દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ કપડા અને વાળની સિવાય તેની આંખો પરથી પણ જાણી શકાય છે. આંખો જોઇને એક વ્યક્તિની વિશે ઘણુ બધુ જાણી શકાય છે. જોકે મોટા ભાગનાં લોકોની આંખનો રંગ કાળો હોય છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેમની આંખો વાદળી, લીલી, કથ્થઈ અને ગ્રે રંગની પણ હોય છે. આ રંગની આંખો જોવામાં ખુબ જ સુંદર અને પોતાની તરફ આકર્ષિત કરવા વાળી હોય છે પરંતુ શું તમે જાણો છો કે એક વ્યક્તિની આંખોનો રંગ તેમનો સ્વભાવ પણ બતાવી શકે છે. તમે તેમની આંખો દ્વારા તેમની પર્સનાલીટી વિશે ઘણું બધું જાણી શકો છો.
ગ્રે આંખ
ગ્રે આંખોવાળા લોકો ખુબ જ ચોખા હૃદયના હોય છે. આ લોકોના મનમાં જે પણ વાત હોય છે તે સ્પષ્ટ કહી દેતા હોય છે. તે કોઈપણ વાતને પોતાની અંદર છુપાવીને રાખતા નથી. આ લોકો પ્રામાણિક તો હોય જ છે સાથે સાથે ખુબ જ બુદ્ધિશાળી પણ હોય છે. તેમને અલગ અલગ જગ્યાઓ પરથી જ્ઞાન લેવું ખૂબ જ પસંદ હોય છે. આ લોકો દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે અને પોતાની પર્સનાલિટીથી કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે.
બ્લેક આંખ
જે લોકોની આંખો કાળા રંગની હોય છે, તે રહસ્યમયી હોય છે. આ લોકો પોતાની અંદર ઘણા પ્રકારના રહસ્યો છુપાવીને રાખતા હોય છે. આ લોકો ખૂબ જ વફાદાર હોય છે. એ અન્ય લોકોના રહસ્યને ક્યારેય પણ કોઈની સામે જાહેર કરતા નથી. તેમને કોઈના પર પણ વિશ્વાસ કરવામાં ટાઈમ લાગતો હોય છે. આ લોકો ખૂબ જ સારા મિત્ર સાબિત થાય છે એટલું જ નહી તે મદદ માટે હંમેશા તૈયાર રહેતા હોય છે.
વાદળી આંખ
વાદળી આંખવાળા લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે. તે નાનામાં નાના જુઠ્ઠાણાને પણ સરળતાથી પકડી લેતા હોય છે. તેમની સુંદર આંખોના લીધે કોઈપણ વ્યક્તિ તેમની તરફ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જતું હોય છે. આ લોકો ખૂબ જ સરળતાથી કોઈને પણ મૂર્ખ બનાવી શકે છે. આ લોકો ખૂબ જ ફ્રેન્ડલી સ્વભાવના હોય છે. તેમને અન્ય લોકોની મદદ કરવી પસંદ હોય છે. તેમને પોતાના મિત્રો કરતા વધારે પરિવારની સાથે ટાઈમ પસાર કરવો પસંદ હોય છે. તેમને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ હોય છે.
ભૂરી આંખ
જે લોકોની આંખો ભૂરી હોય છે તે સ્વભાવથી ખૂબ જ સારા અને વિશ્વાસપાત્ર હોય છે. તેમને પ્રેમમાં ખૂબ જ વિશ્વાસ હોય છે. આવા લોકો પૈસાથી વધારે સંબંધોને મહત્વ આપે છે. તેમના વ્યક્તિત્વથી દરેક લોકો પ્રભાવિત થઈ જાય છે. આ લોકો ખૂબ જ મિલનસાર હોય છે. આ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેમને કોઈપણ કામ સોંપવા પર પૂરી ઈમાનદારીથી પૂરું કરે છે.
લીલી આંખ
લીલી આંખ વાળા લોકો ખૂબ જ મજાકિયા સ્વભાવના હોય છે. જે લોકોને તે નાપસંદ કરે છે તેમને તે કોઈપણ હદ સુધી દગો આપી શકે છે. તેમનું ઇન્ટેલિજન્સ લેવલ પણ ખૂબ જ ઉપર હોય છે. આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે અને આસાનીથી તમને પોતાની જાળમાં ફસાવી શકે છે. તે દેખાડો કરવામાં પણ સૌથી આગળ હોય છે. આવા લોકોથી થોડું સાવધાન રહેવું જોઇએ પરંતુ મિત્રો માટે તો તે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે.