આખરે શા માટે ભગવાનને લગાવવામાં આવતો નથી લસણ અને કાંદા નો ભોગ, કારણ જાણી લેશો તો થઈ જશો આશ્ચર્યચકિત

Posted by

ભગવાનને ભોગ લગાવવા માટે હંમેશા મીઠાઈ અને ફુલોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ભગવાનનાં પુજાપાઠની વાત આવે છે તો લસણ અને કાંદા ને તેનાથી દુર જ રાખવામાં આવે છે. તમે જોયું હશે કે નવરાત્રિમાં ઘણા લોકો તો લસણ અને કાંદાનું સેવન પણ કરતા નથી પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું આખરે શા માટે હોય છે?. અમે દાવો કરીએ છીએ કે ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આવું શા માટે હોય છે?.

બીજા લોકો બસ એવું જ જાણતા હોય છે કે આવું ના કરવું જોઇએ. જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવાનો સમય આવે છે તો આપણે તેમને સાત્વિક ભોજન જ ખવડાવીએ છીએ, જેથી કોઈ પાપ ના લાગે અને ધર્મ ભ્રષ્ટ ના થાય. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આખરે ભગવાનને લસણ અને કાંદાનો ભોગ શા માટે લગાવવામાં આવતો નથી.

આ કારણથી લગાવવામાં આવતો નથી ભોગ

જણાવી દઇએ કે ભગવાનને લસણ અને કાંદાનો ભોગ એટલા માટે લગાવવામાં આવતો નથી કારણકે શાસ્ત્રોમાં તેને સાત્વિક માનવામાં આવતું નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે લસણ અને કાંદાનું સેવન કરવાથી વ્યક્તિને ગુસ્સો જલ્દી આવે છે અને તે રાક્ષસી પ્રવૃત્તિનો થઈ જાય છે એટલા માટે અમુક લોકો તો પોતાનાં ભોજનમાં પણ લસણ અને કાંદા નો ઉપયોગ કરતા નથી.

એટલું જ નહીં તેઓ તેને અપવિત્ર સમજે છે અને તેમનું માનવું છે કે તેને ખાઈને તે પણ અપવિત્ર થઈ જશે. માન્યતા તો ત્યાં સુધી છે કે તેને ગ્રહણ કરવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતા ઉત્પન્ન થવા લાગે છે. તમારા મગજમાં હંમેશા નકારાત્મક વિચારો આવવા લાગે છે. આ કારણે આપણે ઈશ્વરને લસણ અને કાંદા નો ભોગ લગાવતા નથી.

માન્યતા સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા

ભગવાનને લસણ અને કાંદા નો ભોગ ના લગાવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે સમુદ્રમંથન સમયે રાહુ અને કેતુ એ દગાથી અમૃત પી લીધું હતું. જેવી જ આ વાત ભગવાન વિષ્ણુને ખબર પડી તો તેમણે બંનેનાં માથા ધડથી અલગ કરી દીધા પરંતુ અમૃત પીવાનાં કારણે તે માથા જીવિત રહ્યા હતાં એટલે કે મરીને પણ તેઓ મર્યા નહિ. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ બંનેનાં માથા કાપ્યા હતાં તો રક્તનાં ટીપા જમીન પર પડ્યા હતાં અને આ ટીપા માંથી કાંદા અને લસણ બન્યા.

જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોવા જઈએ તો લસણ અને કાંદાનાં ઘણા બધા ફાયદાઓ છે. તેમાં રોગ સામે લડવાની ક્ષમતા મળી આવે છે કારણકે તેનું નિર્માણ અમૃતથી થયું હતું પરંતુ રાક્ષસથી ઉત્પન્ન થવાનાં લીધે તેને ભગવાનને ચઢાવવામાં આવતા નથી. અમુક લોકોનું માનીએ તો લસણ અને કાંદા નાં ઉપયોગથી વ્યક્તિનું મન પુજાપાઠ માંથી ભટકવા લાગે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી.