તમે ઘણીવાર શોરૂમમાં જોયું હશે કે ઘડિયાળમાં ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો જ ટાઇમ સેટ કરવામાં આવે છે. તમે શો-રૂમની કોઈપણ દિવાલ પર લટકાવવામાં આવેલી કે હાથમાં પહેરવામાં આવતી ઘડિયાળ જોશો તો તેના પર આ જ ટાઈમ સેટ કરવામાં આવેલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવા પાછળનું કારણ શું છે? હકીકતમાં આવું કરવા પાછળ એક નહીં પરંતુ ઘણી કહાનીઓ પ્રચલિત છે. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આખરે શા માટે શો-રૂમમાં લાગેલી દરેક ઘડિયાળ પર આ જ ટાઇમ સેટ કરવામાં આવે છે.
ઘણા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે આખરે આવું શા માટે હોય છે. શા માટે શો-રૂમમાં લગાવવામાં આવેલ દરેક ઘડિયાળમાં ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો જ ટાઇમ સેટ કરવામાં આવે છે. ઘણા લોકો પાસેથી એવો જવાબ સાંભળવા મળ્યો હતો કે એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘડિયાળની શોધ કરનારનું નિધન આ સમય પર થયું હતું અને તેમના સન્માનમાં ઘડિયાળ નિર્માતાઓએ આ સમય સેટ કર્યો. પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં એવું કંઈપણ નથી. તો ચાલો હવે અમે આ સમયની પાછળ આપવામાં આવેલ અમુક તર્ક વિશે જાણકારી આપી દઈએ.
નકારાત્મક ચેહરાને બદલવો
જણાવી દઈએ કે ટાઈમેક્સ, રોલેક્સ પ્રસિદ્ધ કંપનીઓ પોતાની ઘડિયાળમાં ૮ વાગ્યાને ૨૦ મિનિટનો સમય સેટ કરતી હતી. આવું એટલા માટે કરવામાં આવતું હતું કારણકે આ પ્રકારનો ટાઇમ સેટ કરવા પર ઘડિયાળના નિર્માતાઓનું નામ ઉપભોક્તાઓને બંને કાંટાની વચ્ચે બિલકુલ સ્પષ્ટ નજર આવતું હતું. તેને જોઈને ગ્રાહકો ખૂબ જ આકર્ષિત થતા હતા પરંતુ બાદમાં આ સમયને બદલી નાખવામાં આવ્યો કારણકે ઘડિયાળના નિર્માતાઓને લાગ્યું કે ૮.૨૦ ટાઇમ સેટ કરવાથી જે આકૃતિ બને છે તે ગ્રાહકોના મગજમાં નકારાત્મક સંદેશ છોડે છે. તમને જણાવી દઈએ કે ૮.૨૦ મિનિટ પર એક દુઃખી ચહેરાની આકૃતિ બનતી હતી તેથી લોકોનું માનીએ તો નકારાત્મક લુકના કારણે આ સમયને બદલીને ૧૦.૧૦ પર સેટ કરવામાં આવ્યો. આ સમય સ્મિત જેવો પ્રતીત થાય છે.
વિક્ટ્રીનું નિશાન
૧૦.૧૦ પર ઘડિયાળના કાંટા હોવાથી V નું નિશાન બને છે, જેને વિકટ્રીનું સાઇન માનવામાં આવે છે. આ સાઇનથી લોકોને પ્રેરણા મળે છે. આ કારણ પણ ઘણા કારણોમાંથી એક હોઈ શકે છે પરંતુ તે વાસ્તવિક કારણ હોવા માટેનું કોઈ પ્રમાણ નથી.
ઘડિયાળ નિર્માતાનાં નામને બતાવવા માટે
અમુક લોકોનું માનીએ તો ઘડિયાળનાં નિર્માતાઓ પોતાનું નામ ૧૨ વાગ્યાનાં નિશાનની બિલકુલ વચ્ચે લખે છે. તેથી ૧૦.૧૦ સમય સેટ કરવા પર લોકોની નજર તરત જ નિર્માતાઓનાં નામ પર પડે છે અને તે નામ જોઈને જ ઘડિયાળ ખરીદવાનું મન બનાવી લે છે. તેથી આ સમય (૧૦ વાગ્યેને ૧૦ મિનિટ) નો ઉપયોગ માર્કેટિંગના હેતુથી પણ કરવામાં આવે છે.
હિરોશિમા અને નાગાસાકી પર આક્રમણ
વધારે એક કહાનીનું માનીએ તો આ ૧૦.૧૦ સમય પર હિરોશિમા પર લિટલ બોય નામનો પરમાણુ હુમલો કરવામાં આવ્યો હતો તેથી આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સહાનુભૂતિ માટે ઘડિયાળના નિર્માતાઓએ આ સમયની પસંદગી કરી. પરંતુ આ પણ સંપૂર્ણ સત્ય નથી કારણકે લોકલ સમયના અનુસાર આ બોમ ૮.૧૦ પર મુકવામાં આવ્યો હતો.
આવું પણ કહે છે લોકો
અમુક લોકોનું એવું માનવું છે કે ૧૦.૧૦ મિનિટનો સમય એટલા માટે સેટ કરવામાં આવે છે કારણ કે આ સમયે પહેલી ઘડિયાળ બનીને તૈયાર થઈ હતી. વળી અમુક લોકો કહે છે કે આ ટાઇમ સેટ કરવા પર ઘડિયાળના કાંટા જોવામાં સરળ રહે છે પરંતુ આ સરળતા આપણને અન્ય સમય સેટ કરવા પર પણ જોવા મળે છે.