યશરાજ ફિલ્મની સૌથી પોપ્યુલર સિરીઝની વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલાં ધૂમ નો ઉલ્લેખ જરૂર થાય છે. ધુમ ફ્રેન્ચાઇઝીની અત્યાર સુધીમાં ૩ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને આ ત્રણેય ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. હવે યશરાજ ફિલ્મ્સ વર્ષ ૨૦૨૧માં ધુમ-૪ ને લોન્ચ કરવા પર વિચારણા ચાલી રહી છે. જેમની સ્ટારકાસ્ટને લઈને ઘણીવાર ખબરો પણ સામે આવી ચૂકી છે. અત્યાર સુધી ધુમ માં જહોન અબ્રાહમ, ઋત્વિક રોશનથી લઈને આમિર ખાનનું કિરદાર ફેન્સ લોકો ધૂમમાં જોઈ ચૂક્યા છે. હવે બધાની નજર ધુમ-૪ પર છે કે કોણ આ વખતે બોલિવૂડ સ્ટાઈલના એક્શન સિક્વન્સથી લોકપ્રિયતા મેળવી શકે છે.
ધુમ ફ્રેન્ચાઇઝીની વાત કરવામાં આવે તો દરેક વખતે યશરાજ ફિલ્મ્સ વિલન એવા લઈને આવ્યા છે કે દર્શકો પણ ચોંકી જાય છે. આ ફ્રેન્ચાઇઝીમાં ફેન્સ જહોન અબ્રાહમથી લઈને આમિર ખાનને નેગેટિવ રોલમાં જોઇ ચૂક્યા છે. એવું પહેલીવાર થયું હશે કે આ સ્ટાર્સે નેગેટીવ રોલ પ્લે કર્યો હશે પરંતુ આ વખતે ધુમ-૪ થી જે ખબરો સામે આવી રહી છે તે તો વધારે આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.
ફિલ્મી ગલીઓમાં ચાલી રહેલી ખબરોનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે યશરાજ આ વર્ષે મોટી મોટી ફિલ્મોને લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ વખતે તે એકદમ હટીને સ્ટારકાસ્ટ પણ સામે લાવી શકે છે. ફિલ્મ મેકર્સ વિચારી રહ્યા છે કે તે આ વખતે વિલન માટે ફિમેલ કાસ્ટને અપ્રોચ કરે. ફિલ્મફેરનાં એક રિપોર્ટનું માનીએ તો ધુમ-૪ માં દિપીકા પાદુકોણને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમેકર્સ વિલનના રોલ માટે આ વખતે દિપીકા પાદુકોણને સુપર હિરોઈન તરીકે લેવા માંગે છે. રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દિપીકા પણ આ રોલ માટે ખૂબ જ એક્સાઇટેડ છે પરંતુ તેમણે આ ફિલ્મ માટે અલગથી સમય કાઢવો પડશે.
ચાલો તમને બોલિવૂડની વિલન હિરોઈનથી પરિચિત કરાવી દઈએ
બિપાશા બાસુ
અક્ષય કુમારની સાથે બિપાશા બાસુએ “અજનબી” ફિલ્મમાં વિલનનો રોલ નિભાવ્યો હતો. આ નેગેટિવ રોલ માટે તેમની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તેના સિવાય તે રાઝ-૩ માં પણ આ પ્રકારના રોલને પ્લે કરી ચૂકી છે.
પ્રિયંકા ચોપડા
પહેલીવાર પ્રિયંકા ચોપડાએ “એતરાઝ” ફિલ્મમાં નેગેટિવ રોલ નિભાવ્યો હતો. ત્યારબાદ તો તે લગભગ જ કોઈ ફિલ્મમાં વિલનના રોલમાં નજર આવી હશે. અક્ષય કુમાર અને કરીના કપૂર સાથે “એતરાઝ” ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી હતી.
વિદ્યા બાલન
હંમેશાથી જ વિદ્યા બાલને પોતાના અલગ કિરદારો અને ફિલ્મોથી ફેન્સની વચ્ચે પ્રશંસા મેળવી છે. બસ તે રીતે જ “ઈશ્કિયા” ફિલ્મમાં વિદ્યાએ નેગેટીવ રોલથી પણ પ્રશંસા મેળવી હતી.
ઉર્મિલા માંતોડકર
“પ્યાર તુને ક્યાં કિયા” ફિલ્મમાં ઉર્મિલા માંતોડકરે વિલનનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં સોનાલી અને ફરદીન ખાન પણ લીડ રોલમાં હતાં.
માહી ગિલ
“સાહેબ બીવી ઔર ગેંગસ્ટર” જેવી હિટ ફિલ્મમાં માહિ ગીલે વિલનનાં રોલથી પણ બધાને ચોંકાવી દીધા હતાં. આ ફિલ્મથી માહીએ ખુબ જ પ્રશંસા મેળવી હતી અને આ કિરદાર તેમના કરિયરનું યાદગાર પણ બની ગયું હતું.
કાજોલ
રહસ્યમય થ્રીલર ફિલ્મ “ગુપ્ત” માં કાજોલે પોતાના કિરદારથી બધાને ચોંકાવી દીધા હતાં. વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ “ગુપ્ત” માટે કાજોલે બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મેળવ્યો હતો.