આપણે મનુષ્યોએ આ પૃથ્વીનો નાશ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી, જુઓ તસ્વીરો

ધરતી પર ઘણા કારણોનાં કારણે પરિવર્તન આવતા રહે છે. આ પરિવર્તન ભૂકંપ, જ્વાળામુખી, સુનામી અને તોફાન જેવી પ્રાકૃતિક ઘટનાઓનાં કારણે આવે છે. જોકે મોટાભાગે આ પરિવર્તનની પાછળ મનુષ્ય ગતિવિધિઓ જવાબદાર હોય છે. આજે અમે ગૂગલ અર્થ દ્વારા લેવામાં આવેલી તસ્વીરો દ્વારા જાણવાની કોશિશ કરશું કે છેલ્લા ૪૦ વર્ષોમાં આપણી ધરતી કેટલી બદલાઈ ચૂકી છે.

પામ દ્વીપસમૂહ, દુબઈ

હાલનાં વર્ષોમાં દુબઈ શહેરનો જબરદસ્ત વિસ્તાર થયો છે. વર્ષ ૧૯૯૦ માં જ્યાં તેની જનસંખ્યા ૫ લાખ હતી, તે હવે ૨૦૨૦ માં વધીને ૩૦ લાખથી વધારે થઈ ગઈ છે. દુનિયાનાં સૌથી પ્રમુખ વ્યાપારિક કેન્દ્રમાંથી એકનાં રૂપમાં ઓળખ ધરાવતા આ શહેરનો જમીન અને પાણી બંને જગ્યાએ વિસ્તાર થયો છે. આ કોસ્ટ લાઈન અને જમીન બંનેમાં લગભગ ૩૦૦ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. તેનાથી અહીં માનવનિર્મિત પામ દ્વિપસમૂહ અને વર્લ્ડ આઇલેન્ડનું નિર્માણ થયું છે.

રંગ બદલતું પાણી, નેટ્રોન તળાવ, તાંઝાનિયા

આ એક ગુલાબી તળાવ છે. તેની ઉચ્ચ ખરાશ ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન અને ૧૨ ડિગ્રીથી વધારે પીએચ સુધી પહોંચવા વાળી ક્ષરીયતાનાં કારણે તે પૃથ્વી પરનાં સૌથી ઘાતક અને ખતરનાક તળાવમાંથી એક છે. અહીં દર વર્ષે શેવાળ અને બેક્ટેરિયા ખૂબ જ વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે, જેના લીધે આ તળાવનો રંગ બદલાઈ જાય છે.

સમાપ્ત થતું જંગલ, સૈન જુલિયન, બોલિવિયા

હાલનાં વર્ષોમાં એમેઝોન જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રમાંથી એક રહ્યું છે. અહીં કૃષિ ક્ષેત્રને વધારવા માટે ખૂબ જ ઝડપથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જેનાથી જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે. અહીંના મોટાભાગનાં વિસ્તારનો ઉપયોગ પશુઓનો ચારો અને સોયાબીનની ખેતી માટે કરવામાં આવી રહ્યો છે.

ગ્લોબલ વોર્મિંગ : ચીનનો સોલાર ફોટોવોલ્ટિક પાવર પ્લાન્ટ

અક્ષય ઊર્જા એક સ્વચ્છ અને પર્યાવરણ અનુકૂળ ઉર્જા સંસાધન છે. ઘણા દેશો આ ઉર્જાનો ઉપયોગ માટે આગળ વધી રહ્યા છે, જેથી ગ્લોબલ વોર્મિંગના દુષ્પ્રભાવથી બચી શકાય. ચીન પણ તેમાંથી એક છે. આ તસ્વીર ચીનના સોલર ફોટોવોલ્ટિક પાવર પ્લાન્ટની છે. જ્યાં સારી ઉર્જાનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

ગાયબ થતાં ગ્લેશિયર : કોલંબિયા ગ્લેશિયર, સંયુક્ત રાજ્ય અમેરિકા

અલાસ્કા અને દક્ષિણ તટ પર સ્થિત કોલમ્બિયા પર ગ્લોબલ વોર્મિંગની સૌથી વધારે અસર થઈ છે. આ ગ્લેશિયર ખૂબ જ ઝડપથી પીગળી રહ્યો છે.

રેતીમાંથી તેલ નીકળવું, કેનેડા

કેનેડામાં રેતીમાંથી નીકળતા તેલનાં કારણે ધરતી પર ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે કારણ કે આ કામ માટે ખૂબ જ વધારે ઉર્જા અને પાણીનો ઉપયોગ કરવો પડે છે. સાથે જ તે પાણી અને હવામાં પણ મોટી માત્રામાં ઝેરીલા અને પ્રદૂષણ ફેલાવનાર એજન્ટોને છોડે છે.

વધતા ઉદ્યોગ, સંકોચાયેલ તળાવ, અરબ સાગર

મનુષ્યની લાલચ પર્યાવરણ પર કેટલી હદે હાનિકારક પ્રભાવ છોડી રહી છે તે અહીં સ્પષ્ટ નજર આવે છે. ૧૯૬૦ માં રણની વચ્ચે કપાસ અને અન્ય પાકનું ઉત્પાદન કરવા માટે અરબ સાગર (જે પોતાના નામ છતાં વાસ્તવમાં એક તળાવ છે) થી પાણીને વાળવાનો અને ચેનલ કરવા માટે પરીયોજના શરૂ કરવામાં આવી હતી. આ પરિયોજનાએ તળાવને લગભગ સંપૂર્ણ રીતે સૂકવી દીધું છે કારણ કે કપાસ દુનિયાનાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થતાં પાક માંથી એક છે.

ગ્રીન વોલ, ચીન

ચીન સંપૂર્ણ ક્ષેત્રમાં અબજો વૃક્ષ લગાવીને જમીનનાં રણીકરણને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આશા રાખી શકાય છે કે આવનારા સમયમાં ઇકોલોજીકલ અનામતને ફરીથી સ્થાપિત કરવાનાં પ્રયાસો વધારે જોવા મળે છે.

વિકસિત થતાં શહેર તળાવનું નિકંદન કાઢી રહ્યા છે, નેવાદા, યુએસએ

છેલ્લા ૪ દશકમાં લાસ વેગાસ શહેરે પોતાની વસ્તીમાં લગભગ પાંચ ગણી વૃદ્ધિ કરી છે. તેવામાં પીવાના પાણીથી લઈને ખેતી જેવા કામો માટે પણ કામ પાણીનો ઉપયોગ વધી ગયો છે. સાથે જ તાપમાન પણ છેલ્લા દશકની તુલનામાં વધી ગયું છે. તેવામાં અહીં રહેલ તળાવ ખૂબ જ ઝડપથી સુકાઈ રહ્યું છે.

ખેતીની જમીન ફેરવાઇ ગઈ જંગલમાં, રશિયા

સોવિયેત સંઘના વિઘટન બાદ ઘણા વિસ્તારમાં પાકને એમ જ છોડી દેવામાં આવ્યો હતો. બાદમાં માનવીય હસ્તક્ષેપ વગર આ સંપૂર્ણ વિસ્તાર આપમેળે જ વિકસિત થવા લાગ્યો  હતો અને આજે અહીં એક મોટું જંગલ તૈયાર થઈ ગયું છે. મહાત્મા ગાંધીજીએ સાચું કહ્યું હતું કે પૃથ્વી મનુષ્યની દરેક જરૂરિયાત પૂરી કરી શકે છે પરંતુ લાલચને નહી. આ તસ્વીરો દ્વારા એ પણ સાબિત થાય છે. સાથે જ એવું પણ જાણવા મળે છે કે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ જો આપણે હજુ સમજી જઈએ તો પ્રકૃતિ ફરીથી પોતાને નિખારવાની તાકાત રાખે છે.