આને કહેવાય ડર, ચકડોળમાં બેસી ગયાં બાદ બાળકને યાદ આવી ગયાં ૩૩ કરોડ દેવી-દેવતા, હસવા માંગતા હોય તો જુઓ વિડીયો

Posted by

ઘણીવાર જ્યારે બાળકો કોઇ મેળામાં કે મનોરંજન પાર્કમાં જાય છે તો તેમનું ધ્યાન સૌથી પહેલાં એક મોટા ઝુલા તરફ ખેંચાય છે. આજે પણ જ્યારે આપણે મેળામાં જઈએ છીએ તો સૌથી પહેલાં આપણું ધ્યાન તે તરફ જ જાય છે, જે આપણા બાળપણની યાદોને તાજા કરી દે છે. ચકડોળમાં બેસતા પહેલા બાળકો ખુબ જ હોશિયારી બતાવે છે પરંતુ જ્યારે ચકડોળ ફરવા લાગે છે તો બધાની હાલત બગડી જાય છે.

ચકડોળમાં બેસી ગયા બાદ હાલત થઈ ગઈ ખરાબ

આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારા બાળપણની યાદો જરૂર તાજા થઇ જશે. આ વીડિયોમાં એક બાળક ચકડોળમાં બેસેલો હોય છે જ્યાં સુધી આ ચકડોળ શરૂ થઇ જતું નથી ત્યાં સુધી આ બાળક ખુબ જ ઉત્સાહિત નજર આવે છે. આ બાળકનો સ્વેગ જોવાલાયક હોય છે પરંતુ જેવું જ આ ચકડોળ ફરવાનું શરૂ થાય છે તો તે બાળક ખુબ જ ડરી જાય છે.

ભગવાનનું નામ લઈને રાડો પાડવા લાગ્યો

જેમ-જેમ આ ચકડોળ ફરવાનું શરૂ થાય છે તેમ-તેમ આ બાળકનાં પેટમાં ગદગદિયા થવા લાગે છે અને ધીમે-ધીમે તે ગભરાવા લાગે છે. આ ચકડોળની સ્પીડ વધવા પર તે બાળક ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે અને પ્રભુનાં નામનો જયજયકાર કરવા લાગે છે. ચકડોળ ફરતા સમયે આ બાળક જય મહારાષ્ટ્ર, હર હર મહાદેવ, જય બજરંગ બલી વારંવાર બોલવા લાગે છે એટલું જ નહી તે પોતાનાં પરિવારનાં સદસ્યોનું નામ પણ બોલવા લાગે છે. આ બાળક સાથે આવેલ કોઈ વ્યક્તિએ તેનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને બાદમાં સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો થયો ખુબ જ વાયરલ

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)


સોશિયલ મીડિયા પર આ મજેદાર વિડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર giedde નામનાં એકાઉન્ટ દ્વારા આ વિડીયો જેવો જ અપલોડ કરવામાં આવ્યો તો તેને લોકોએ ખુબ જ લાઈક કર્યો. આ વીડિયોને શેર કરતા તેનાં કેપ્શનમાં લખ્યું છે કે, “આકાશની ઊંચાઇઓ પર”. આ વિડીયો (instagram Reels Video) પર અન્ય ઘણા યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.