આખરે શા માટે નવરાત્રિમાં લોકો લસણ અને ડુંગળીનું સેવન કરતા નથી, તેની પાછળ છે આ આશ્ચર્યજનક કારણ

Posted by

ભગવાનને ભોગ ધરાવવા માટે ઘણીવાર મીઠાઈ અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ભગવાનના પૂજાપાઠની વાત આવે છે તો લસણ અને ડુંગળીને તેમનાથી દૂર રાખવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં તમે જોયું હશે કે લોકો લસણ અને ડુંગળીનું સેવન પણ કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનું કારણ શું છે ? અમે દાવો કરીએ છીએ કે આવું શા માટે કરવામાં આવે છે તેની જાણ ખૂબ જ ઓછા લોકોને હશે.

અન્ય લોકો તો બસ એટલું જ જાણતા હોય છે કે તેનું સેવન ના કરવું જોઈએ. જ્યારે પણ ભગવાનને ભોગ ધરવામાં આવે છે તો આપણે તેમને શુદ્ધ સાત્વિક ભોજન જ ખવડાવીએ છીએ. કારણકે કોઈ પાપ ના લાગે અને ધર્મ ભ્રષ્ટ ના થાય. નવરાત્રિમાં તો ડુંગળી અને લસણ ખાવાની સખત મનાઈ હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આખરે ભગવાનને લસણ અને ડુંગળીનો ભોગ શા માટે ધરવામાં આવતો નથી.

આ કારણથી નવરાત્રિમાં કરવામાં આવતું નથી ડુંગળી અને લસણનું સેવન

જણાવી દઈએ કે ભગવાનને લસણ અને ડુંગળીનો ભોગ એટલા માટે ધરવામાં નથી આવતો કારણ કે શાસ્ત્રોમાં તેને સાત્વિક માનવામાં આવતું નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે લસણ અને ડુંગળીનું સેવન કરવાથી વ્યક્તિને ગુસ્સો જલ્દી આવી જાય છે અને તે રાક્ષસી પ્રવૃત્તિનો બની જાય છે. તેથી નવરાત્રિમાં અમુક લોકો તો પોતાના ભોજનમાં પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા નથી.

ફક્ત એટલું જ નહીં તે લોકો તેને અપવિત્ર સમજે છે અને તેમનું માનવું છે કે તેનું સેવન કરીને તે પણ આપવિત્ર થઈ જશે. માન્યતા તો ત્યાં સુધીની છે કે તેનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતા ઉત્પન્ન થવા લાગે છે. તમારું મગજ હંમેશા નકારાત્મક વાતો વિચારવા લાગે છે. આ કારણને લીધે જ આપણે નવરાત્રિમાં માતા લક્ષ્મીને લસણ અને ડુંગળીનો ભોગ ધરાવતાં નથી.

પૌરાણિક કથા પણ જોડાયેલી છે સાથે

ભગવાનને લસણ અને ડુંગળીનો ભોગ ના ધરાવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમય દરમિયાન રાહુ અને કેતુ એ છેતરપિંડી કરીને અમૃતનું રસપાન કર્યું હતું. જ્યારે ભગવાન વિષ્ણુને આ વાતની જાણ થઈ તો તેમણે બંનેના માથા ધડથી અલગ કરી દીધા હતા. પરંતુ અમૃત રસપાન કરવાના કારણે તે માથા જીવિત હતા એટલે કે મૃત્યુ આપવા છતાં પણ મૃત્યુ પામ્યા નહી. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ બંનેના માથા કાપી નાખ્યા તો લોહીના ટીપા જમીન પર પડવા લાગ્યાં અને તે જ ટીપા થી લસણ અને ડુંગળી બન્યા.

જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોવામાં આવે તો લસણ અને ડુંગળીના અઢળક ફાયદાઓ છે. તેનામા રોગો સાથે લડવાની ક્ષમતા મળી આવે છે કારણ કે તેનું નિર્માણ અમૃતથી થયેલ છે પરંતુ રાક્ષસ માંથી ઉત્પન્ન થવાના કારણે તેને ભગવાનને ધરવામાં આવતા નથી. વળી જો અમુક લોકોની વાત માનીએ તો લસણ અને ડુંગળીના ઉપયોગથી વ્યક્તિનું મન પૂજા-પાઠ માંથી ભટકવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *