આજનું લવ રાશિફળ ૦૬ જુલાઇ ૨૦૨૩ : આજે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવામાં જીવનસાથીનો સાથ મળશે, આ રાશિ વાળા લોકોની લવ લાઈફ રોમેન્ટિક રહેશે

મેષ રાશિ : પરણિત લોકો જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સમાં સમય પસાર કરશે. પ્રેમ સંબંધોનાં લીધે પરિવારમાં મતભેદ થઈ શકે છે પરંતુ જો તમે શાંતિથી કામ લેશો તો સ્થિતિમાં સુધારો પણ થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન થઈ શકે છે, જેનાં લીધે તમારું કોઈ પ્રિયતમા કે સાથીનું મન અશાંત થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ : હાલનો સમય ખુબ જ મસ્તી કરવાનો સમય છે અને પ્રેમી લોકો એકસાથે પાર્ટીનું આયોજન પણ કરી શકે છે. તમને બંનેને થોડો સમય એકલતામાં પસાર કરવાનો અવસર મળી શકે છે અથવા તો પછી તમે બંને આ અવસરનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશો.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો પસાર થશે પરંતુ પાર્ટનર સાથે કોઈપણ વાતને લઈને વાદવિવાદ કરવો નહી નહીંતર વાત બગડી શકે છે. આજે તમે પોતાની પ્રિયતમા સાથે ખુબ જ સારો સમય પસાર કરશો.

કર્ક રાશિ : જો તમારા પ્રેમીનું જીવન સારી રીતે પસાર થઈ રહ્યું નથી તો તેને સાથ આપવાનો સમય આવી ગયો છે. તમારા પ્રેમીનાં જીવનને સારું બનાવવા માટે તમારે એકબીજા સાથે મળીને આગળ વધવું પડશે. પ્રેમ સંબંધોમાં પ્રેમ વધારવો અને આગળ વધો.

સિંહ રાશિ : તમારા જીવનસાથીની તબિયત બગડી શકે છે. ડોક્ટરનો ખર્ચ વધી શકે છે. તમે પોતાની પ્રેમિકાને વધારે સમય નહી આપી શકો, જેનાં લીધે તેમનું મન ઉદાસ રહેશે. તમારા મનને શાંત રાખવું. લીવ-ઇન રિલેશનમાં રહેવાવાળા લોકો માટે આજનો દિવસ ખુબ જ સારો પસાર થશે.

કન્યા રાશિ : સમય આવી ગયો છે કે તમે પોતાનાં તે સંબંધોને ફરીથી જીવિત કરો, જે મૃત થઈ ચુક્યા છે. સાથે જ તમારે બંનેએ પ્રેમને એક નવા રૂપ સાથે આગળ વધારવો પડશે. કંઈક રોમાંચક કરવાની યોજના બનાવવી જેથી કરીને તમારો સંબંધ એક નવી દિશામાં આગળ વધી શકે.

તુલા રાશિ : પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. યુવાનો પોતાનાં લવ પાર્ટનર સાથે સમયનો સદઉપયોગ કરશે. પાર્ટનર સાથે કોઈ નવી યોજના બનાવી શકો છો. તેમની સલાહથી વ્યવસાયમાં પ્રગતિ થશે. પાર્ટનરનાં ટેલેન્ટને ખોટી ના સમજવી. માતા-પિતા સાથે યાત્રા કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ : આજે તમે પોતાનાં પ્રેમીને વધારે સમય આપી શકશો નહી. તમે પોતાનાં કામમાં વ્યસ્ત થઈ શકો છો. પ્રેમી દ્વારા પ્રયાસ કરવા પર તમે પોતાનું ખરાબ રૂપ બતાવી શકો છો. તમે લડવાનાં મુડમાં પણ તૈયાર થઈ શકો છો, જેનું પરિણામ સારું નહિ આવે.

ધન રાશિ : જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. અમુક જુની સમસ્યાઓ તમારી સામે આવશે, જેને તમારે બુદ્ધિ અને વિવેકથી હલ કરવી પડશે. પ્રેમી સાથે મતભેદ થઈ શકે છે. આજે તમે અસુરક્ષિત મહેસુસ કરી શકો છો. પોતાની છબીને સારી કરીને લોકોની સામે લાવવી.

મકર રાશિ : આજની ગ્રહની સ્થિતિ તમારા મનમાં ભ્રમ અને શંકા ઉત્પન્ન કરશે. તમને શંકા થઈ શકે છે કે તમારા પ્રેમીનાં જીવનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, જેને તમારી સામે આવવાથી રોકવામાં આવી રહ્યું છે. તમારાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે.

કુંભ રાશિ : લગ્નજીવનમાં સંતાનને લઈને જે ચિંતા ચાલી રહી હતી, તેનું સમાધાન આજે તમને મળી શકે છે. આજે તમે મસ્તી અને આનંદનાં મુડમાં રહેશો. પરિવારને પુરો સમય આપશો. ક્રોધિત થઈને કોઈ ખોટું કામ કરવું નહી. ફેસબુસ પર વધારે સમય પસાર કરશો. પ્રેમિકા સાથે મોબાઈલ પર લાંબી વાત ચાલી શકે છે.

મીન રાશિ : જો તમે હજુ પણ પ્રેમ સંબંધને લઈને ચિંતત છો તો તમારી તમામ પરેશાનીઓ દુર થવાનો સમય આવી ગયો છે. તમારા નવા સુચનોનો પ્રયોગ કરવો અને તમારા પ્રેમ સંબંધને એક નવી દિશા આપવી. કોઈ નવું કામ કરવું, જેનાં લીધે તમારો પ્રેમી ખુશ થઈ જાય.