આમિરખાને જુહી ચાવલાની સાથે ખુલ્લેઆમ કરી હતી આ ગંદી હરકત, અભિનેત્રીએ ૫ વર્ષ સુધી કરી નહી વાત

બોલિવૂડમાં ચુલબુલી એક્ટ્રેસના રૂપમાં ઓળખવામાં આવતી જુહી ચાવલાએ હાલમાં જ પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. જુહી ચાવલાનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૬૭માં અંબાલામાં થયો હતો. જુહી ચાવલા ૯૦નાં દશકની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે તે સમય દરમિયાન એક થી એક ચડિયાતી હિટ ફિલ્મો પોતાના નામે કરી હતી.

કરિયરના શરૂઆતના દિવસોમાં આમિર ખાન અને જુહી ચાવલા એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા. બંનેની મિત્રતા ખૂબ જ મજબૂત હોવાનું મુખ્ય કારણ બંનેની ફિલ્મો પણ રહી હતી. આમિર અને જુહીની જોડી ૯૦ના દશકની ફેમસ બોલીવુડ જોડીઓમાં ગણવામાં આવે છે. આમ તો બંને કલાકારોએ ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ દર્શકોના દિલમાં આજે પણ ફિલ્મ “કયામત સે કયામત તક” એ જગ્યા બનાવી રાખી છે.

આમિર-જુહીની મિત્રતા સારી ચાલી રહી હતી. બંને કલાકારો ફિલ્મોમાં પણ સારું કામ કરી રહ્યા હતા પરંતુ ત્યારે જ એક એવો સમય પણ આવ્યો જ્યારે બંનેની મિત્રતામાં તિરાડ પડી ગઇ. આમીરખાનના કારણે એક્ટ્રેસ જુહી ચાવલાએ આમિરની સાથે કામ ના કરવાની કસમ ખાઈ લીધી. આ કિસ્સો ફિલ્મ ઈશ્ક દરમિયાન બન્યો હતો.

તમને બધાને જ યાદ હશે કે ફિલ્મ ઈશ્કમાં જુહી ચાવલા અને આમિરની સિવાય અજય દેવગન અને કાજોલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ૧૯૯૭માં આવેલી ફિલ્મ ઇશ્ક દરમિયાન આમિર ખાને જુહીની સાથે ખૂબ જ ગંદી મજાક કરી હતી. આમિરની આ એક ગંદી હરકતના કારણે જુહીને ખૂબ જ ગુસ્સો પણ આવી ગયો હતો અને તેમણે આમિરને તેમની સજા પણ આપી હતી.

આમિર ખાને જુહી ચાવલાને ખોટું બોલતા કહ્યું હતું કે તે જ્યોતિષ વિદ્યા વિશે પણ જાણે છે. તેવામાં જુહીએ પણ આમિર પર વિશ્વાસ કરી લીધો. આમિર ખાન અને જુહી ચાવલાને પોતાનો હાથ બતાવવા માટે કહ્યું. તેવામાં જુહીએ જરાપણ અચકાયા વગર અભિનેતાને પોતાનો હાથ બતાવ્યો પરંતુ આમિરે જુહીની સાથે ગંદી હરકત કરતા તેમના હાથ પર થુકી  દીધું. આમિરની આ ગંદી હરકતનાં કારણે જુહી ચાવલા તેનાથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી.

જણાવવામાં આવે છે કે આમિરખાનની આ હરકતનાં કારણે જુહી ચાવલા સેટ પરથી ચાલી ગઇ હતી ત્યારબાદ આમિરખાન સાથે જુહીએ પાંચ વર્ષ સુધી વાત ના કરી. આમિર ખાનને આ રીતે જુહીએ તેમણે કરેલી ગંદી હરકતની સજા આપી હતી. જણાવી દઈએ કે ત્યારબાદ બંને ક્યારેય પણ કોઈ ફિલ્મમાં સાથે નજર આવ્યા ના હતા. જો કે બન્નેની વચ્ચે પેદા થયેલી કડવાહટ હવે દૂર થઈ ચૂકી છે.

આ ફિલ્મોમાં કર્યું છે સાથે કામ

આમિર અને જૂહીની જોડી વધારે હિટ તો નથી રહી પરંતુ બંનેની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. કયામત સે કયામત તક, લવ લવ લવ, તુમ મેરે હો, દોલત કી જંગ જેવી ફિલ્મોમાં બંને કલાકારો એકસાથે જોવા મળ્યા હતા.