આખરે દુલ્હનને લગ્ન પહેલા શા માટે લગાવવામાં આવે છે મહેંદી, ૯૯% લોકો તેનું સાચું કારણ જાણતા નહિ હોય

Posted by

મહેંદી એટલે કે હાથ પર હીના થી અલગ-અલગ પ્રકારની ડિઝાઇન બનાવવી. મહેંદીને હાથમાં તો લગાવવામાં આવે જ છે પરંતુ સાથે સાથે ઘણા લોકો તો તેને પોતાનાં વાળમાં પણ લગાવે છે. તેને પ્રાકૃતિક રંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. લગભગ બધા જ ધર્મમાં મહેંદીને પવિત્ર માનવામાં આવે છે. લગ્નમાં તો દુલ્હનનાં હાથમાં મહેંદી જરૂર લગાવવામાં આવે છે પરંતુ શું તમે તેનું સાચું કારણ જાણો છો ?.

ભારતમાં રહેતા લોકોને પણ કદાચ તેનું સાચું કારણ ખબર નહિ હોય, તેવામાં આજે અમે તમને તેનું સાચું કારણ જણાવવા જઈ રહ્યા છીએ. મહેંદી એક એવી ચીજ છે જેનો દરેક ધર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ ધર્મનાં લોકો મહેંદીનો ઉપયોગ કરે છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ ઘણા અન્ય દેશમાં પણ મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં લગ્ન થી લઈને ઘણા ધાર્મિક અવસર પર પણ મહેંદી લગાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તે સોળ શૃંગારનો એક ભાગ પણ માનવામાં આવે છે. લગ્નમાં દુલ્હા અને દુલ્હન બંનેનાં હાથમાં મહેંદી લગાવવામાં આવે છે. તેનું ખાસ કારણ છે. હકિકતમાં મહેંદી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અને સાથે સાથે તે ખુબ જ પવિત્ર પણ હોય છે.

આ છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

કહેવામાં આવે છે કે લગ્નનાં સમયે દુલ્હા-દુલ્હનનાં મનમાં એક ડર રહેલો હોય છે. તેવામાં જ્યારે મહેંદી બોડી પર લગાવવામાં આવે છે તો ત્યારે તે ઠંડક આપે છે, તેનાથી બોડી ટેમ્પરેચર ઓછું થાય છે. આ કારણે તેમના હાથ અને પગ પર મહેંદી લગાવવામાં આવે છે. આ સિવાય મહેંદીને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. કહેવાય છે કે મહેંદીનો રંગ જેટલો લાલ હોય છે, કપલ વચ્ચે એટલો જ વધારે પ્રેમ વધે છે. સાથે જ લગ્નનાં જેટલા લાંબા સમય સુધી રંગ ચડ્યો રહે છે. કપલ માટે તે એટલું જ ભાગ્યશાળી હોય છે.

મહેંદી દરેક ધર્મમાં પવિત્ર છે

જણાવી દઈએ કે મહેંદી માત્ર હિંદુ ધર્મમાં જ નહિ પરંતુ મુસ્લિમ ધર્મમાં પણ પવિત્ર માનવામાં આવે છે. તેનો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે પયગમ્બર મુહમ્મદ એ દાઢીમાં મહેંદી લગાવી હતી. આ કારણે આજે પણ મુસ્લિમ લોકો પોતાની દાઢીમાં તેનો ઉપયોગ કરે છે. સાથે જ જુના સમયમાં તેનો ઉપયોગ સારવારમાં પણ કરવામાં આવતો હતો. તો હવે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આખરે લગ્ન પહેલાં મહેંદી શા માટે લગાવવામાં આવે છે?.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.