આમિર ખાનની સાથે એક સીન કરવામાં કરિશ્માને લાગી ગયા હતા ૩ દિવસ, બાદમાં હલી ગઈ હતી બોલીવુડ ઇન્ડસ્ટ્રી

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જેમણે ૯૦ના દશકમાં મોટા પડદા પર આગ લગાવી દીધી હતી. આજે ભલે તે અભિનેત્રીઓ ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તેમને ભૂલવી શકાય તેમ પણ નથી. એવી જ એક સુંદર અને સદાબહાર અભિનેત્રી છે કરિશ્મા કપૂર. કરિશ્મા કપૂરને હીન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે, જ્યારે તે પડદા પર આવતી હતી તો તેમને જોઈને જ ફેન્સની આંખોમાં એક અલગ જ ચમક આવી જતી હતી.

દેશ-દુનિયામાં કરિશ્મા કપૂરે ઘણીવાર પોતાની દમદાર અદાકારી અને ચુલબુલી અદાઓથી મનોરંજન કર્યું છે. ૯૦ના દશકમાં કરિશ્મા કપૂરે એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તેમની જોડી તે દરમિયાન અભિનેતા આમિર ખાનની સાથે ખૂબ જ જામી ગઈ હતી. બંને કલાકારો એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ફેન્સને તેમની આ જોડીની સૌથી પસંદગીની ફિલ્મ રાજા હિન્દુસ્તાની લાગી હતી.

ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર અને કરિશ્માની જોડીને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. આજથી ૨૪ વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મએ દર્શકોને ઝૂમવા પર મજબુર કરી દીધા હતા. આ ફિલ્મની સાથે ફિલ્મનાં ગીતો પણ ખૂબ જ હિટ સાબિત થયા હતા. વળી ફિલ્મમાં આમિર અને કરિશ્માના કિસિંગ સીનને કોણ ભૂલી શકે છે. વરસાદમાં પલળેલા બંન્ને કલાકારોના કિસિંગ સીનની આજે પણ બોલિવૂડની ગલીઓમાં ખૂબ જ ચર્ચા થાય છે.

૧૫ નવેમ્બર ૧૯૯૬નાં રોજ રીલિઝ થયેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની સંપૂર્ણ સમય દર્શકોને બાંધી રાખ્યા હતા. વળી આ કિસિંગ સીને તો તે સમયે પુરા બોલિવૂડમાં સનસનાટી મચાવી દીધી હતી. એકવાર આ સીનને લઇને કરિશ્મા કપૂરે પણ ઇન્ટરવ્યુમાં મોટું રહસ્ય ખોલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સીનને કરતા સમયે તે ખૂબ જ નર્વસ હતી.

કરિશ્મા કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રાજા હિન્દુસ્તાનીને લઈને તેમના મનમાં ઘણી બધી યાદો છે પરંતુ જ્યારે આ ફિલ્મ આવી ત્યારે લોકોની વચ્ચે ફિલ્મનો કિસિંગ સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો પરંતુ લગભગ તે લોકો નહી જાણતા હોય કે આ સીનને શૂટ કરવા માટે અમને ૩ દિવસ લાગી ગયા હતા. હું ધ્રુજી રહી હતી અને વિચારી રહી હતી કે ક્યારે ખતમ થશે આ કિસિંગ સીન. કારણકે ફેબ્રુઆરીના મહીનામાં ઉટીમાં ખુબ જ ઠંડી હતી અને આ સીન સાંજના સમયે ૬ વાગ્યે કરવામાં આવ્યો હતો.

બ્લોકબસ્ટર સાબિત થઈ ફિલ્મ

ફિલ્મ રાજા હિન્દુસ્તાની ફક્ત ૧૯૯૬ની જ નહી પરંતુ ૯૦ના દશકની અને બોલિવૂડની પણ સૌથી સફળ ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં સુરેશ ઓબેરોય, અર્ચના પુરણ સિંહ, જોની લીવર, ફરીદા જલાલ જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ધર્મેશ દર્શન નિર્દેશનમાં બનેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની તે સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

કરિશ્માએ પણ શેર કરી યાદો

અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ પોતાની આ યાદગાર ફિલ્મનાં ૨૪ વર્ષ પુરા થવા પર પોતાના ફેન્સની સાથે તેમની સાથે જોડાયેલ યાદો શેર કરી હતી. કરિશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી હતી. આ નાના વીડિયોમાં ફિલ્મનો એક સીન જોવા મળી રહ્યો છે. આ સીન “આયે હો મેરી ઝીંદગી મે, તુમ બહાર બનકે” ગીતનો છે. આ ગીત વાગી રહ્યું છે અને કરિશ્મા કપૂર ઝૂલા પર બેસેલા આમીરખાનના ખોળામાં સુતેલી જોવા મળી રહી છે. કરિશ્માએ તેમની સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, રાજા હિન્દુસ્તાનીનાં ૨૪ વર્ષ.