શું તમે જાણો છો આખરે શા માટે કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી, શું ખરેખર ત્યાં રહે છે ભગવાન શિવ

હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતનું ખુબ જ મહત્વ છે કારણકે તે ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ તેમાં વિચારવા વાળી વાત એ છે કે દુનિયાનો સૌથી ઊંચો પહાડ માઉન્ટ એવરેસ્ટને અત્યાર સુધીમાં ૭૦૦૦ થી વધારે લોકો પાર કરી શક્યા છે, જેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે પરંતુ કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી જ્યારે તેની ઊંચાઈ એવરેસ્ટ કરતાં લગભગ ૨૦૦૦ મીટર ઓછી એટલે કે ૬૬૩૮ મીટર છે. જે હજુ સુધી રહસ્ય બનેલું છે.

કૈલાશ પર્વત પર ક્યારેય કોઈ ના ચડી શકવાની ઘણી કહાની પ્રચલિત છે. અમુક લોકોનું માનવું છે કે કૈલાશ પર્વત પર શિવજી નિવાસ કરે છે અને એટલા માટે કોઈ જીવિત વ્યક્તિ ત્યાં ઉપર પહોંચી શકતો નથી. મૃ-ત્યુ બાદ કે જેણે કોઇ પાપ ના કર્યા હોય માત્ર તે જ વ્યક્તિ કૈલાશ પર્વત પર પહોંચી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કૈલાશ પર્વત પર થોડું ઉપર ચઢતા જ વ્યક્તિ દિશાહીન થઈ જાય છે.

જોકે દિશા વગર ચઢાઈ કરવી મતલબ મૃ-ત્યુને આમંત્રણ આપવા જેવુ છે એટલા માટે કોઈપણ વ્યક્તિ આજ સુધી કૈલાશ પર્વત પર ચડી શક્યું નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પર્વતારોહી એ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે તેણે કૈલાશ પર્વત પર ચઢવાની કોશિશ કરી હતી પરંતુ આ પર્વત પર રહેવું અસંભવ હતું કારણકે ત્યાં શરીરનાં વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે.

આ સિવાય કૈલાશ પર્વત ખુબ જ વધારે રેડિયો એક્ટિવ પણ છે. આ સિવાય કહેવાય છે કે કૈલાશ પર્વતનો કોણ પણ ૬૫ ડિગ્રીથી વધારે છે. જોકે માઉન્ટ એવરેસ્ટમાં તે ૪૦-૬૦ સુધીનો છે. જે તેની ચઢાઇને વધારે મુશ્કેલ બનાવે છે. તે પણ એક કારણ છે કે પર્વતારોહી એવરેસ્ટ પર તો ચડી જાય છે પરંતુ કૈલાશ પર્વત પર ચડી શકતા નથી.

રશિયાનાં એક પર્વતારોહી સરગે સિસ્ટિયાકોવ એ જણાવ્યું હતું કે, “જ્યારે હું કૈલાશ પર્વતની એકદમ નજીક પહોંચી ગયો હતો તો મારા હૃદયનાં ઝડપથી વધવા લાગ્યાં હતાં. હું તે પર્વતની એકદમ સામે હતો, જેના પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી પરંતુ અચાનક મને ખુબ જ કમજોરીનો અનુભવ થવા લાગ્યો હતો અને મનમાં એક વિચાર આવવા લાગ્યો કે મારે અહીં વધારે રોકાવું ના જોઈએ. ત્યારબાદ જેમ જેમ હું નીચે આવતો ગયો તેમ તેમ મારું મન હળવું થતું ગયું”.

કૈલાશ પર્વત પર ચડવાનો છેલ્લો પ્રયત્ન લગભગ ૧૮ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૦૧ માં કરવામાં આવ્યો હતો, જ્યારે ચીન એ સ્પેનની એક ટીમને કૈલાશ પર્વત પર ચડવાની પરવાનગી આપી હતી. હાલમાં કૈલાશ પર્વત પર ચડવાની સંપુર્ણ રીતે મનાઈ કરવામાં આવી છે કારણકે ભારત અને તિબ્બટ સહિત દુનિયાના લોકોનું માનવું છે કે આ પર્વત એક પવિત્ર સ્થાન છે એટલા માટે તેના પર કોઈને પણ ચઢાઇ કરવા દેવી જોઈએ નહીં.

જોકે કહેવાય છે કે ૯૨ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૧૯૨૮ માં એક બૌદ્ધ ભિક્ષુ મિલારેપ જ કૈલાશ પર્વતની તળેટીમાં જવા અને તેના પર ચડવામાં સફળ રહ્યા હતાં. તે આ પવિત્ર અને રહસ્યમય પર્વત પર જઈ જીવિત પરત ફરવા વાળા દુનિયાનાં પહેલા વ્યક્તિ હતાં. તેનો ઉલ્લેખ પૌરાણિક સાહિત્યમાં પણ મળી આવે છે.