આજનું રાશિફળ ૧૧ જુલાઇ ૨૦૨૩ : આજે આ રાશિ વાળા લોકોનું નસીબ સુર્યની જેમ ચમકશે, મેષ અને વૃષભ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. કાર્યક્ષેત્રની તમારી દરેક ઈચ્છાઓ પુરી થશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં. પરિવારનાં કોઈ સભ્યને વિદેશમાં નોકરીની તક મળી શકે છે. સમાજમાં સારા ખર્ચાઓથી તમારી ખ્યાતિમાં વધારો થશે. આજે તમને માંગલિક ઉત્સવમાં ભાગ લેવાની તક મળશે પરંતુ તેમાં તમારે કોઈની સાથે વાત કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ સન્માન પ્રાપ્ત થઈ શકે છે, જે તમારી ખુશીનું કારણ બનશે. વિદ્યાર્થીઓએ અન્ય લોકો સાથે બેસીને મફત સમય પસાર કરવા કરતાં તેમનાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે સારું રહેશે.

વૃષભ રાશિ : આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. મનમાં ઘણી બધી મુંઝવણ હોવા છતાં પણ તમે તમારી પરાક્રમ શક્તિમાં વધારો થશે. કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાથી તમને માનસિક શાંતિ મળશે. તમે અમુક નવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમે તમારા દુશ્મનો પર પણ ધ્યાન આપશો નહી. કાર્યક્ષેત્રમાં તમારા માટે અનુકુળ વાતાવરણ રહેશે, જેનાં લીધે તમારો પાર્ટનર પણ તમારો સાથ આપશે. જો તમે સ્થાન પરિવર્તનનું આયોજન કરી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી માતા ને થોડો શારીરિક દુખાવો થઈ શકે છે.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે એકદમ રચનાત્મક દિવસ રહેશે. ભાગીદારીમાં બિઝનેસ કરવા માટે તમારે પાર્ટનર પર વિશ્વાસ કરવો પડશે. તમે કોઈ રચનાત્મક કામ ને પુરું કરવામાં આખો દિવસ પસાર કરી શકો છો, જેનો તમને ફાયદો થશે. તમે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરશો અને તેનો ફાયદો પણ ઉઠાવશો. તમારા પરિવારનાં નાના બાળકો તમારા માટે કેટલીક વ્યવસ્થા કરી શકે છે. તમારા પરિવારનાં કોઈ સભ્યનું દુર ટ્રાન્સફર થઈ શકે છે. વિદેશમાં યોજાઈ રહેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક મળશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે મહત્વનો રહેશે કારણ કે પરિવારમાં કોઈ સભ્યનાં લગ્નનાં પ્રસ્તાવને મંજુરી મળી શકે છે અને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો પણ લઈ શકાય છે. જો તમે કોઈ કામ ધગશથી કરશો તો તેનું ફળ પણ તમને ચોક્કસ મળશે. નોકરીમાં કામ કરતા લોકો ઓફિસમાં પોતાનાં વિચારોથી વાતાવરણને સામાન્ય કરી શકશે અને તમારા સાથીઓ તમને પુરો સાથ આપશે. તમે તમારા માતા-પિતાને તીર્થસ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો. સાસરિયા પક્ષ તરફથી કોઈને ઉધાર આપવાથી બચવું પડશે નહિતર તમારી વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા માટે પણ થોડો સમય કાઢશો, જે તમારા માટે સારું રહેશે. કાર્યક્ષેત્રે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ ઉભો કરવાનાં પુરા પ્રયાસ કરશે. આજે રાત્રે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. વ્યસ્તતાનાં કારણે તમે જીવનસાથીની વાતોને સાંભળશો નહીં, જેનાં લીધે તે તમારા પર ગુસ્સે થઈ શકે છે. સંતાન તરફથી તમને કોઈ સુખદ માહિતી સાંભળવા મળી શકે છે.

કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે ચોક્કસ ફળદાયી રહેશે. પરિવારમાં કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે થોડી ખરીદી માટે પણ જઈ શકો છો, જેમાં તમારે તમારા બજેટનું ધ્યાન રાખવું જ જોઇએ. તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારી આસપાસનાં લોકો સાથે તમારે કોઈ વાદવિવાદ ના થાય. જો તમે અગાઉ ક્યારેય કોઈને પૈસા ઉધાર આપ્યા હતાં તો તે આજે તમને પાછા મળી શકે છે, જે તમારી આર્થિક પરિસ્થિતિને મજબુત બનાવશે.

તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. કાર્ય વ્યવહાર સંબંધિત તમારા બધા વિવાદો સમાપ્ત થઈ શકે છે. સ્થાવર મિલ્કતની બાબતમાં આસપાસમાં રહેતા પરિવારનાં કોઈ સભ્ય તરફથી તમને મુશ્કેલી પડશે કારણ કે તેઓ તમારા કામને બગાડવાનાં પ્રયત્ન કરશે. નોકરીયાત લોકો પર કામનું ભારણ વધી શકે છે, જેનાં લીધે તેઓ પરેશાન રહેશે પરંતુ તેમની મહેનતથી તેઓ તેને સમયસર પુરા કરશે. તમારા માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. સાસરીયા પક્ષ તરફથી તમને મન મુજબ લાભ મળશે.

વૃશ્ચિક રાશિ : રોજગાર શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જો તમે નોકરી કે બિઝનેસમાં કોઈ નવીનતા લાવી શકો છો તો તેનાંથી તમને ભવિષ્યમાં ફાયદો થશે અને કામમાં નવો જીવ આવશે. નાના વેપારીઓને મન મુજબ લાભ મળશે. તમારે પોતાનાં ખર્ચાઓને મર્યાદિત રાખવા પડશે નહિતર તમે તમારા ભેગા કરેલા પૈસાને સમાપ્ત કરી શકો છો. આજે તમારા પરિવારમાં પુજા-પાઠ, ભજન-કીર્તન વગેરેનું આયોજન પણ થઈ શકે છે. તેવામાં ઘરમાં સભ્યોની અવરજવર રહેશે. જે લોકો માંસ અને મદિરાનાં વ્યસની છે, તેઓ આજે તેને છોડવાનું વિચારી શકે છે.

ધન રાશિ : વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સાવચેતી અને સાવધાની રાખવા માટેનો રહેશે. તમારું કોઇ કાયદાકીય કામ તમારે માટે માથાનો દુખાવો બની શકે છે તેથી તમારે તેનું ધ્યાન રાખવું પડશે. વેપાર કરતા લોકોની સામે નવી તક મળશે પરંતુ તેમણે તેને ઓળખવી પડશે. તમારે તમારા પરિવારનાં કોઈ સભ્ય માટે અમુક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમારે કોઈ વ્યક્તિનાં કહેવા પર કોઈ સંપત્તિમાં રોકાણ કરવાથી બચવું પડશે નહિતર તમને મોટું નુકસાન થઈ શકે છે.

મકર રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. આજે તમારી સામે એકસાથે ઘણા બધા કામ આવશે, જેનાં લીધે તમારી ચિંતા વધી શકે છે. તમને તમારા રોજિંદા અને ઘરનાં કામકાજ સંભાળવાની સોનેરી તક મળી શકે છે પરંતુ જો તમારા બાળકની કારકિર્દીમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમારે તેનાં માટે પરિવારનાં કોઈ સભ્ય સાથે વાત કરવી પડશે તો જ તમને તેનો ઉકેલ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી રાજકારણમાં પ્રયત્ન કરી રહ્યાં છે, તેમને આજે સારી તક મળી શકે છે. ભાઈ-બહેન સાથે ચાલી રહેલ વાદવિવાદ ખતમ થઈ શકે છે.

કુંભ રાશિ : આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તેથી તમારે તમારી દિનચર્યામાં સુધારો કરવો પડશે. ખાણીપીણીમાં બેદરકારી રાખવી તમારા પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. જો તમે ઉતાવળમાં કોઈ કામ કર્યું તો તે ખરાબ થઈ શકે છે અને તમારે પોતાનાં અધિકારીઓનો ઠપકો સાંભળવો પડી શકે છે. જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવા માંગો છો તો તેમાં વડીલ સભ્યોની સલાહ લઈને કરવું વધારે સારું છે. આજે બાળકો તમારી અમુક ફરમાઇશ કરી શકે છે, જેને તમારે પુરી કરવી પડશે નહિતર તેઓ તમારાથી નારાજ થઈ શકે છે.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. ધંધો કરતા લોકો રિસ્ક લેવા માંગે છે તો તેમને મન મુજબ ફાયદો મળશે પરંતુ અમુક બાબતમાં તમારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ આગળ વધવું પડશે તો જ તમે એ બધું મેળવી શકો છો, જેનો અત્યાર સુધી તમારી પાસે અભાવ હતો. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેમાં તમારે મીઠી વાણીથી તેમાં સુધારો કરવો સારું રહેશે નહિતર તમારા પરિવારનાં લોકો તમારી આ આદતથી પરેશાન થશે.