આખરે શા માટે આટલા ભણેલા-ગણેલા ડોક્ટરોનાં હેન્ડરાઇટિંગ આટલા ખરાબ હોય છે, જાણો તેનું કારણ

Posted by

જો કોઈ વ્યક્તિ બિમાર હોય છે તો તેને સૌથી પહેલા ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડોક્ટર પાસે જઈને તે પોતાની બિમારીની સારવાર કરાવે છે. જ્યારે ડોક્ટર દર્દીને ચેક કર્યા બાદ દવા લખે છે તો ડોક્ટરની પર્ચી જોઈને તમને મનમાં એવો સવાલ જરૂર આવ્યો હશે કે ડોક્ટરો આટલી ખરાબ હેન્ડ રાઇટિંગમાં શા માટે લખે છે. ઘણા લોકો એવા પણ હશે જેમણે ડોક્ટરની હેન્ડરાઇટિંગ વિશે જાણવાની કોશિશ પણ કરી હશે. જ્યારે પણ ડોક્ટર કોઈ પણ દવાનું નામ લખે છે તો તે સામાન્ય લોકોની સમજની બહાર હોય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી ડોક્ટરો ખરાબ હેન્ડ રાઇટિંગમાં શા માટે લખે છે, તેનાં વિશે જણાવવાના છીએ.

ક્યારેય પણ સામાન્ય વ્યક્તિ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. માત્ર કેમિસ્ટ કે પછી કોઈ મેડિકલમાં કામ કરનારી વ્યક્તિ જ તેને સમજી શકે છે. તમને જણાવી દઈએ કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર ડોક્ટરોને એવી ગાઈડ લાઈન આપવામાં આવે છે કે તેમને પોતાના પ્રિસ્ક્રિપશન સ્પષ્ટ અને કેપિટલ લેટરમાં લખવા પડશે, એટલું જ નહી પરંતુ આ ડોક્ટરોને ગાઈડલાઈન આપવામાં આવી છે કે તેમને તેમના દરેક દર્દીને પ્રિસ્ક્રિપશન સંપૂર્ણ રીતે એક્સપ્લેન કરવી પડશે કે કઈ દવા કઈ બિમારીની છે અને તેનું નામ શું છે પરંતુ આજકાલના સમયમાં મોટાભાગનાં ડોક્ટર એવું જરા પણ કરતા નથી. આખરે ડોક્ટરે કઈ દવા લખી છે? તેને સમજવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

તો ચાલો હવે આપણે મુદ્દા પર આવીએ. જો તમને પણ તમારા મનમાં આવો સવાલ આવી રહ્યો છે કે આખરે ડોક્ટર આટલી ખરાબ હેન્ડ રાઇટિંગમાં શા માટે લખે છે તો આજે તમને આ સવાલનો જવાબ મળી જશે. જ્યારે અમે આ સવાલ પર એક મહિલા ડોક્ટરને પૂછ્યું કે  દરેક ડોક્ટર પોતાના પ્રિસ્ક્રિપશનમાં આટલી અજીબ રાઇટીંગ શા માટે લખે છે તો તેમણે જવાબ આપ્યો હતો કે, “ડોક્ટરોએ ડોક્ટર બનતા પહેલા ખૂબ જ મહેનત કરી હોય છે. તેમણે ઓછા સમયમાં મોટી-મોટી પરીક્ષાએ પૂરી કરી હોય છે અને આ જ કારણે સમય બચાવવાનાં ચક્કરમાં તે ખૂબ જ જલ્દીમાં લખે છે, જેનાં કારણે તેમની હેન્ડરાઇટિંગ એટલી ખરાબ થઈ ગઈ હોય છે કે સામાન્ય લોકોને સમજમાં આવતી નથી”.

હવે તમારા લોકોનાં મનમાં એવો સવાલ જરૂર આવી રહ્યો હશે કે કેમિસ્ટ અને મેડિકલ વાળા કઈ રીતે ડોક્ટરની ખરાબ હેન્ડરાઇટિંગને સમજી જાય છે તો તમારા આ સવાલનો જવાબ પણ અમે તમને બતાવવાના છીએ. હકિકતમાં ડોક્ટર જલ્દી લખવા માટે અમુક કોડનો ઉપયોગ કરે છે અને મેડિકલ ભાષામાં આ કોડને મોટાભાગે મેડીકલ લાઈનનાં વ્યક્તિઓ જ સમજી શકે છે. કેમીસ્ટ વાળાને તેની પ્રેક્ટિસ થઈ જાય છે. તેમને એ ખબર પડી જાય છે કે કંઈ દવાનું નામ લખેલું છે અને અને તેને કેવી રીતે લખવામાં આવે છે. બસ આ જ કારણ છે જ્યારે આપણે કોઈપણ કેમિસ્ટને ડોક્ટર દ્વારા લખેલી દવાની ચીઠ્ઠી બતાવીએ છીએ તો તે તરત જ સમજી જાય છે કે ડોક્ટરે કઈ દવા લખી છે.