આજનું રાશિફળ ૧૮ જુલાઇ ૨૦૨૩ : મંગળવારે આ ૫ રાશિ વાળા લોકો રહેશે ભાગ્યશાળી, ધન-દોલત અને ખુશહાલ જીવનનું સુખ મળશે

Posted by

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે ખુબ જ ફળદાયી રહેશે. તમારા સારા કામ થી તમારું અને તમારા પરિવારનું ગૌરવ વધશે અને તમારા કાર્યક્ષેત્રમાં તમારી નિર્ણય ક્ષમતાથી તમને ફાયદો થશે. અભ્યાસમાં વિદ્યાર્થીઓની રુચિ વધી શકે છે. તમે સામાજિક અને ધાર્મિક કામ માં પણ દિલ ખોલીને સહયોગ કરશો. તમારી પ્રતિષ્ઠામા વધારો થશે પરંતુ તમે તમારી શાન-શૌકતની ખરીદીની વસ્તુઓ પર પણ થોડા પૈસા ખર્ચ કરશો, જે પાછળથી તમારા માટે નવી મુશ્કેલી ઉભી કરી શકે છે. કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવું તમારા માટે નુકસાનકારક રહેશે કારણ કે તે પાછા આવવાની સંભાવના ખુબ ઓછી નજર આવી રહી છે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. રાજકારણમાં લાંબા સમયથી મહેનત કરી રહેલાં લોકોને નવું પદ સોંપવામાં આવી શકે છે. માતા-પિતાનાં આશીર્વાદ લઈને ઘરની બહાર જશો તો તમારા બધા જ કામ સરળતાથી થઈ જશે. બાળકો તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી આવકનાં નવા માર્ગ ખુલશે. સાંજ થી રાત સુધી તમે ભગવાનનાં દર્શન અને સાધનામાં સમય પસાર કરશો.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે મુશ્કેલી વાળો રહી શકે છે. જો કોઈ કેસ અન્ય કોઈ તપાસ ચાલી રહી હતી તો તે આજે તમારા માટે મુશ્કેલીરૂપ બની શકે છે. તમે તમારા પરિવાર અને સભ્યનાં સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. જે લોકો એક નોકરીમાં કામ કરી રહ્યા છે અને બીજી નોકરી શોધી રહ્યા છે તો તેમને થોડો વધુ સમય રાહ જોવી પડશે અને બાદમાં તેમની આ ઇચ્છા પુરી થશે. તમે રાતનો સમય ગીતો વગાડવામાં અને તમારા પરિવારનાં સભ્યો સાથે આનંદ કરવામાં પસાર કરશો. પરિવારમાં તમારા પર જવાબદારીઓનો બોજ પણ વધી શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો.

કર્ક રાશિ : આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થશે. જો તમારું પ્રમોશન અટકી ગયું છે તો તે આજે ચોક્કસપણે આગળ વધશે. તમે તમારી મધુર વાણીથી લોકોનું દિલ જીતી શકશો. રાત્રે તળેલું શેકેલું ભોજન લેવાથી બચવું પડશે નહીંતર તમને પેટમાં દુખાવો, ગેસ, અપચો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેઓ નોકરી સાથે પાર્ટ ટાઇમ કામ કરવાનું વિચારી રહ્યા છે તો તે તેના માટે સરળતાથી સમય કાઢી શકશે. જે લોકો પોતાનાં ઘરથી દુર નોકરી કરી રહ્યાં છે,  તેમને તેમનાં પરિવારનાં સભ્યોની યાદ આવી શકે છે અને તે તેને મળવા માટે પણ આવી શકે છે.

સિંહ રાશિ : બિઝનેસ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને તે પોતાનાં બિઝનેસમાં અમુક નવા ફેરફાર પણ કરી શકે છે. પરિવારનાં કોઈ સભ્યને સરકારી નોકરીની ઓફર મળી શકે છે, જેનાં લીધે તેમનાં પરિવારમાં પાર્ટીનું પણ આયોજન થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબુત બનશે. તમને સાસરીયા પક્ષ તરફથી માન-સન્માન મળતું નજર આવી રહ્યું છે. તમે સાંજથી લઈને રાત સુધીમાં સામાજિક કાર્યો અને વિકાસનાં કાર્યોમાં જોડાયેલા રહેશો. શેર બજારમાં રોકાણ કરતાં લોકોએ આજે તેનાથી દુર રહેવું પડશે નહિતર તેને તેમાં કોઈ મોટું નુકશાન થઈ શકે છે.

કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે દિલ થી બીજાનું સારું અને સેવા કરશો. ત્યારબાદ તમને સુખ મળશે. તમારે તમારા પિતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે. જો તેને કોઈ શારીરિક પીડા હતી તો તે આજે વધી શકે છે. તમે તમારા શાન અને શૌકત માટે આજે થોડા પૈસા પણ ખર્ચ કરશો. આજે નોકરીમાં તમારા અધિકારો વધી શકે છે, જેને જોઈને તમારો પાર્ટનર તમને પ્રેમ કરશે. કોઈએ કહેલી વાત પર વિશ્વાસ કરવાથી બચવું પડશે નહિતર તમે વાદવિવાદમાં ફસાઈ શકો છો.

તુલા રાશિ : વેપાર કરતા લોકો માટે આજનો દિવસ નુકસાનકારક સાબિત થશે કારણ કે તેમની કોઈ ડીલ પુરી થતાં થતાં અધુરી રહી જશે. આજે તમને કોઈનાં તરફથી દંડ પણ મળી શકે છે, તેથી તમારે કોઈપણ જોખમી કામ કરવાથી દુર રહેવું પડશે. પરિવારનાં કોઈ સભ્યની મીઠી મીઠી વાતોમાં આવીને કોઈપણ જગ્યાએ રોકાણ ના કરવું નહિતર નુકસાન થઈ શકે છે. હવામાનની વિપરીત અસરનાં લીધે તમને શારીરિક સમસ્યા પરેશાન કરી શકે છે. અધિકારીઓની વાતોમાં આવીને જુનિયર પોતાની મનમાની કરતાં જોવા મળશે. વિદ્યાર્થીઓ પણ તેમનાં અભ્યાસમાં સખત મહેનત કરશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે કિંમતી વસ્તુઓ મેળવવા માટેનો રહેશે. તમારા સાહસ અને પરાક્રમ સામે દુશ્મનો પણ નતમસ્તક થઈ જશે. સંતાન પ્રત્યેની જવાબદારીઓને નિભાવશો. તેમના ભવિષ્ય માટે થોડા પૈસા એકત્રિત કરવામાં પણ સફળ રહેશો. સાંજ સુધીમાં તમારી ભક્તિ અને ધાર્મિક કામમાં વિશ્વાસ વધશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમારું કોઈપણ કાયદાકીય કામ લાંબા સમયથી અધુરું હતું તો તમે તેને આજે પુરું કરવા માટે પ્રયત્નશીલ રહેશો અને તેને પુરું કર્યા બાદ જ રાહતનો શ્વાસ લેશો. આજે તમારે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે.

ધન રાશિ : આજે તમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં તમારી પાસે જે કંઈ વસ્તુની કમી હતી તે બધું જ મેળવી શકો છો. વિદ્યાર્થીઓ ગુરુઓને વફાદાર રહેશે. આજે સાંજે બાળકોને અમુક સમસ્યાઓ પરેશાન કરી શકે છે, જેમાં તમારે ભાગદોડ કરવી પડશે. કોઈને પૈસા ઉધાર આપવાથી તમને શારીરિક સમસ્યા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારો કોઈ સાથી તમને દગો આપી શકે છે, જેનાથી તમારે સાવધાન રહેવું પડશે. તમે પોતાનાં મિત્રો સાથે પિકનિક પર જવાનું વિચારી શકો છો.

મકર રાશિ : આજનો દિવસ તમારા માટે ચોક્કસ ફળદાયી રહેશે. બિઝનેસમાં ધન લાભ થવાથી તમે સફળ રહેશો અને તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે. પરિવારમાં કોઈને આપેલું જુનું વચન પણ તમે પુરું કરતા નજર આવશો. પરિવારનાં કોઈ સભ્યની મદદ કરવા માટે તમારે થોડા રૂપિયાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન જેવા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે સાંજે તમારે ઝડપથી વાહન ચલાવવાનાં ઉપયોગથી સાવધાન રહેવું પડશે નહિતર તમારા ખર્ચાઓમાં વધારો થઈ શકે છે.

કુંભ રાશિ : આજનો દિવસ તમારી શારીરિક સુખ-સુવિધાઓમાં વધારો લઈને આવશે. જો કોઈ નવા કામ માં તમારે રોકાણ કરવું પડે છે તો દિલ ખોલીને કરવું કારણ કે તેનાથી તમને ઘણો ફાયદો થશે. તમારે કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી પડશે નહિતર દુશ્મનો તેનો લાભ લેવા ઉઠાવવાનાં પુરા પ્રયાસ કરી શકે છે. ઉતાવળમાં કોઈપણ કામ કરવાથી તમને નુકસાન થવાની પુરી સંભાવના નજર આવી રહી છે. સંતાનને નોકરી અને લગ્ન વગેરે કોઈ સારા કામ માટે વધારે પ્રયાસ કરવા પડશે, જેમાં તેમને સફળતા પણ મળશે. તમારે તમારા માતા-પિતા સાથે અમુક મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવી પડશે તો જ તમારા મનનો ભાર હળવો થશે.

મીન રાશિ : આજે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે, જેથી કોઈ કામ કરવાથી તમારા માન અને સન્માનમાં વધારો થશે. આજે તમે અમુક નવી યોજનાઓ બનાવીને લાભ મેળવી શકશો. જો તમે કોઈ સંસ્થા, બેંક વગેરે પાસેથી લોન લેવા માંગો છો તો તે આજે તમને સરળતાથી મળી શકે છે પરંતુ તમારે પેટ સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડશે, જેનાં માટે તમારે ડોક્ટર સલાહ લેવી જ જોઇએ. જો વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપી હતી તો આજે તેનું પરિણામ આવી શકે છે. કોઈ નવી સંપતિ ખરીદવાની તમારી ઈચ્છા આજે પુરી થઈ શકે છે.