મેષ રાશિ : આજે ખુબ જ સંઘર્ષ કર્યા બાદ તમને અમુક સમસ્યાઓમાંથી રાહત મળશે. તમારી અમુક જુની પુરી લેવડદેવડ થઈ શકે છે, જે તમારી મુશ્કેલીનું કારણ હતું. આજે તમે મિત્રો સાથે ફરવા જવાનું પણ વિચારી શકો છો પરંતુ સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના સાથીદારોનું દિલ જીતવામાં સફળ રહેશે અને તેમની આંખોનાં તારા બનશે. જો આજે તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો ખુબ કાળજીપુર્વક વિચારીને આપવા કારણકે તે પૈસા ગુમાવવાની ખુબ જ સંભાવના રહેલી છે. તમારું કોઈપણ કાનુની કાર્ય તમારા માટે માથાનો દુખાવો બની શકે છે.
વૃષભ રાશિ : આજે પરિવારમાં એક શુભ અને માંગલિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેનાં માટે પરિવારનાં તમામ સભ્યો અંદરોઅંદર બેસીને વાતચીત કરશે. પ્રોપર્ટીની ખરીદી કરતી વખતે ભાઈ-બહેનની સલાહ લેવી વધારે સારું રહેશે નહિતર તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાંજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જેનાથી તમારા ખર્ચાઓમાં પણ વધારો થશે. તમારો કોઈ મિત્ર તમને ઘણા સમય બાદ મળવા આવી શકે છે, જેમાં તમારે જુની વાતોને ભુલી જવાની જરૂર રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનાં નબળા વિષયો પર વધારે મહેનત કરવી પડશે તો જ તેઓ સફળતા તરફ આગળ વધી શકશે.
મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમારે બિનજરૂરી માન-સન્માનની ઈચ્છા મેળવવાનાં કામ કરવાથી બચવું પડશે. તમારો સમય ઝડપથી આગળ વધશે અને તમારી અણધારી પ્રગતિ જોઈને દરેક લોકો ને આશ્ચર્ય થશે. નોકરી કરતા લોકોને એક કામ સોંપવામાં આવશે, જે તેમને ખુબ જ પ્રિય હશે. કાર્યક્ષેત્રમાં પણ તમને કોઈ ઉપલબ્ધિ મળી શકે છે. આજે તમારે પોતાની વાતોથી જાણીજોઈને તમારે કોઈને દુ:ખ પહોંચાડવાથી બચવું પડશે. બાળકની ધાર્મિક કાર્યમાં રુચિ વધતી જોઈને તમારું મન પ્રસન્ન રહેશે.
કર્ક રાશિ : નોકરીયાત લોકો માટે આજનો દિવસ ખુબ જ સારો પસાર થશે કારણ કે તેઓ ટ્રાન્સફર મેળવી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ યાત્રા પર જઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ આજે તમારે કોઈની પણ સલાહ લેવી નહીં નહિતર તે સલાહ ખોટી સાબિત થઈ શકે છે. તમારા ભાઈ-બહેનનાં લગ્નજીવનમાં આવતી ચિંતાઓનો અંત આવશે. પરિવારમાં બધા લોકો સહમત થશે તો તમે ક્યાંક ફરવા જવાનો વિચાર પણ કરી શકો છો. આજે તમારો કોઈ મિત્ર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે તેથી તમારે સાવધાન રહેવું પડશે. જો તમારી આસપાસ કોઈ ઝઘડો થાય છે તો તમારે તેમાં ચુપ રહેવું પડશે.
સિંહ રાશિ : વેપાર કરતા લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી જો તમારી કોઈ ડીલ અધુરી રહી ગઈ હતી તો તે આજે તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોએ આજે આળસ છોડવી પડશે તો જ તેઓ વાદવિવાદમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમે પરિવારનાં સભ્યો સાથે પિકનિક પર જવાનું વિચારી શકો છો. આજે તમે માતા-પિતાની સેવામાં પણ થોડો સમય પસાર કરશો, જેનાથી તમારું મન હળવું થશે. વિદ્યાર્થીઓનું મન વાંચવામાં લાગશે.
કન્યા રાશિ : જો આજે તમે વરિષ્ઠ સભ્યો સાથે નોકરીમાં પરિવારનાં કોઈ સભ્યને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરશો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તે બધું જ મેળવી શકો છો, જેનો તમારી પાસે અત્યાર સુધી અભાવ હતો. લગ્નજીવન જીવતા લોકો આજે પોતાનાં પાર્ટનરની વાતોથી ખુશ રહેશે. તમે તેમનાં માટે ગિફ્ટ પણ લાવી શકો છો. જો પરિવારનાં વરિષ્ઠ સભ્યો તમને કોઈ કામ કરવાની મનાઈ કરે છે તો ક્યારેક વડીલોની વાત સાંભળવી પણ સારી રહે છે.
તુલા રાશિ : સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોની સામે તેમને તેમના વિરોધીઓ જોવા મળી શકે છે, જેથી ચતુરાઈપુર્વક બુદ્ધિનો ઉપયોગ કરીને તેમણે તેમાંથી બહાર નીકળવું પડશે અને અમુક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. તમારા કોઈપણ સરકારી કામને આગળ માટે મુલત્વી રાખશો નહી નહિતર તે તમારા માટે અમુક નવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તમારા વિરોધીઓ તમારા વખાણ કરતા જોવા મળશે, જેને જોઈને તમને આશ્ચર્ય થશે. સંતાનની કારકિર્દી માટે પણ ચર્ચા કરી શકો છો. તમને સાસરીયા પક્ષ તરફથી માન-સન્માન મળતું નજર આવી રહ્યું છે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે કાર્યસ્થળનાં તણાવને તમારા પર હાવી થવા દેવાની જરૂર નથી નહિતર તે તમારા અમુક કામને બગાડી શકે છે. તમને પરિવારનાં કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો તો તેનું આજે સમાધાન થઈ શકે છે. તમારે પોતાનાં મનમાં નિરાશાનજક વિચારોને આવવાથી રોકવા પડશે. તમારા અધિકારીઓનાં શબ્દોથી તમારું મનોબળ વધશે કારણ કે તમને પ્રમોશન જેવી કોઈ માહિતી સાંભળવા મળી શકે છે.
ધન રાશિ : આજનો દિવસ તમને અમુક નવા સંપર્કોથી લાભ અપાવી શકે છે. તમારે તમારા દરરોજનાં કામકાજમાં જરાપણ બેદરકારી રાખવી નહી નહિતર તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમને તમારા ફસાયેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી થશે. વ્યાવસાયિક પ્રગતિથી તમારો આત્મવિશ્વાસ વધશે અને આજે સાંજે તમે તમારા પરિવારનાં સભ્યો સાથે માંગલિક કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે તમે કેટલાક રસપ્રદ લોકોને મળશો. પરિવારમાં જો કોઈ સભ્યનાં લગ્નમાં કોઈ અડચણ આવી રહી હતી તો તે પણ આજે ખતમ થઈ શકે છે.
મકર રાશિ : આજનાં દિવસે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમનાં કામનાં કારણે સન્માનિત કરવામાં આવી શકે છે, જેનાં લીધે તેમનાં માન-સન્માનમાં વધારો થશે. આજે તમને સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મામા પક્ષ તરફથી પણ આજે તમને લાભ મળતો નજર આવી રહ્યો છે. તમારે બિનજરૂરી ઝઘડાઓથી દુર રહેવું પડશે નહિતર તમે તેમાં વ્યસ્ત રહેશો. કોઈ જુના મિત્રને મળીને તમારું મન પ્રસન્ન રહેશે. જે લોકો પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માંગતા હોય તેમણે આજે સાવધાન રહેવું પડશે કારણ કે તે તેમનાં માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કુંભ રાશિ : ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તમને ઘર અને બહાર મિત્રોની મદદથી લાભ મેળવવાની ઘણી બધી તક મળશે. તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો, જેમાં મહેમાનોની અવરજવર રહેશે. તમારે કોઈ વ્યક્તિની વાતોમાં આવીને રોકાણ કરવું નહી નહિતર તમારો તે નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. પરિવારનાં કોઈ સભ્યના કરિયર સાથે જોડાયેલો નિર્ણય લેવો હોય તો વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી વધારે સારું રહેશે.
મીન રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતાં તો તે આજે તમને પાછા મળી શકે છે, જે તમારી આર્થિક પરિસ્થિતિને મજબુત બનાવશે. અભ્યાસ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધશે. પ્રગતિનાં ક્ષેત્રમાં તમારા માટે ઘણા બધા માર્ગ ખુલશે, જેનાં પર તમે મન અનુસાર નફો મેળવી શકશો. તમે દિવસનો થોડો સમય માતા-પિતા અને ગુરુ વગેરેની સેવામાં પસાર કરશો અને તમારું મન હળવું રહેશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમનાં ગુપ્ત શત્રુઓ તેમને પરેશાન કરવાનાં પુરા પ્રયાસ કરશે, તેથી તેઓએ સાવચેત રહેવું પડશે.