આખરે રાત્રે શા માટે રડે છે પારિજાતના ફુલ, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ રહસ્ય, માત્ર એકવાર સ્પર્શ થી જ ગમે તેવો થાક થઈ જાય છે દુર

Posted by

થોડા સમય પહેલા રામ મંદિરની આધારશીલા રાખવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પારિજાતનું વૃક્ષ પણ લગાવ્યું હતું. “પારિજાત” જેને હારનો શૃંગાર પણ કહેવામાં આવે છે. હિન્દુ માન્યતામાં એક ખુબ જ મહત્વપુર્ણ સ્થાન રાખે છે. આપણા શાસ્ત્રમાં તેને અત્યંત શુભ અને પવિત્ર વૃક્ષની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. પારિજાતનાં ફુલ ખુબ જ સુગંધી તો હોય જ છે પરંતુ સાથે સાથે ઔષધી તરીકે પણ તેનો પ્રયોગ થાય છે. પારિજાતનાં વૃક્ષ સાથે સંબંધિત વિવિધ કથા પણ આપણા પૌરાણિક ઇતિહાસનો ભાગ છે.

ઈશ્વરની આરાધનામાં ફુલોનું વિશેષ સ્થાન છે. ફુલ પવિત્ર અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે દેવતાઓને તે ખુબ જ પ્રિય છે. આ સુંદર દુનિયામાં રંગબેરંગી અનેક ફુલ જોવા મળે છે જેમાંથી એક છે પારિજાતનાં ફુલ. પારિજાતનાં ફુલ જોવામાં અલૌકિક પ્રતીત થાય છે પરંતુ તેના ઉદભવ સાથે જોડાયેલી કહાની તેનાથી પણ ખુબ જ વધારે અદભુત છે. પારિજાતનાં વૃક્ષની ખાસિયત છે કે જે પણ તેને એકવાર સ્પર્શ કરી લે છે તેનો થાક થોડી મિનિટોમાં જ ગાયબ થઈ જાય છે. તેનું શરીર પુનઃસ્ફુર્તિ પ્રાપ્ત કરી લે છે. હરિવંશપુરાણ અનુસાર સ્વર્ગની અપ્સરા ઊર્વશી પારિજાતનાં વૃક્ષને સ્પર્શ કરીને જ પોતાનો થાક દુર કરતી હતી.

દૈવીય વૃક્ષ

પારિજાતનાં વૃક્ષને દૈવીય કહેવામાં આવે છે, જેમાં વર્ષમાં બસ એક મહિનામાં ફુલ ખીલે છે. ગંગા દશેરાની આસપાસ આ ઝાડ પર ફુલ ખીલે છે પરંતુ આશ્ચર્યની વાત છે કે જ્યારે ઝાડ પરથી ફુલ પડે છે તો તે ઝાડની નજીક નહિ પરંતુ દુર જઈને પડે છે.

રુકમણી અને કૃષ્ણ ની પ્રેમ કહાની

પારિજાતનાં ફુલનો આ સ્વભાવ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીની પ્રેમની કહાની અને સત્યભામાની ઈર્ષ્યા સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર એકવાર નારદ ઋષિ ઇન્દ્રલોકથી આ વૃક્ષના થોડા ફુલ લઈને શ્રી કૃષ્ણ પાસે ગયા હતાં.

નારદ ની ચાલાકી

કૃષ્ણએ આ ફુલ તેમની પાસેથી લઇને તેમની પાસે બેસેલી પત્નિ રુક્મણીને આપી દીધા હતાં. આ ઘટના બાદ નારદ મુની, કૃષ્ણની બીજી પત્નિ સત્યભામા પાસે ગયા અને તેમને કહ્યું કે પારિજાતનાં ઘણા સુંદર ફુલ શ્રી કૃષ્ણએ રુકમણીને સોંપી દીધા છે અને તમારા માટે એકપણ ના રાખ્યું.

સત્યભામાની ઈર્ષ્યા

આ વાત સાંભળીને સત્યભામા ઈર્ષાથી ભરાઈ ગઈ અને શ્રી કૃષ્ણ પાસે જીદ કરવા લાગી કે તેમને પારિજાતનું દિવ્ય વૃક્ષ જોઈએ છે. પારિજાતનું વૃક્ષ દેવલોકમાં હતું એટલા માટે શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે, તે ઈન્દ્રને આગ્રહ કરીને વૃક્ષ તેમને લાવી આપશે.

દેવરાજ ઇન્દ્ર

પતિ-પત્નિમાં ઝઘડો કરાવીને નારદ, દેવરાજ ઈન્દ્ર પાસે ગયા અને તેમને કહ્યું કે મૃત્યુલોક થી આ વૃક્ષને લઈ જવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે પરંતુ આ વૃક્ષ સ્વર્ગની સંપત્તિ છે એટલા માટે અહીં જ રહેવું જોઈએ.

ઇન્દ્રલોક

એટલામાં જ શ્રી કૃષ્ણ પોતાની પત્નિ સત્યભામા સાથે ઇન્દ્રલોકમાં આવ્યા. પહેલા તો ઈન્દ્ર એ આ વૃક્ષ આપવાની મનાઈ કરી દીધી પરંતુ અંતમાં તેમણે આ વૃક્ષ આપવું જ પડ્યું. જ્યારે શ્રી કૃષ્ણ પારિજાતનું વૃક્ષ લઈને જઈ રહ્યા હતાં ત્યારે દેવરાજ ઈન્દ્ર એ વૃક્ષને એવો શ્રાપ આપી દીધો કે આ ઝાડનાં ફુલ દિવસમાં ખીલશે નહિ.

શ્રી કૃષ્ણ ની ચાલાકી

સત્યભામાની જીદનાં કારણે શ્રી કૃષ્ણ પારિજાતનાં વૃક્ષને ધરતી પર લઇ આવ્યા હતાં અને સત્યભામાની વાટિકામાં લગાવી દીધું હતું પરંતુ સત્યભામાને સબક શીખવાડવા માટે તેમણે કંઈક એવું કર્યું કે વૃક્ષ લગાવવામાં આવ્યું હતું તો સત્યભામાની વાટિકામાં પરંતુ તેના ફુલ રુકમણીની વાટિકામાં પડતા હતાં. આ રીતે સત્યભામાને વૃક્ષ તો મળ્યું પરંતુ ફુલ રુકમણીને જ પ્રાપ્ત થતા હતાં. આ જ કારણ છે કે પારિજાતનાં ફુલ પોતાના વૃક્ષ થી ખુબ જ દુર જઈને પડે છે.

રાજકુમારી નો પ્રેમ

પારિજાતનાં વિષયમાં એક અન્ય માન્યતા પારિજાત નામની રાજકુમારી સાથે જોડાયેલી છે. જે સુર્યદેવને ખુબ જ પ્રેમ કરતી હતી. અથાગ પ્રયાસ અને તપ છતાં જ્યારે સુર્યદેવે પારિજાતનો પ્રેમ સ્વીકાર ના કર્યો ત્યારે ક્રોધમાં આવીને પારિજાતે આત્મહ-ત્યા કરી લીધી હતી.

સત્યભામાની વાટીકા

એક અન્ય કથા અનુસાર પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો પોતાની માતા કુંતી સાથે ક્યાંક જઈ રહ્યા હતાં, તે સમયે તેમણે સત્યભામાની વાટિકામાં આ વૃક્ષ જોયું. કુંતી એ પોતાનાં પુત્રોને આ વૃક્ષને “બોરોલિયા” માં લગાવવા માટે કહ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી “બારાબંકી” નું આ વૃક્ષ ત્યાં જ સ્થિત છે. દેશભરમાંથી લોકો આ સ્થાન પર પુજા-અર્ચના કરીને પોતાની મનોકામના માંગવા અને થાક દુર કરવા આવે છે.

રોચક વૃક્ષ

“બારાબંકી” સ્થિત પારિજાતનું વૃક્ષ ખુબ જ રોચક છે. લગભગ ૫૦ ફુટનાં તન તથા ૪૫ ફુટની ઊંચાઈ વાળા આ વૃક્ષની મોટાભાગની ડાળીઓ વળીને ધરતીને સ્પર્શે છે. આ વૃક્ષ વર્ષમાં બસ જુન મહિનામાં જ ફુલ આપે છે.

વૃક્ષનું આયુષ્ય

જો આ વૃક્ષની ઉંમરની વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકો અનુસાર આ વૃક્ષ ૧ હજારથી ૫ હજાર વર્ષ સુધી જીવિત રહી શકે છે. દુનિયામાં આ પ્રકારની માત્ર પાંચ પ્રજાતિ છે, જેને “એડોસોનિયા” વર્ગમાં રાખવામાં આવે છે. પારિજાતનું વૃક્ષ પણ આ પાંચ પ્રજાતિમાંથી “ડીજાહટ” પ્રજાતિનું સદસ્ય છે.

માતા લક્ષ્મીજીને પ્રિય

ધનની દેવીને પણ પારિજાતનાં ફુલ ખુબ જ પ્રિય છે એટલા માટે તેમની પુજામાં પારિજાતનાં ફુલ જરૂર અર્પણ કરવા જોઇએ.