો દિવસ સામાન્ય રહેશે. સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરશો. પ્રેમી લોકોને અચાનક લાભ થઈ શકે છે.

વૃષભ રાશિ : તમે પોતાનાં પ્રેમીને પરિવારનાં લોકોને મળવા માટે લઈ જઈ શકો છો. સગાઈ કે પાર્ટીનો કાર્યક્રમ થઈ શકે છે. તમારા મધુર અવાજથી પ્રેમનાં તે ત્રણ શબ્દો, “આઈ લવ યુ” આજે તેમનાં પર જાદુ કરશે. જીવનસાથી સાથે પારિવારિક રજા પર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો.

મિથુન રાશિ : તમે તમારા પ્રેમથી વાતાવરણને સુખદ બનાવશો. પરણિત કપલ વચ્ચેનાં મતભેદ સમાપ્ત થશે. ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. કુંવારા લોકોની સાંજ ખાસ મિત્રો સાથે રોમેન્ટિક રહી શકે છે.

કર્ક રાશિ : રોમેન્ટિક જીવન માટે આજનો દિવસ ઉત્તમ છે. તમે તમારા જીવનસાથીને લલચાવવા માટે કંઈક અલગ કપડા પહેરશો. તમે એક મનોહર ડ્રેસમાં સુંદર દેખાશો. તમે પ્રેમની ક્ષણો સાથે પસાર કરશો. તમારો પાર્ટનર આજે તમારી સાથે જોડાયેલો રહેશે. લગ્ન કરવા હોય તો તમારા પ્રેમને વ્યક્ત કરવાની આજે તક મળશે. કુંવારા યુવક-યુવતીઓને લવ પાર્ટનર મળી શકે છે.

સિંહ રાશિ : નવી લવ સ્ટોરી શરૂ થઈ શકે છે. તમારી લવ લાઇફ અને સંબંધો વિશે ભાવુક બનો. પ્રેમી સાથે ડ્રાઇવ પર જઇ શકો છો. ગિફ્ટ મળી શકે છે. પતિ-પત્નિનાં સંબંધોમાં સહકર્મચારીઓનાં સંબંધને લઈને વાદવિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથીને ખુશ રાખવા બદલ તેમની પ્રશંસા કરો.

કન્યા રાશિ : ઘરમાં ઝગડા કરવાનો સમય નહી મળે. આજે તમારા પર સાસરીયા પક્ષનો દબદબો પણ રહી શકે છે. આજે તમારા પ્રેમીને ગુસ્સો ના અપાવો કારણ કે તેમની નારાજગી એકલતામાં ફેરવાઈ શકે છે. તમારા લવ પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરો, તેનું સાંભળો, પરિસ્થિતિ વધારે સારી થશે.

તુલા રાશિ : પ્રેમ સંબંધોને લઈને મનમાં ચિંતા રહેશે. તેનાં લીધે પ્રેમીઓ વચ્ચે વાદવિવાદ થઈ શકે છે. તે તમને છોડી પણ શકે છે. ગુસ્સાને તમારા પર હાવી ના થવા દો. પૈસા અને અસ્થિરતાને લઈને પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી પણ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ કમજોર રહેશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે. પ્રેમી સાથે બોલાચાલી થઈ શકે છે. બ્રેકઅપ પણ થઈ શકે છે. ઓફિસમાં બોસ પૈસા સંબંધિત બાબતોથી તમારાથી નારાજ થઈ શકે છે. આજનાં દિવસે તમારે સાવધાન રહેવું પડશે. પરણિત યુગલો વચ્ચે પરસ્પર સમાધાન થશે.

ધન રાશિ : પતિ-પત્નિનાં સંબંધોમાં ચિંતા વધશે. બિનજરૂરી દલીલો પર ધ્યાન આપવું નહી. તમારી વાણીની કડવાશ તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. વિદેશમાં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ સારી રહેશે.

મકર રાશિ : લવ પાર્ટનર તમારાથી નારાજ થઈને તમારા વિરુદ્ધ જઈ શકે છે પરંતુ અમુક લોકોને તેની જરા પણ ચિંતા નહિ હોય. આજે તમારું મન અશાંત રહી શકે છે, વધારાનાં પ્રેમ સંબંધો બની શકે છે. પતિ-પત્નિ વચ્ચે પણ મતભેદ રહેશે. જીવનસાથીને મનાવવા માટે સોશિયલ મીડિયા પર ફુલો અથવા સંદેશા મોકલવા તે એક સારો વિકલ્પ સાબિત થશે.

કુંભ રાશિ : તમારો આજનો દિવસ રોમાન્સમાં પસાર થશે. તમારી લવ લાઈફ રોમાન્ટિક રહેશે. પ્રેમી સાથે સમય પસાર કરવાની તક મળશે. જીવનસાથીને ધન લાભ થવાની સંભાવના નજર આવી રહી છે. દાંપત્યજીવનમાં સુખ-શાંતિ રહેશે. કુંવારી યુવતીઓ માટે વિવાહ થવાનાં યોગ બની રહ્યા છે. પ્રેમ લગ્ન માટે પરિવારનાં સભ્યોની સહમતી લેવી પડશે.

મીન રાશિ : આજે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. તમારા પ્રેમીને તમારું રોમેન્ટિક વર્તન પસંદ આવશે. લવમેરેજ પણ નક્કી થઈ શકે છે. તમે તમારા પ્રેમી સાથે સંગીતમાં સાંજ પસાર કરશો. જીવનસાથી ભાવુક રહેશે. તમારો સહારો જ તેમની હિંમત વધારશે.