આજનું લવ રાશિફળ ૦૩ જુલાઇ ૨૦૨૩ : આજે આ ૮ રાશિઓની લવ લાઈફ ઉત્સાહ અને જોશથી ભરપુર રહેશે, ગેરસમજણ ના થાય તેનું ધ્યાન રાખવું

મેષ રાશિ : આજે તમે દુનિયાને ભુલીને તમારા જીવનસાથીનાં પ્રેમમાં ખોવાઈ જશો. પરણિત લોકો એકબીજા સુધી સીમિત રહેશે. લવ લાઈફમાં હુંફ મળશે. સિંગલની વાત કરીએ તો તે પોતાનાં અગાઉનાં સંબંધોને યાદ કરીને એકલતા અનુભવશે.

વૃષભ રાશિ : આજે પ્રેમમાં અડચણો આવશે. લવ પાર્ટનર વિશે તમને કોઈ જાણકારી મળી શકે છે, જે તમને ઉદાસ કરી શકે છે. પરસ્પર સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ વધશે. તમે જે સાંભળો છો તેનાં પર ધ્યાન આપો અને તમારા જીવનસાથી સાથે વાત કરો.

મિથુન રાશિ : જે લોકોએ તાજેતરમાં લગ્ન કર્યા છે, તેમનાં પર પ્રેમનું ભુત સવાર થઈ જશે. અન્ય લોકો પોતાની લવ લાઈફને ખાસ બનાવવાની કોશિશ કરશે પરંતુ ઘરેલુ સમસ્યાઓનાં કારણે તેમની પોતાનાં પ્રેમી સાથે મુલાકાત નહીં થઈ શકે. છેલ્લા કેટલાક દિવસોથી પરણિત લોકો વચ્ચેની કડવાશ આજે દુર થઈ જશે.

કર્ક રાશિ : આજે તમારા પ્રેમીને જણાવો કે તે તમારા માટે કેટલું મહત્વ રાખે છે. પ્રેમી તમારી હરકતો અને વાણી તરફ આકર્ષિત થશે. આજે તમારે ઉર્જા અને આત્મવિશ્વાસની વધારે જરૂરિયાત રહેશે. તમારા બોયફ્રેન્ડને મેળવવા માટે તમારે પ્રેમ વ્યક્ત કરવો. પરણિત કપલ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

સિંહ રાશિ : તમારો પ્રેમ તમારી પાસે આવશે અને સામેથી વાત કરશે. લાંબા સમય બાદ પરણિત લોકો બેસીને એકબીજા સાથે પોતાનાં દિલની વાત શેર કરશે. જ્યાં સુધી લવ લાઈફ જીવતા લોકોની વાત છે તો તેઓ મોબાઈલ પર એકબીજા સાથે રોમેન્ટિક વાતો કરવામાં આજનો દિવસ પસાર કરશે.

કન્યા રાશિ : કરિયર અને વ્યવસાય તમારા મન પર હાવી રહેશે. તમે તમારા સ્વાસ્થ્યમાં નબળાય અનુભવી શકો છો. તમારા પાર્ટનરને આશ્ચર્ય થઈ શકે છે. પરણિત કપલ વચ્ચે કલેશ વધી શકે છે. તરત જ નિર્ણય ના લેવો, થોડો સમય આપો.

તુલા રાશિ : તુલા રાશિ વાળા લોકો આજે કોઈની તરફ આકર્ષિત થઈ શકે છે. લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવશે. પ્રેમીઓ સાથે છેતરપિંડી થવાની સંભાવના નજર આવી રહી છે, સાવચેત રહેવું. નવવિવાહિત કપલ હનીમુન પર જશે.

વૃશ્ચિક રાશિ : ધન સંબંધીત પરેશાનીઓ રહેશે, તેનાં કારણે તમે પાર્ટનરની કોઇ જરૂરિયાતને પણ નજરઅંદાજ કરી શકો છો. તમારે ઉત્સાહમાં નહિ, જાગૃત રહેવાની જરૂર નથી. પરણિત કપલ માટે આજનો દિવસ રોમાંચક અને આશ્ચર્યજનક રહેશે. તમારા જીવનમાં કોઈ નવા મિત્રની એન્ટ્રી થઈ શકે છે.

ધન રાશિ : આજે એક ક્રશની પ્રેમભરી ઝલક તમારા હોશ ઉડાવવા માટે પુરતી રહેશે. આજે તમારી લવ લાઈફ ખુબ જ પ્રેમાળ રહેશે. આજે તમને કોઈ ખુબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મકર રાશિ : જુનો પ્રેમ આજે તમારા જીવનમાં પાછો આવી શકે છે. જો તમે લવ લાઈફમાં આગળ વધ્યા છો તો જુના સંબંધોમાં આગળ વધવું કે નહીં તે મનથી નક્કી કરવું. નવપરણિત યુગલો માટે આજનો દિવસ રોમાન્સથી ભરેલો રહેશે. તમે તમારા જીવનસાથી અથવા પરિવાર સાથે રજા માણવા જઈ શકો છો.

કુંભ રાશિ : સિંગલ લોકોની આજે કોઈની સાથે મુલાકાત થઈ શકે છે, જે પ્રેમમાં બદલાય જશે. પતિ-પત્નિ ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરશે. અન્ય લોકો લવ લાઈફને લઈને અમુક ખાસ યોજનાઓ બનાવીને તેનો આનંદ ઉઠાવશે.

મીન રાશિ : તમારા પાર્ટનર પર શંકા ના કરવી, તેનાથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. આજે પ્રેમી-પ્રેમિકા પોતાની અંદર આજે એક અલગ જ જુસ્સો મહેસુસ કરશે, જેનાં લીધે તે એક નાની ભુલ પણ કરી શકે છે. કુંવારા લોકોની દિલની ભાવનાઓને કોઈ અજાણ્યો વ્યક્તિ સમજશે.