આખરે કેમ બુધવારનાં દિવસે યુવતિઓએ ના જવું જોઈએ સાસરે, કારણ જાણીને ચોંકી જશો

Posted by

જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એક પરંપરાઓનો દેશ છે. અહીયા આપણે લોકો જાતજાતની પરંપરાઓથી બંધાયેલા છે. અમુક પરંપરાઓ તો ત્યારથી ચાલી આવી રહી છે કે તેની સાથે જોડાયેલ કોઈ ઇતિહાસ પણ બચ્યો નથી. ભારતમાં શાસ્ત્રનું ઘણું મહત્વ હોય છે. શાસ્ત્રોમાં અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે, જે દિવસે અમુક ખાસ શુભ કામ ના કરવા વિશે મનાઈ કરવામાં આવી છે. તેમાં મુસાફરીને લઇને અમુક ખાસ કાર્યો પણ સામેલ છે. આજે અમે તમને બુધવાર સાથે જોડાયેલી એક માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે બુધવારનાં દિવસે યુવતિઓને સાસરે મોકલવી ના જોઇએ.

સાસરિયા પક્ષ સાથે સંબંધ થઈ જાય છે ખરાબ

એવું માનવામાં આવે છે કે બુધવારનાં દિવસે દિકરીની વિદાય કરવી તમારા માટે અને તમારી દિકરી માટે ઘણી દુઃખદાયી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે તમારી દિકરીની બુધ ગ્રહ દશા સારી ના હોય તો એવું ભૂલથી પણ ન કરવું. એવું પણ માનવામાં આવે છે કે બુધવારનાં દિવસે દિકરીની વિદાય કરવાથી રસ્તામાં કોઈ દુર્ઘટના થવાની સંભાવના બની રહે છે. માત્ર એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે તેનાથી દિકરીના સંબંધ સાસરિયામાં ખરાબ થઈ જાય છે. શાસ્ત્રોમાં આવા ખરાબ અપશુકન સાથે જોડાયેલા કારણો વિશે પણ જણાવવામાં પણ આવ્યું છે.

બુધ ગ્રહ ચંદ્રને માને છે પોતાનો દુશ્મન

એક પૌરાણિક માન્યતા અનુસાર બુધ ગ્રહ ચંદ્રને પોતાના દુશ્મન માને છે પરંતુ તેનાથી વિપરીત ચંદ્રમા બુધને પોતાનાં દુશ્મન માનતા નથી. શાસ્ત્રોમાં ચંદ્રને યાત્રાનો કારક માનવામાં આવે છે. જ્યારે બુધને ધન લાભનો. એટલા માટે માનવામાં આવે છે કે બુધવારનાં દિવસે કોઇપણ મુસાફરી હાનિકારક થઈ શકે છે. જો તમારો બુધ ગ્રહ ખરાબ હોય તો દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. દિકરીઓને બુધવારના દિવસે શા માટે વિદાય કરવી ના જોઈએ, તેનાં વિશે એક બીજી કથા છે.

એક નગરમાં મધુસુદન નામના શાહુકારની, ઘણા સમય પહેલાની વાત છે

ઘણા સમય પહેલાની વાત છે. એક નગરમાં મધુસુદન નામનાં શાહુકારના લગ્ન ઘણી જ ગુણી કન્યા સંગીતા સાથે થયા. એકવાર મધુસુદને પોતાના સાસરિયા પક્ષને બુધવારનાં દિવસે સંગીતાને વિદાય કરવા માટે કહ્યું. સંગીતાના માતા-પિતા તેને વિદાય કરવા માંગતા ના હતા. તેમણે જમાઈને ઘણા સમજાવ્યા પણ તે માન્યા નહિ. અંતમાં દિકરીને વિદાય કરવી જ પડી. બંને બળદગાડીથી પરત ફરી રહ્યા હતા કે અચાનકથી બળદગાડીનું પૈડું તૂટી ગયું. બંને ચાલવા લાગ્યા. થોડી જ દૂર ચાલ્યા બાદ સંગીતાને તરસ લાગી. મધુસુદન તેને એક ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ચાલ્યા ગયા. થોડીવાર બાદ તે ફરી આવ્યા તો ત્યાનું દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયાં. તેમની પત્નિની પાસે તેનાં જેવા જ ચહેરા વાળો બીજો એક વ્યક્તિ બેસેલો હતો.

સંગીતા આ બન્નેમાંથી સાચો કોણ છે તે ઓળખી શકી નહીં. મધુસુદને તે વ્યક્તિને પુછ્યું કે તું મારી પત્નિ પાસે કેમ બેસી ગયો છે. સામે વાળા વ્યક્તિએ કહ્યું, અરે ભાઈ આ મારી પત્નિ સંગીતા છે. તું કોણ છે ? આ સાંભળીને મધુસુદનને ગુસ્સો આવી ગયો અને તે ત્યાં જ લડવા લાગ્યો. બંનેનો ઝઘડો સાંભળીને નગરના સિપાહી આવી ગયા અને બંનેને રાજા પાસે લઈ ગયા. રાજા નિર્ણય કરવામાં અસમર્થ હતાં તો બંનેને કારાગારમાં નાખવા માટે કહી દીધું. આ સાંભળીને અસલી મધુસુદનની હાલત ખરાબ થઈ ગઈ. ત્યારે આકાશવાણી થઇ અને મધુસૂદનને કહ્યું કે, તું બુધવારનાં દિવસે જબરદસ્તીથી સંગીતાને લાવ્યો છો. આ બુધદેવનો પ્રકોપ છે.

મધુસુદનની પ્રાર્થના પર બુધદેવ એ માફ કરી દીધા

ત્યારબાદ મધુસુદનને પોતાની ભૂલનો અહેસાસ થઇ જાય છે અને તે આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ક્યારેય ના કરવાની વાત કરે છે. તેણે બુધદેવ પાસે ક્ષમા માગી અને આવું ના કરવાનું પ્રણ લીધું. મધુસુદનની પ્રાર્થના બાદ બુધદેવ એ તેને માફ કરી દીધા. ત્યારબાદ બીજો બહુરૂપિયો ત્યાંથી ગાયબ થઈ ગયો. રાજા અને અન્ય પ્રજાજનો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ રીતે બુધદેવ એ મધુસુદનને તેની ભૂલનું ફળ આપ્યું હતું.