ઘર અને દુકાનની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબુ-મરચા, મોટાભાગનાં લોકો જાણતા નહિ હોય તેનું સાચું કારણ

Posted by

તમે ઘણી જગ્યાઓ પર હશે કે ઘણા લોકો પોતાની દુકાનો, વાહનો અને ઘરની બહાર લીંબુ અને મરચા લટકાવીને રાખે છે. અમુક લોકો તેને અંધવિશ્વાસ પણ માને છે તો અમુક લોકો આ પ્રથાને વિકાસ અને પરેશાનીથી બચવા માટે પણ અપનાવે છે અને અમુક લોકો પોતાની દુકાનનાં દરવાજા પર તો અમુક લોકો પોતાના બની રહેલા નવા ઘરનાં દરવાજા પર ખરાબ શક્તિઓથી બચવા માટે લગાવે છે.

ખરાબ નજરથી બચાવવામાં આવે છે કામ

એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. જાણકાર અનુસાર લીંબુની ખટાશ અને મરચાની તીખાશ ખરાબ નજરનાં પ્રભાવને ઓછો કરે છે પરંતુ શું તમને તેનું વૈજ્ઞાનિક કારણ ખબર છે. તો ચાલો તમને જણાવી દઈએ.

જાણો તેની પાછળનું સાયન્સ

લીંબુ-મરચાને દરવાજા પર લટકાવવા પાછળ પણ સાયન્સ છે. હકિકતમાં જ્યારે આપણે લીંબુ-મરચા જેવી વસ્તુ જોઈએ છીએ તો મનમાં તેનો સ્વાદ અનુભવ કરવા લાગીએ છીએ, જેનાં લીધે વધારે સમય સુધી તેને જોઇ શકતા નથી અને ત્યાંથી તરત પોતાનું ધ્યાન હટાવી દઈએ છીએ.

સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે

આ સિવાય હેલ્થની દ્રષ્ટિથી જોવામાં આવે તો લીંબુ અને મરચાં આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો લીંબુ વધારે ખાટું અને મરચું વધારે તીખું હોય છે અને જ્યારે તે પ્રવેશદ્વારમાં હોય છે તો તેની તીવ્ર ગંધથી મચ્છર, માખી પ્રવેશ કરતા નથી અને તે વાતાવરણને પણ શુદ્ધ કરે છે સાથે સાથે તે આપણા સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ છે

લીંબુ-મરચામાં કિટકનાશક ગુણો રહેલાં હોય છે, જેને લટકાવવાથી ત્યાનું વાતાવરણ શુદ્ધ રહે છે. જ્યાં લીંબુ નું ઝાડ હોય છે, તેની આસપાસનાં સ્થાન એકદમ શુદ્ધ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લીંબુ નું ઝાડ હોય છે, તે ઘરને એકદમ શુદ્ધ માનવામાં આવે છે. લીંબુ ની અંદર નેગેટિવ એનર્જીને નષ્ટ કરીને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા હોય છે.